________________
૧૯૨
કલશામૃત ભાગ-૪ બળ તેનું કાર્ય તો સ્વરૂપની નિર્મળ રચના કરવી તે છે. એમાં જેટલી શુભરાગની રચના થાય તેટલી નપુંસકતા - હિજડાય છે. આહાહા! જેમ હિજડાને વીર્ય નથી તો પુત્ર નથી, એમ જેને પુણ્યના પરિણામ થાય છે તેમાં ધર્મની પ્રજા નથી. આવી વાત છે ભગવાન!
એ હિજડાય.. બધા પાછા ફરી ગયા હતા. પહેલાના જમાનામાં નપુંસક – હિજડા બહુ હતા. અમારે રામજીભાઈની શેરી હતી તે પાવૈયાની શેરી હતી. ગોંડલમાં રામજીભાઈ પાવૈયાવાળી શેરીમાં રહેતા. અમારે ત્યાં ઉમરાળામાં પણ પાવૈયા બહુ હતા. જામનગરમાં હિજડા ઘણાં હતા. પોલીસ તેને પકડે પછી વધારે પૈસા આપવા પડે. પચ્ચીસ, પચાસ રૂપિયા તે દિ' તો બહુ કહેવાતા હતા. વિભાગામમાં હિજડા આવ્યા. અને દરબાર પાસે ગયા. અને કહે – જુઓ, અમારા શરીર મોટા છે અને અમે થોડા પૈસે પણ નોકરીમાં રહેશું, દરબારે ના પાડી. એ જાણતા હતા કે – આ હિજડા પાવૈયા છે અને એને વીર્ય તો પડે નહીં તો પણ પછી રાખ્યા.
પહેલાના વખતમાં એવો રિવાજ હતો કે - રાજાની સાથે લડાઈ કરવી હોય તો જંગલમાં ગયેલી ગાયું સાંજે ગામ તરફ પાછી ફરતી હોય તો લડાઈ કરવાવાળા એ ગાયને પાછી વાળે એટલે રાજાએ સમજવું કે – લડાઈ કરો. વિભા ગામની ગાયુને પાછી વાળવા (દરબારે) હિજડાને મોકલ્યા. હિજડા પોલીસ અને શરીર મોટા.. એને જોઈને પેલા બિચારા લાગ્યા હો કે. આ તો મોટા પોલીસ આવ્યા, એમાં નદીનો કાંઠો હોયને તો જરા નીચે ઊતરતા હતા એમ એ હિજડો પોલીસ કાંઈ બોલી બોલ્યો. પોલીસનો (વેશ) અને ભાષા હિજડાની બોલ્યો અને એમાં પેલાઓએ સાંભળ્યું કે – અરે આ તો હિજડા છે. એ પાછા ફર્યા અને (પોલીસ) હિજડા ભાગ્યા ઘરે. “વિભા તારા ખીચડા ખાઈને ગીતડા ગાયા.” દરબાર કહે – અમે કહ્યું નહોતું કે – પાવૈયાઓ તમારું ત્યાં કામ નહીં.
તેમ પુણ્ય – પાપના ભાવની રુચિવાળા હિજડાઓ તમારું ધર્મમાં કામ નહીં. પુણ્યની રુચિ કરનારો મિથ્યાદેષ્ટિ, પાવૈયો હિજડો છે. આહા! શુભભાવમાં ધર્મ કેવો? ધર્મની પ્રજા કેવી ? પાવૈયાને પ્રજા હોય? શુભભાવમાં ધર્મની પ્રજા હોય? એ તો બંધનું કારણ છે.
અહીંયા કહે છે – “તમિન સતિ વર્મમોક્ષ: ભવતિ” શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થતાં કર્મક્ષય અર્થાત્ દ્રવ્યકર્મ - ભાવકર્મનો મૂળથી વિનાશ થાય છે.” ભગવાન શુદ્ધ ચૈતન્ય વસ્તુ... તેની પ્રાપ્તિ થતાં, પર્યાયમાં તેની પવિત્રતા પ્રગટ થતાં કર્મનો મૂળથી નાશ થાય છે. જડ કર્મનો નાશ થઈ જાય અને પુણ્ય – પાપના ભાવનો પણ નાશ થઈ જાય છે. ત્યારે તેને મોક્ષ થાય છે.
આમાં મોટી તકરાર ચાલે છે. વ્યવહારથી થાય. નહીંતર તમારું એકાન્ત છે. તમે તો નિશ્ચયથી મોક્ષ થાય એમ જ એક માનો છો પણ કથંચિત્ નિશ્ચય અને કથંચિત્ વ્યવહાર તેનું નામ અનેકાન્ત છે. અહીંયા પ્રભુ કહે છે – નિશ્ચયથી થાય અને વ્યવહારથી ન થાય તેનું નામ