________________
૧૯૪
કલશામૃત ભાગ-૪ સર્વથા ઉપાદેય છે એમ માનીને અખંડિતધારાપ્રવાહરૂપ અનુભવ કરવાયોગ્ય છે. શાથી ? “તિ શુદ્ધાત્મતત્ત્વય જીવનન્માત્ ણ: સંવર: સાક્ષાત્ સમ્પદ્યતે” (તિ ) નિશ્ચયથી (શુદ્ધાત્મતત્ત્વસ્ય) જીવના શુદ્ધસ્વરૂપની (ઉપલમ્માન્) પ્રાપ્તિ થવાથી ( yષ: સંવર:) નૂતન કર્મના આગમનરૂપ આસવના નિરોધલક્ષણ સંવર ( સાક્ષાત્ સમ્પઘતે) સર્વથા પ્રકારે થાય છે; “સ: મેવિજ્ઞાનત: વ” (સ:) શુદ્ધસ્વરૂપનું પ્રગટપણું (-પ્રાપ્તિ) (મેવવિજ્ઞાનત: ) શુદ્ધસ્વરૂપના અનુભવથી (વ ) નિશ્ચયથી થાય છે; “તસ્માત્” તેથી ( ભેદવિજ્ઞાન પણ વિનાશિક છે તથાપિ ઉપાદેય છે. ૫-૧૨૯.
કળશ નં.-૧૨૯ : ઉપ૨ પ્રવચન
પ્રવચન નં. ૧૨૯
તા. ૨૩/૧૦/’૭૭
“તવ મેવિજ્ઞાનમ્ અતીવ ભાવ્યમ્ (તત્) તે કા૨ણથી”, તે કા૨ણે એટલે પૂર્વે ( ૧૨૮ કળશમાં ) કહ્યું હતું કે – રાગાદિભાવ હોય.... પણ તેનાથી ભિન્ન પડીને, ( વરસ્થિતાનાં ) રાગાદિને દૂર રાખીને અર્થાત્ તેનાથી ભિન્ન આત્મ સ્વભાવનો અનુભવ કરવો.. એ સંવર છે, એ ધર્મ છે.
“તે કારણથી સમસ્ત ૫દ્રવ્યોથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપનો અનુભવ,” રાગ, પુણ્ય – પાપના વિકલ્પો તે આસ્રવ છે, તેનાથી ભિન્ન એટલે રાગથી ભિન્ન આત્માને ભાવવો. એટલે કે જે ૫૨ ઉ૫૨ જે લક્ષ છે તેને છોડીને; ચૈતન્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ પ્રભુ તેની ઉપર લક્ષ કરવું.
–
“[મેવ ] સમસ્ત ૫૨દ્રવ્યોથી ભિન્ન”, પછી તે દેવ, ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ હોય કે – ગુણ – ગુણીના ભેદનો વિકલ્પ હોય એ બધા ૫૨દ્રવ્ય છે. તે પોતાનો ત્રિકાળી સ્વભાવ નથી તેથી તે ૫દ્રવ્ય છે. “સમસ્ત ૫૨દ્રવ્યોથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપનો અનુભવ” ભગવાન શાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ આત્મા તેની સન્મુખ થઈ તેના આનંદનું વેદન કરવું. આત્માનો અનુભવ ક૨વો એટલે કે શાંતિના વેદનમાં આવવું. પુણ્ય – પાપના ભાવ જે અશાંતિ છે; દુઃખ છે, તેનાથી ભિન્ન પડીને પોતાના સ્વરૂપના અનુભવમાં આવવું એ શાંતિ છે. રાગનો ભાવ ભલે સૂક્ષ્મ હોય પણ.... એ દુઃખરૂપ છે. એ રાગથી ભેદ પાડવાનો અર્થ એટલો જ કે – આ રાગ છે. માટે તેને આમ છોડું, ૫૨માંથી લક્ષ છોડીને સ્વમાં આવવું એમાં (થોડો )જરી ભેદજ્ઞાનના રાગનો અંશ રહે છે. જેવું કેવળજ્ઞાનનું સ્વરૂપ છે તેવું એ ભેદજ્ઞાનનું સ્વરૂપ નથી.
અહીંયા કહે છે – “સમસ્ત ૫૨દ્રવ્યોથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપનો અનુભવ” ભગવાન જ્ઞાન સ્વરૂપ પ્રભુ પ્રજ્ઞાબહ્મ છે. પ્રજ્ઞાબહ્મ પ્રભુ એટલે પ્રજ્ઞા નામ જ્ઞાન અને બ્રહ્મ નામ આનંદ એ એનું કાયમી અસલી નિત્ય ધ્રુવ સ્વરૂપ છે. તેને ધ્યેય બનાવી એટલે કે અખંડ પરિપૂર્ણ જે વસ્તુ છે તેને ધ્યેય બનાવીને...! તેનો અર્થ એવો નથી કે આ અખંડ છે માટે તેને ધ્યેય