________________
કલશ-૧૨૮
૧૮૭
પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને” એ રિ કોણ ? રાગ ને દ્વેષ ને અજ્ઞાનને ઠરે તેવો ભગવાન હિર. આવો પંચાધ્યાયમાં પાઠ છે. હિર એટલે જે રાગને, દ્વેષને, વિકા૨ના મલિન ભાવને ઠરે... અને પોતાની શક્તિની પૂર્ણતા પ્રાપ્ત કરે તે પ્રભુ હરિ છે.
એ લોકો રાડો પાડે છે ને કે – વ્યવહા૨ ને વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને એ પણ મોક્ષનો માર્ગ છે. ના.. ના., એ તો બધો વિકલ્પ છે. એ રાગ બંધનું કારણ છે. રાગ હોય ભલે પણ તે છે બંધનું કા૨ણ.
અહીંયા તો કહે છે – “પુછ્યાં નિનમહિમરતાનાં શુદ્ધતત્ત્વોપલમ્મ: ભવતિ” નિજ આનંદ સ્વરૂપમાં લીનતા કરવાવાળા એ પોતાના પૂર્ણ સ્વરૂપને તે પ્રાપ્ત કરે છે. વચ્ચે જે આસ્રવ આવે વ્રત ભક્તિ પૂજા આદિ એ બધો વિકલ્પ છે, એ તો રાગ છે. આહાહા ! એ મોક્ષનું કા૨ણ નથી. આવો માર્ગ છે.
66
‘આત્મ વસ્તુ તેની પ્રાપ્તિ થાય છે; “નિયતમ્” અવશ્ય થાય છે” જરૂર થાય છે. જેણે આત્માના પૂર્ણાનંદના નાથને અંદર એકાગ્ર કરીને જોયો, અનુભવ્યો, તેને જરૂ૨ ૫૨માત્મા પ્રાપ્ત થશે. ભલે એક ભવ કે બે ભવ લાગે હોં ! પણ જેને અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ એમાં જેની લીનતા ને એકાગ્રતા વર્તે છે, તે અલ્પકાળમાં શુદ્ધ ૫૨માત્મપદને ( ભવત્તિ: ) પ્રાસ ક૨શે. (નિયતા ) નિશ્ચયથી તેનો અર્થ ‘અવશ્ય’ કર્યો. નિશ્ચયથી પાછું એમ કહો કે – ખરેખર પામશે તેનો અર્થ એમ કે – ‘અવશ્ય’ પામશે એમ કર્યો. એમ કેમ જો૨ દીધું છે ? કે – એવા માનનારા જીવો છે કે – વ્રત કરીએ અને તપસ્યા કરીએ, પૂજા કરીએ, ભક્તિ કરીએ, દાન કરીએ તો એનાથી થાય છે, એ વાતનો નિષેધ કરવા માટે અહીં (નિયતં) વાત લીધી.
“શા વડે થાય છે ? “મેવવિજ્ઞાનશત્યા” સમસ્ત ૫૨દ્રવ્યોથી આત્મ સ્વરૂપ ભિન્ન છે. એવા અનુભવરૂપ સામર્થ્ય વડે.” જુઓ, પહેલાં ‘નિનમહિમરતાનાં' તેમ કહ્યું હતું ને ! ૫૨થી કાંઈક ભિન્ન પડે છે કે નહીં ? કાંઈક બીજી ચીજ છે... જો ન હોય તો અંતરથી આમાં (નિજમાં) લીન થા. એમ કેમ કહે છે? આ એકમાં આ બાજુ (વળ્યો ) છે. ભલે ! પુણ્ય પાપના ભાવ પર્યાયમાં હો ! પણ વસ્તુ જે છે તે તેનાથી ભિન્ન છે. સમજાણું કાંઈ ?
‘સમસ્ત પરદ્રવ્યોથી” પરદ્રવ્ય શબ્દે અહીંયા અત્યારે પુણ્ય પાપના ભાવને ૫૨દ્રવ્યમાં નાખવાના છે. તે સ્વચીજ, ત્રિકાળી ચીજમાં નથી... માટે પુણ્ય – પાપના ભાવ પણ ૫૨દ્રવ્ય તરીકે છે. નિયમસારમાં તો ત્યાં સુધી લીધું કે – આત્માના આશ્રયે જે સમ્યગ્દર્શન જ્ઞાન પર્યાય પ્રગટે તેને તો અમે ૫દ્રવ્ય કહીએ છીએ. ધ્યાન રાખજો ! કેમ ૫૨દ્રવ્ય કહીએ છીએ ? જેમ ૫દ્રવ્યમાંથી નવી નિર્મળ પર્યાય પ્રગટ થતી નથી. એ નિર્મળ પર્યાય પ્રગટ થઈ, મોક્ષમાર્ગ પ્રગટ થયો, પણ એમાંથી હવે નવી પર્યાય પ્રગટ નહીં થાય, પ્રગટ થશે દ્રવ્યમાંથી. ક્યાં કરવી એ વાત ?
શ૨ી૨, કર્મ, માટી – ધૂળ એ તો ૫૨દ્રવ્ય છે જ. પુણ્ય પાપના ભાવ એ અપેક્ષાએ ૫૨દ્રવ્ય
66