________________
કલશ-૧૨૮
૧૮૯ આત્મા છે. આવે છે ને? સમ્યગ્દર્શન જ્ઞાન અને ધર્મ એટલે પુણ્ય - પાપ જ્ઞાન છે અને જ્ઞાન છે એટલે કે આત્મા છે. પુણ્ય – પાપ આત્મા છે એમ કહ્યું છે. જેમ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, ચારિત્ર એવી નિર્મળતા. આનંદ એ આત્મા છે. તેમ પ્રભુ! પુણ્ય – પાપના ભાવ તે આત્મા છે. એમ ત્યાં કહ્યું, કેમ કે એમાં છે (પર્યાયમાં છે) એટલું જ્ઞાન કરાવવા માટે કહ્યું છે.
કોઈ એમ કહે કે પુણ્ય - પાપ અમને નથી, ધર્મ થયો હોય એ ધર્મી કહે છે કે – અમને પુણ્ય - પાપ જરીએ નથી તેમ માનનારને બતાવવા માટે કહ્યું કે –(પુણ્ય પાપ તે આત્મા છે) જો ધર્મી થયો તો પૂર્ણ દશા પ્રગટ થવી જોઈએ. અને પૂર્ણ નથી અપૂર્ણ છે તો એનાથી વિરુદ્ધભાવ અંદર છે. સમજાણું કાંઈ? અહીંયા તો ભાઈ ! દોરે. દોરાનો ન્યાય છે. એક ન્યાય ફરે તો આખું ચક્ર ફરી જાય છે.
સમયસાર ૭૩ ગાથામાં એમ કહ્યું કે – પુણ્ય ને પાપનો સ્વામી કર્મ છે, આત્મા નહીં. ૭૩ ગાથામાં કહ્યું એ તો વસ્તુના સ્વભાવમાં નથી એ અપેક્ષાએ કહ્યું છે. અહીંયા (પ્રવચનસારમાં) કહે કે પુણ્ય - પાપનો અધિષ્ઠાતા આત્મા છે. પ્રવચનસાર તે દ્રિવ્ય ધ્વનિનો સાર છે. કોઈ એકાન્ત પકડી બેસે તો એમ માર્ગ નથી. ગઈકાલે એ ભાઈ બોલ્યા હતા કે – બધા પડખાથી જાણવું જોઈએ! તમારી વાત તેણે યાદ રાખી છે – મેં સાંભળ્યું. અહીંયા તો પચ્ચીસ વર્ષ પહેલાં બોલ્યા હોય તો પણ એનો ખ્યાલ હોય છે.
અહીંયા કહે છે – પ્રભુ! એકવાર સાંભળ! પાઠમાં (બે વિજ્ઞાન) કહ્યું. ભેદવિજ્ઞાનનો અર્થ બે (વસ્તુ) થઈ ગઈ. એક બાજુ રાગ-દ્વેષ અને એક બાજુ આત્મા. અહીં આત્માને રાગષથી જુદો પાડવો છે. જુદું પાડવામાં બે હોય તો એમાંથી જુદું પડે ને! એકમાં જુદું ન પડે. બૈરાઓ ઘઉંમાંથી કાંકરા વણતા હોય તેને કોઈ પૂછે કે – બેન શું કરો છો? તે કહે - ઘઉં વીણું છું. એ ઘઉં વીણે છે? ઘઉં તો ઝાઝા (વધારે) છે અને કાંકરા થોડા છે. એ કાંકરા વિણે છે. ઘઉં વીણું છું એ કથનનો આશય એવો છે કે અત્યારે દાળ કે ચોખા વણતા નથી પણ ઘઉને વીણે છે – વીણે છે તો કાંકરા, પેલી બીજી ચીજ નથી ( વીણતાં) એટલા માટે ઘઉં વીણું છું એમ કહ્યું. ઘઉં વીણતો નથી, વીણે છે તો કાંકરા જ. સંસારની સ્થિતિમાં પણ આ શૈલી છે.
અહીંયા કહે છે કે – એકવાર સાંભળ! “નિમહિમરતાનાં” એમ કહ્યું... ત્યારે એમાં કંઈક બીજી ચીજ છે, તેનાથી જુદો પાડીને નિજ મહિનામાં લીન થાય છે. આ તો અધ્યાત્મ શાસ્ત્ર એટલે બાપુ!
સમસ્ત પરદ્રવ્યોથી આત્મસ્વરૂપ ભિન્ન છે એવા અનુભવ રૂપ સામર્થ્ય વડે.” ભેદજ્ઞાનની વ્યાખ્યા કરો. રાગ, પુણ્ય આદિના પરિણામ હો.. પણ તેનાથી આ અનુભવ છે તે ભિન્ન છે. “સમસ્ત પરદ્રવ્યોથી આત્મ સ્વરૂપ ભિન્ન છે એવા અનુભવરૂપ (સવા) સામર્થ્ય વડે.” અર્થાત્ તેના બળ વડે. આહાહા! રાગથી ભિન્ન પડવાના બળ વડે. કોઈ રાગને સાથે લઈને એમ કહે છે ને કે – વ્યવહાર પણ મોક્ષનો માર્ગ છે. તો વ્યવહાર સાથે આવે છે?