________________
૧૯૦
કલશામૃત ભાગ-૪ કે વ્યવહારથી જુદો પડે છે. વ્યવહારથી જુદો પડે છે ત્યારે તેને વ્યવહાર કહેવાય છે. એ વ્યવહારને સાથે લઈને મોક્ષ માર્ગમાં અંદરમાં જઈ શકે છે? માટે વ્યવહાર એ કાંઈ મોક્ષનો માર્ગ નથી. સાધકને વચ્ચે આવે... હોય છે, શુભભાવ - ભક્તિ, પૂજા શાસ્ત્રશ્રવણ, મનન એ બધા વિકલ્પો છે તે રાગ છે તે ધર્મીને વચ્ચે આવે છે. પણ એ કાંઈ મોક્ષ કે મોક્ષનો માર્ગ નથી. એ રાગથી આત્માને ભિન્ન પાડવો છે. કારણ કે – સ્વરૂપ જે ચિદાનંદ પ્રભુ છે તે તો વિકારથી ભિન્ન છે. વિકાર ભલે પર્યાયમાં છે. પણ વસ્તુ જે આનંદકંદ પ્રભુ છે તે તો કોઈ દિવસ વિકારમાં આવ્યો જ નથી. ઉણો (હણો) થયો નથી, અપૂર્ણ રહ્યો નથી અને વિકૃતિમાં આવ્યો નથી. જેના ગાણા ગવાય છે એ (તત્ત્વ) એવું છે ને!
આહાહા ! “(Pવિજ્ઞાન) સમસ્ત પરદ્રવ્યોથી આત્મ સ્વરૂપ ભિન્ન છે એવા અનુભવરૂપ સામર્થ્ય વડે.” એ અનુભવરૂપ સામર્થ્ય રાગ છે પણ તેનાથી ભિન્ન પડીને આ
અનુભવરૂપ સામર્થ્ય' એ વડે તેણે ભિન્ન પાડયો છે. રાગને સાથે લઈને એટલે કે મોક્ષમાર્ગમાં રાગનો સાથ છે એમ નથી. અત્યારે મોટા પંડિતો પણ આ તકરાર કરે છે ને ! સોનગઢવાળા વ્યવહારથી થાય તેમ બિલકુલ માનતા જ નથી. માટે નિશ્ચયાભાસ છે એમ કહે છે. ભાઈ તું એકવાર આઠ દિવસ મધ્યસ્થ થઈને સાંભળ! તો તને ખબર પડે ભાઈ ! ભગવાનની ભક્તિનો રાગ હો કે – અંદરના ગુણ – ગુણીના ભેદ તેનો વિકલ્પ હો! પણ રાગ છે! એટલે આ આત્મા છે તે અનંતગુણ સંપન્ન છે અને ભગવાન આત્મદ્રવ્ય એક છે એવો જે વિકલ્પ ઊઠાવવો તે રાગ છે.
પ્રશ્ન- પોતાનું ચિંતવન ન કરવું?
ઉત્તર:- ચિંતવન વિકલ્પથી નહીં કરવું... પરંતુ અંતરમાં એકાગ્રતાથી કરવું. એ તો આપણે ઘણું આવી ગયું છે. વિચાર એ બધું પર છે. શ્લોક ૧૧૦ માં આવે છે. પુણ્ય – પાપ અધિકારનું પાનું છ— ઉપરથી પહેલી લીટી છે.
“સમ્યગ્દષ્ટિનું છે જે યતિપણું શુભ ક્રિયારૂપ, તે મોક્ષનું કારણ છે; કારણકે અનુભવ - જ્ઞાન તથા દયા - વ્રત-તપ-સંયમરૂપ ક્રિયા તે બન્ને મળીને જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષય કરે છે. આવી પ્રતીતિ કેટલાક અજ્ઞાની જીવો કરે છે. મારે તો બીજું કહેવું છે. ત્યાં સમાધાન આમ છે કે- જેટલી શુભ-અશુભ ક્રિયા, બદ્ધિજલ્પરૂપ વિકલ્પ અથવા અંતર્જલ્પરૂપ અથવા દ્રવ્યોના વિચારરૂપ અથવા શુદ્ધસ્વરૂપનો વિચાર ઇત્યાદિ સમસ્ત, કર્મબંધનું કારણ છે.”
- લ્યો કુદરતી આવી ગયું કહ્યું કે-ક્યાં હશે? પણ ૧૧૦ માં છે. ભાઈ ! પેલી કર્મધારા ને જ્ઞાનધારા બન્ને આવે છે. ટીકાના મોટા બે પાના ભર્યા છે. ધર્મીને પણ કર્મધારા ને જ્ઞાનધારા બે હોય છે. શું કહ્યું એ? આત્મા પોતે, શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિ કરીને જેટલી નિર્મળતા પ્રગટ કરી છે તે જ્ઞાનધારા અને અંદર જેટલો રાગ છે તે કર્મધારા. એક સમયમાં બન્ને સાથે હોય છે. તેમાં વિરોધ નથી. વિરોધ એટલે? જેમ મિથ્યાદર્શન અને સમ્યગ્દર્શનમાં વિરોધ છે તેમ (કર્મધારા