________________
કલશ-૧૨૯
૧૯૭ મુનિને એક દિવસમાં હજારોવાર છઠ્ઠા - સાતમાની ભૂમિકા આવે છે. સપ્તમ દશામાં એ ઉપયોગ જામી જાય ત્યારે એ પોણી સેકન્ડનો અર્ધો ભાગ ( નિર્વિકલ્પ) રહે. છઠે આવે ત્યારે પોણી સેકન્ડ, લગભગ એનાથી ડબલ ભાગ રહે ત્યારે તેને વિકલ્પ આવે એ પ્રમાદ છે. એટલો પ્રમાદ છે ને ! ભલે.... પંચમહાવ્રતનો વિકલ્પ.. પણ એટલો પ્રમાદ છે, દુઃખ છે, આકુળતા છે. તેનાથી છૂટી અને ઉપયોગમાં જામી જાય અને ત્યાંથી ન ખસે તેને પણ અખંડ ધારાપ્રવાહ કહે છે. એમાંથી ખસી ગયો અને વિકલ્પમાં આવ્યો તો પણ) અંદર જે (નિર્મળતાનો) વિકાસ થયો છે; સમ્યગ્દર્શનશાન – ચારિત્રની જે નિર્મળ પ્રાપ્તિ થઈ છે એ ધારાવાહી કાયમ રહે છે. ભલે તેને વિકલ્પ આવ્યો, તેને પણ અખંડ ધારાવાહી કહેવામાં આવે છે. ભાઈ ! આ તો સંવર અધિકાર છે ને!
અખંડિત ધારાપ્રવાહરૂપ અનુભવ કરવા યોગ્ય છે.” એ સંવર, એ ધર્મ અને એ મોક્ષનો માર્ગ છે. વચ્ચે રાગ આવે, હોય પણ એ દુઃખરૂપ છે.. , આસ્રવ છે, એ ઉપાધિ છે, એ મેલ છે, આહાહા ! એ ઝેર છે. શુભ ઉપયોગ આવે તે ઝેર છે. ભારે વાત ભાઈ ! કેમ કે પ્રભુ આત્મા તો અમૃતનો સાગર, શાંતિનો સાગર છે અને રાગ તો અશાંતિ છે. છતાં પણ કહે છે કે- એ રાગ – અશાંતિનો ભાવ આવે, પણ... જેટલા અંશે સમ્યગ્દર્શન, જ્ઞાન ને શાંતિ પ્રગટી છે તે એમ ને એમ કાયમ રહે છે. તેને પણ અખંડ ધારાપ્રવાહ કહેવામાં આવે છે.
શાથી? વિત્ત શુદ્ધાત્મતત્ત્વસ્ય ઉપગ્માત ષ: સંવર: સાક્ષાત્ સર્પદ્યતે” નિશ્ચયથી જીવના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થવાથી,” શુદ્ધાત્મ તત્વ છે ને ! શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા, એ શુદ્ધ દ્રવ્યના સ્વરૂપની પ્રાપ્તિ થવાથી. એ શુભ-અશુભ રાગથી ભિન્ન પડી અને શુદ્ધ સ્વરૂપ ભગવાન જે શક્તિરૂપે છે, સામર્થ્યરૂપે છે, સ્વભાવરૂપે છે. તેની પર્યાયમાં પ્રાપ્તિ થવાથી. એ શું કહ્યું? અનાદિથી પર્યાયમાં જે રાગ-દ્વેષ અને પુણ્ય –પાપ છે એ તો એકલું મલિન અને દુઃખ છે. એ આસ્રવથી ભિન્ન પડી અને સ્વભાવની શક્તિને, પર્યાયમાં વ્યક્ત – પ્રગટ કરી છે. સમ્યગ્દર્શનમાં જ્ઞાન શાંતિની જેટલી સંપદા પ્રગટી તેટલો શુદ્ધ સ્વરૂપને પામે છે. એ શુદ્ધ સ્વરૂપને પામે છે તેટલો સંવર અને ધર્મ છે.
વિન શુદ્ધાત્મતત્ત્વસ્થ ઉપનગ્માત Pષ: સંવર: સાક્ષાત્ સર્પદ્યતે” નિશ્ચયથી જીવના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થવાથી નૂતન કર્મના આગમનરૂપ આસવના નિરોધ લક્ષણ સંવર સર્વથા પ્રકારે થાય છે;” અંદરના પૂર્ણ સંવરની વાત છે ને! અંદરમાં પૂર્ણ સંવર થઈ ગયો એટલે આસવનો નિરોધ થયો. હવે પુણ્ય - પાપનો ભાવ રહ્યો નહીં. નિરોધ લક્ષણ સંવર છે. (સંવર: સાક્ષાત સમ્પલે) સર્વથા પ્રકારે થાય છે” સાક્ષાનો અર્થ સર્વથા કર્યો. અંદરમાં આત્માના આનંદ સ્વરૂપમાં તહ્ન લીન થતાં અબુદ્ધિપૂર્વકના રાગનો વિકલ્પમાત્ર રહે છે. અંદરમાં ઠરી જાય તેને સાક્ષાત્ સંવર થાય છે. તેને સર્વથા સંવર નામ ધર્મ થાય છે. આ ઉપર ઉપર (ચઢવાની) વાતો છે. આ તો સાતમાના ઉપરની વાતો છે.