________________
કલશ-૧૨૯
૧૯૩ અનેકાન્ત છે. અનેકાન્તની વ્યાખ્યા સમજતા નથી.
અવનિતન” આવું દ્રવ્યનું સ્વરૂપ અચળ છે. આહાહા! વસ્તુનો આદર કરીને પૂર્ણ સ્વરૂપ જ્યાં અનુભવ કરી પ્રગટયું , પરિણામે પવિત્રતા પ્રગટ કરી.. અને જ્યાં પૂર્ણ પવિત્રતા પ્રગટ થઈ તે હવે અચળ છે, એ હવે પાછા ફરશે નહીં. વિષ્ણુમાં કહે છે ને ! રાક્ષસોનું જોર વધે અને ભક્તોને ભીડ પડે ત્યારે ઊપરથી (વિષ્ણુ ) અવતાર ધારણ કરે. અહીંયા એની ના પાડે છે. અરે. જે બીજડા બળી ગયા, ચણો બળી ગયો એ હવે ફરીને ઊગે? ચણા હોય છે તેને શેકયા પછી તે ઊગે ? એમ જ્યાં રાગને અને અજ્ઞાનને બાળી નાખ્યા છે, પૂર્ણ આનંદ દશા પ્રગટ થઈ છે. હવે એ બીજડો ઊગે? ભવ લેવાનો ભાવ આવે? એ ભાવ હોય નહીં. એથી કહે છે કે – દ્રવ્યનું આવું સ્વરૂપ અટળ છે.
કેવો છે કર્મ ક્ષય? “અક્ષય: આગામી અનંત કાળ પર્યંત બીજા કર્મનો બંધ થશે નહીં.” કર્મોનો નાશ થયો તે થયો. ભવિષ્યમાં હવે કદી રાગ, બંધન કે કર્મબંધન થશે નહીં. ભગવાન પરમાત્મ દશા પ્રાપ્ત થઈ છે તે
સાદિ અનંત અનંત સમાધિ સુખમાં,
અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો શ્રીમદ્જીના અપૂર્વ અવસરમાં આવે છે “સાદિ અનંત અનંત સમાધિ” આનંદ.... આનંદ. આનંદ પૂર્ણ આનંદનો પૂર્ણ અનુભવ તે પરમાત્મ દશા. “અનંત દર્શન, અનંત જ્ઞાન સહિત જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.” શ્રીમજીની ભાષા!
“કેવા જીવોને કર્મક્ષય થાય છે?” “કવિનીચદ્રવ્યહૂરે રિસ્થતાના” સમસ્ત એવાં જે પોતાના જીવદ્રવ્યથી ભિન્ન બધાં દ્રવ્યો તેમનાથી સર્વ પ્રકારે ભિન્ન છે એવા જે જીવ, તેમને”
પુણ્ય ને પાપના વિકલ્પથી પણ (ટૂંસ્થિતાનાં) અંદરમાં સ્થિત થયેલાને મોક્ષ થાય છે. પુણ્ય પાપ છે ખરા અંદર ! પુણ્ય – પાપ છે તેનાથી દૂર કરીને અર્થાત્ ભિન્ન કરીને સ્વરૂપમાં એકાગ્ર થાય છે તેની મુક્તિ થાય છે.
(ઉપજાતિ). सम्पद्यते संवर एष साक्षाच्छुद्धात्मतत्त्वस्य किलोपलम्भात्। स भेदविज्ञानत एव तस्मात्
तद्भेदविज्ञानमतीव भाव्यम् ।।५-१२९ ।। ખંડાન્વય સહિત અર્થ “તત્વવિજ્ઞાનન ગતીવમાત્રમ”(ત) તે કારણથી (વિજ્ઞાનમ) સમસ્ત પારદ્રવ્યોથી ભિન્ન ચૈતન્યસ્વરૂપનો અનુભવ (રાતી માધ્યમ)