________________
૧૯૯
કલશ-૧૨૯
પર્યાય ન હોય તો... પછી કાર્ય તો પર્યાયમાં થાય છે. સમ્યગ્દર્શન પર્યાય છે, મોક્ષમાર્ગ પર્યાય છે, સિદ્ધ પોતે પર્યાય છે, મોક્ષ એ પર્યાય છે. શું એકલા દ્રવ્ય ને ગુણ છે ? છતાં ત્યાં એમ કહ્યું કે – પર્યાયમાત્ર જૂઠ્ઠી છે, અસત્યાર્થ છે, અભૂતાર્થ છે. એ પર્યાયને ગૌણ કરીને અને ત્રિકાળીને મુખ્ય કરીને, નિશ્ચય કરીને કહ્યું છે. નિશ્ચયને મુખ્ય કરીને એમ નહીં. ત્રિકાળી સત્યાર્થ વસ્તુને મુખ્ય કરીને, નિશ્ચય કરીને સત્ય કહ્યું છે. પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહીને સત્યાર્થ કહ્યું છે. આમાં કંઈ ફેર કરે તો મોટો ગોટો ઊઠે.
અગિયાર ગાથામાં ચોખ્ખું કહ્યું છે. તેથી નાથુરામ પ્રેમીએ મુંબઈમાં કહ્યું કે – કુંદકુંદાચાર્યે સમયસારને વેદાંતના ઢાળામાં ઢાળ્યું છે. એ આ ગાથાને સમયસાર ને વેદાંતના ઢાળામાં ઢાળ્યું છે. એ આ ગાથાને લઈને કહેતા. તેમની વાત બિલકુલ ખોટી છે. કારણકે – પર્યાય નથી એમ કહ્યું ને !! પર્યાયને જૂકી છે તેમ કહ્યું તો એકલું દ્રવ્ય રહ્યું તો વેદાંતની પેઠે છે. આ કથન ઉ૫૨થી તેમણે કહ્યું કે સમયસા૨ને કુંદકુંદાચાર્યે વેદાંતના ઢાળામાં ઢાળ્યું છે. તરત જ બીજી ગાથામાં કહ્યું કે - “નીવો પરિતવંસળાવિવો તં દ્ઘિ સસમયનાળ” વેદાંતમાં આ વાત ક્યાં છે?
બીજી ગાથામાં કહ્યું કે “જીવ ચારિત્ર દર્શન જ્ઞાન સ્થિત” (વિદ્દો) ભગવાન, શાન દર્શન ચારિત્ર આત્મા સ્થિત થયો એમ ન લેતાં... આત્મા આમ અર્થાત્ (નિર્મળ પર્યાયમાં ) ઠર્યો... એમ લીધું છે. આત્મા જે પર્યાયમાં એટલે કે રાગ અને પુણ્ય – પાપમાં હતો તે અનાત્મા હતો. ભગવાન પૂર્ણાનંદનો નાથ ! તે પુણ્ય ને પાપના ભાવમાં તો, રાગ પર્યાયમાં તો ત્યારે તેને અનાત્મા કહેવામાં આવ્યો. એ ભગવાન ચિદાનંદ પ્રભુ પોતાના દર્શન જ્ઞાન ચારિત્રમાં અર્થાત્ નિર્મળ પર્યાયમાં સ્થિત છે. તેને આત્મા કહેવામાં આવે છે. આહા ! આવા (વિધવિધ ) પ્રકાર છે.
અહીંયા કહે છે – “સાક્ષાત્ સમ્પદ્યતે” તેમાં આમ લેવું. ત્યાં સર્વથા પૂર્ણ થાય એને લેવું. “સ: મેવવિજ્ઞાનત: વ" શુદ્ધ સ્વરૂપનું પ્રગટપણું” જુઓ ! પછી કહેશે કે – ભેદવિજ્ઞાન નાશવાન છે. કારણકે – હજુ તો અધૂરી દશા છે ને નાશવાન. પૂર્ણ કેવળજ્ઞાન થાય ત્યારે
તેનો નાશ થઈ જાય.
'
“શુદ્ધ સ્વરૂપનું પ્રગટપણું (મેવવિજ્ઞાનત:) શુદ્ધસ્વરૂપના અનુભવથી [ વ ) નિશ્ચયથી થાય છે;” “તસ્માત્ તેથી ભેદવિજ્ઞાન પણ વિનાશિક છે, તથાપિ ઉપાદેય છે.” જુઓ! તે હજુ અધુરી પર્યાય છે ને! તે નાશ થઈ જાય ત્યારે પૂર્ણ કેવળજ્ઞાન થાય. (ભેદવિજ્ઞાનને ) પણ એક વિકલ્પ કહ્યો છે, વિનાશિક – નાશવાન કહ્યો ! ‘તથાપિ ઉપાદેય છે’ એમ કહ્યું છે.
શ્લોક ૧૩૦ માં આવશે. હમણાં (ટીકાકાર ) પોતે કહેશે કે – ભેદવિજ્ઞાન પણ એક વિકલ્પરૂપ છે. (૧૩૦ શ્લોક ) “ત્યાં ભેદવિજ્ઞાન પણ એક વિકલ્પરૂપ છે, કેવળજ્ઞાનની માફક જીવનું શુદ્ધ સ્વરૂપ નથી, તેથી સહજ જ વિનાશિક છે.” ભેદજ્ઞાન છે તે વિકલ્પ છે.