________________
કલશ-૧૨૯
૧૯૫
બનાવું.... એ પણ વિકલ્પ છે. પણ વર્તમાન પર્યાય રાગથી ભિન્ન પડતાં અંદર (સામાન્ય) તરફ જાય છે ત્યારે.. અંદર તેનો વિષય સામાન્ય રહી જાય છે આ સામાન્ય છે માટે એનું લક્ષ કરવું એમ નહીં. ઝીણી વાત બહુ પ્રભુનો મારગ સૂક્ષ્મ છે.
અહીંયા તો કહે છે જે વર્તમાન પર્યાય રાગના સંબંધમાં છે (તેનું આમ સ્વ તરફ લક્ષ થવું.) ગઈકાલે ડોકટરે પૂછયું હતું ને કે શું કરવું? તે કલકત્તાનો ડોકટર છે, માણસ નરમ. બહારની ધૂળ વાત સાંભળી હોય.. આવી વાત તો ( ક્યાં છે?)
જેનું સ્વરૂપ ચૈતન્ય છે એટલે જ્ઞાન, દર્શન, આનંદ તેનું રૂપ છે. એવી ત્રિકાળી ચીજ પ્રભુ.. તેને રાગથી ભિન્ન પાડી. એટલે કે – તેના તરફનું લક્ષ છોડીને. એને એવું ખ્યાલમાં પણ ન આવે કે -આ રાગ છે અને આ રાગને છોડું છું! એ રાગ તરફનું લક્ષ આમ છે તેને છોડીને.... ત્રિકાળીના લક્ષમાં જામવું એ રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાન છે.
ચૈતન્યસ્વરૂપનો અનુભવ (તીવ ભાવ્યમ)” આમ શબ્દ પડયો છે. તેનો અર્થ કર્યો – “સર્વથા ઉપાદેય છે” અંતર્મુખ વળતાં..... પર સન્મુખતાના લક્ષને છોડતાં જે અંદર એકાગ્ર થાય એ સર્વથા ઉપાદેય છે. એકાગ્રતા ઉપાદેય છે, અત્યારે તો સર્વથા ઉપાદેય છે એમ માનીને આહાહા! ચૈતન્ય સ્વરૂપી ત્રિકાળી પ્રભુ એ જ વસ્તુ સર્વથા ઉપાદેય છે... એ પર્યાય આવી (પ્રગટી) એ પણ ઉપાદેય છે... અને રાગ હોય છે એમ કહેવું છે. સમ્યગ્દર્શન થાય તો પણ હજુ રાગ ભાવ રહેશે, દુઃખ રહેશે, સમકિતીને જ્યારે ચારિત્ર કરવું હોય તો આ જ અભ્યાસ કરતાં કરતાં ચારિત્ર થાય છે. નિયમસાર ૮૨ ગાથામાં આવ્યું હતું. વારંવાર ભેદ અભ્યાસ કરતાં ચારિત્ર થાય છે.
નિશ્ચય પ્રતિક્રમણનો અધિકાર એટલે શું? ગંભીર વાત છે પ્રભુ! પ્રતિક્રમણ એટલે જે રાગ છે અંદર... સમકિતી જ્ઞાનીને પણ હજુ રાગ છે અને એટલું દુઃખ છે હજુ; એ રાગથી પાછું ફરવું અને અંદરમાં જવું તેને નિશ્ચય પ્રતિક્રમણ કહે છે. અથવા નિશ્ચય પ્રતિક્રમણ એ ચારિત્રનો એક ભાગ છે. સમકિતી – જ્ઞાનીને રાગાદિ હજુ છે. તેની વાત છે.
પહેલાં (રાગથી) ભિન્ન પડીને સમ્યગ્દર્શન કર્યું. છતાં, જ્ઞાનીને હજુ રાગ અને દુઃખ દશા છે. ચોથા ગુણસ્થાનમાં જ્ઞાનની દશા તો પ્રગટ થઈ પણ હજુ તેને ચારિત્રની દશા પ્રગટ કરવી છે. હવે તે રાગના ભાગને, એ દુઃખરૂપ દશા છે તેનાથી જ્ઞાની પાછો ફરી તેનાથી ભેદજ્ઞાનનો અભ્યાસ કરી અને અંદરમાં સ્થિરતા કરે.... તેને ચારિત્ર કહેવામાં આવે છે. આટલી અને આવી શરતું !!
અતીવભાવયન સર્વથા ઉપાદેય છે એમ માનીને અખંડિત ધારાપ્રવાહરૂપ અનુભવ કરવા યોગ્ય છે.” અનુભવ કરે તે પર્યાય. ભગવાન ચૈતન્ય સ્વરૂપ જેમ ત્રિકાળી ધુવ છે તેના લશે, રાગના લક્ષને છોડી દઈને કેમકે રાગ છે તે આસ્રવ ભાવ છે; એટલે તે બંધનું કારણ છે, તેના તરફના લક્ષને છોડી, અંતરમાં પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ તરફની દૃષ્ટિ કરી અને તેની ભાવના