________________
૧૯૧
કલશ-૧૨૮
ને જ્ઞાનધારામાં વિરોધ નથી.) આત્મધારા અર્થાત્ શુદ્ધધારા અને રાગ – અશુધ્ધધારા તે બે (સાથે ) હોય છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગ નથી ત્યાં સુધી બે ધારા હોય છે. આપણે અત્યારે ૧૨૮ શ્લોક ચાલે છે આ બધું ૧૧૦ કળશમાં લખ્યું છે? જોવું છે ? જુઓ, વચ્ચે ભાવાર્થ છે.
“ભાવાર્થ આમ છે કે - એક જીવમાં એક જ કાળે જ્ઞાનક્રિયા બન્ને કઈ રીતે હોય છે ? સમાધાન આમ છે કે -વિરુદ્ધ તો કાંઈ નથી. કેટલાક કાળ સુધી બન્ને હોય છે, એવો જ વસ્તુનો પરિણામ છે; પરંતુ વિરોધી જેવાં લાગે છે, છતાં પણ પોતપોતાના સ્વરૂપે છે, વિરોધ તો કરતા નથી”
કેટલા કાળ સુધી ? “જેટલો કાળ આત્માના મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ મટયા છે” આત્મદર્શન થયું છે “આત્મદ્રવ્ય શુદ્ધ થયું છે, તેને પૂર્વોક્ત ક્રિયાનો ત્યાગ બરાબર પરિપકવતાને પામતો નથી,” એટલે હજુ રાગનો ત્યાગ પૂર્ણ થયો નથી. આત્માનું ભાન તો થયું છે. બહુ સારો શ્લોક છે ટીકાના બે પાના ભર્યા છે.
“પૂર્વોકત ક્રિયાનો ત્યાગ બરાબર પરિપકવતાને પામતો નથી અર્થાત્ ક્રિયાનો મૂળથી વિનાશ થયો નથી.” વાત એમ છે કે જ્યાં સુધી અશુધ્ધ પરિણમન છે. ત્યાં સુધી જીવ( માં ) વિભાવ પરિણમન છે. સમ્યગ્દષ્ટિને પણ વીતરાગી મુનિને પણ વિભાવ પરિણમન છે. એ દુઃખરૂપ પરિણમન છે એમ કહે છે.
આનંદ પણ સાથે છે અને દુઃખ પણ સાથે છે, બન્નેને વિરોધ નથી એમ કહે છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી છે. બીજી રીતે રાગધારા ને આનંદધારા બે સાથે હોય છે. એક જ કાળે (સમયે ) બન્ને હોય છે. જો પૂર્ણતા થઈ ગઈ હોય તો કેવળી થઈ ગયો અને અપવિત્રતા એકલી હોય તો મિથ્યાર્દષ્ટિ થઈ ગયો. સમ્યગ્દષ્ટિ જ્ઞાની ચોથે, પાંચમે, છકે... આત્માના આશ્રયે જેટલી નિર્મળધારાપણે પરિણતિ પરિણમે છે (તેટલી વીતરાગતા છે), અને બાકી જેટલી અપૂર્ણતા છે માટે રાગને, દયાદાનના પુણ્યભાવ સાથે ને સાથે ૨હે છે, છતાં મોક્ષનું કારણ તો આ (નિર્મળ પરિણતિ ) એક જ છે. પેલું તો બંધનું કારણ છે.
કોઈ એમ જ કહે કે – ધર્મીને રાગ હોતો જ નથી. એટલે કે – ધર્મીને દુઃખ હોતું જ નથી. તો દૃષ્ટિ તદ્ન મિથ્યા છે. સાધક દુઃખને વેઠે છે. એમ કહે કે – તીવ્ર કષાયી તે દુઃખને વેદે છે તે ખોટી વાત છે. મુનિ પણ દુઃખને વેદે છે. તેમને કષાય મંદ ( અલ્પ ) છે, કેમકે ત્રણ કષાય ટળી ગયા છે. આવી વાત છે બાપા ! વીતરાગ પ્રભુ કહે છે – શૂરાના કામ છે, કાય૨ના કામ ત્યાં નથી. વી૨નો રે મારગ છે શૂરાનો એ ત્યાં નહીં કામ જો ને ! શ્રીમદ્ભુમાં પણ આવે છે કે – વચનામૃત વીતરાગના, ૫૨મ શાંત ૨સ મૂળ, ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ.
શાસ્ત્રમાં તો જરી કઠણ કહ્યું છે.... કે - જેટલી શુભભાવની રચના થાય એ બધી નપુંસકતા છે હિજડાય છે. ધર્મીને પણ હો ! કેમ કે આત્મામાં વીર્ય નામનો ગુણ છે. વીર્ય એટલે