________________
૧૮૮
કલશામૃત ભાગ-૪ છે. પરંતુ અહીંયા તો આત્માના આનંદની દશા પ્રગટ થઈ, ક્ષાયિક સમકિત થયું, યથાખ્યાત ચારિત્ર – રમણતા થઈ પણ એ પ્રગટ થયેલી દશા એ તો પર્યાય થઈ, એ પર્યાયમાંથી નવી પર્યાય ઉત્પન્ન નહીં થાય.
ન્યાયથી સમજાય છે ને! ત્યાં પ્રવચનસારમાં એમ લીધું છે કે – પુણ્ય ને પાપના ભાવનો સ્વામી અધિષ્ઠાતા આત્મા છે. એક બાજુ આમ કહે. એના અસ્તિત્વની ધારામાં છે એ જણાવવા માટે અધિષ્ઠાતા કહ્યો છે. પણ હવે તેને આત્મા તરફ વાળી ને મોક્ષમાર્ગ તરફ વાળી દેવો છે. તો (પદ્રવ્ય કહ્યું.)
શ્રોતાઃ- આવી વાતો કરો છો તેમાં અમારે શું સમજવું?
ઉત્તર:- જગતમાં બધા પડખા નથી જાણતા? આમાં પડખા જણાવીએ છીએ. પોતાની વહુનો ભાઈ હોય એને સાળો કહેવાય, અને તેને બેન આપી હોય તો બનેવી કહેવાય! ત્યાં મુંઝાઈ છે?
એ શું કહ્યું? અમારે ઘરમાં એવું છે ને! એક બાજુ સાળો થાય છે અને એક બાજુથી બનેવી થાય છે ત્યાં એ મુંઝાઈ જાય છે? અમારે શું સમજવું? ઘરેથી – બૈરાનો સગોભાઈ તે અપેક્ષાએ સાળો કહેવાય અને વળી પોતાની બહેન આપી હોયતો બનેવી કહેવાય અત્યારે ઘણી જગ્યાએ આવું હોય છે બધી ખબર છે ને!
શ્રોતા- તમને ક્યાંથી ખબર પડે?
ઉત્તર અમારે તો ઘરમાં જ હતું ને કુંવરજીભાઈ તે અમારા ભાગીદાર હતા ને! તેનો દિકરો મનસુખ એને ઘરે છોટાભાઈની બહેન છે છોટાભાઈ એના બનેવી થાય છે. છોટાભાઈ તો અત્યારે ગુજરી ગયા છે. એ કાકા ફઇના એટલો ફેર છે. એટલું ! પોતાનો સાળો હોય અને પોતાનો બનેવી હોય બેય જોયું છે. અત્યારે ઘણાંને ત્યાં આમ હોય છે એ કહે છે ને અમારે શું સમજવું? ત્યાં સાળો... બનેવી એ સરખાઈનો (બરોબર) સમજે. અહીંયા જ્યાં બીજું પડખું આવે છે ત્યાં તો કઠણ પડે છે.
અહીંયા કહે છે – પ્રભુ એકવાર સાંભળ તો ખરો ! જ્યારે એમ કહ્યું કે - પુષ્ય ને પાપના ભાવનો સ્વામી – અધિષ્ઠાતા ભગવાન આત્મા છે એમ કહ્યું ત્યાં એના અસ્તિત્વમાં છે. તેનું જ્ઞાન કરાવ્યું છે. એ (ભાવો) કાંઈ પરના અસ્તિત્વમાં નથી એવું પ્રમાણજ્ઞાનમાં છે. નિશ્ચયનયનું જ્ઞાન કરાવી એટલે પૂર્ણમાં નથી. પણ સાથે પ્રમાણમાં પર્યાયનું જ્ઞાન ભેગું કરીને તેનો સ્વામી તું છો એમ બતાવ્યું. હવે જ્યારે તેને કાઢી નાખવું છે તો (એ ભાવો) ત્રિકાળમાં નથી. એટલે કે એ વસ્તુ (પુણ્ય – પાપના ભાવો ) મારામાં નથી. એ મારામાં નથી અર્થાત્ ત્રિકાળમાં નથી એમ ! પર્યાયમાં છે એ જુદી વસ્તુ છે. મારી ત્રિકાળી ચીજ છે એમાં નથી. ક્ષણિકમાં હો તો એ વસ્તુ મારે છોડવા લાયક છે. સમજાણું કાંઈ?
સમયસાર – સર્વ વિશુદ્ધ અધિકાર (૪૦૪ ગાથા) માં આવે છે ને કે – ધર્મ - અધર્મ