________________
કલશ-૧૨૮
૧૮૫ કહ્યું કે – પુણ્ય ને પાપનો સ્વામી કર્મ છે. એ કઈ અપેક્ષાએ કહ્યું? કઈ નયનું વાક્ય છે? એ રાગથી ભિન્ન પડેલી સ્વભાવને લક્ષમાં લેનાર અધિક દશા છે, એ પુણ્ય - પાપનો સ્વામી કર્મ છે તું નહીં એમ બતાવ્યું છે. પરંતુ જ્યારે તેને પાછું એમ થઈ જાય છે કે – પુણ્ય ને પાપ મારામાં છે જ નહીં તો ત્યાં તેને એમ બતાવવું છે કે – ભગવાન જેટલી ભૂલ તારામાં છે તેનો સ્વામી - અધિષ્ઠાતા તું છો.
અહીંયા કહે છે – એ પુણ્ય - પાપ છે ખરાં “ટૂરિસ્થતાનાં' એ આગળ કહેશે. અહીંયા તો સંવર કરવો છે ને તેથી નિજ આનંદ સ્વરૂપ પ્રભુ.... જે નિત્યાનંદ ધ્રુવ એમાં જેની મહિમા છે. મહિમા એટલે એમાં જેનું આચરણ થઈને લીન થયો છે. મારો નાથ પૂર્ણાનંદનો પ્રભુ છે એવી જેને અંતરમાં મહિમા આવી છે.... તે વસ્તુમાં લીન થાય છે. નિનમદિરતાનાં' એ લીનતા તે સંવર અને ધર્મ છે.
એવી જે આત્મવસ્તુ તેની પ્રાપ્તિ થાય છે” કોને? કે – જે ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપનો અનુભવ કરે અને અતીન્દ્રિય આનંદનું વેદન કરે એ અતીન્દ્રિય વેદનના ધારાવાહીથી તેને પૂર્ણ આત્માની પ્રાપ્તિ થાય છે – પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. અહીંયા અસ્તિથી વાત લીધી છે. (ટૂરેસ્થિતાનાં) તે પછી લેશે. આવી વાતો છે! મારગડા બહુ જુદા બાપુ!
(શુદ્ધતત્ત્વોપન:) સકળ કર્મથી રહિત” પરમાત્મદશાની તેને પ્રાપ્તિ થાય છે. જેને (સમયસાર) અગિયારમી ગાથામાં તો એમ કહ્યું કે – પરમાત્મદશા એ અભૂતાર્થ છે, જૂહી છે, અર્થાત્ સાચી નથી. કેમકે પર્યાયમાત્ર અસત્યાર્થ છે એમ કહ્યું છે. અભૂતાર્થ કહો, અસત્યાર્થ કહો, જુહી કહો....! પરંતુ એ બધી પર્યાયોને ગૌણ કરીને નથી એમ કહ્યું છે. તેનો અભાવ કરીને નથી એમ કહ્યું નથી. અહીંયા આમ કહ્યું. ત્યાં ( પ્રવચનસારમાં) પ્રમાણજ્ઞાનમાં એમ કહ્યું કે – (રાગ) એની પર્યાયમાં છે અને (આત્મા) તેનો અધિષ્ઠાતા છે. પરદ્રવ્યની સાથે શું સંબંધ છે? પરદ્રવ્ય તેના કારણે પલટી રહ્યું છે. બાહ્યમાં, તે તારી પર્યાયથી બાહ્ય છે.... અને તારી પર્યાય તે દ્રવ્યથી બાહ્ય પલટી રહી છે. એમાં તારે પરની સાથે શું સંબંધ છે? રાગાદિ નીકળી જાય છે માટે તેને પુદ્ગલના પરિણામ પણ કહ્યાં છે.
એ પ્રશ્ન જયપુર થયો હતો. વર્ણીજીના શિષ્ય છે તે અત્યારે ક્ષુલ્લક છે. તે અજમેરથી ખાસ આવ્યા હતા. તેમણે પ્રશ્ન કર્યો હતો કે આ શુભાશુભભાવને પગલના પરિણામ કેમ કહ્યાં? શિખરજીથી કે બીજે ક્યાંયથી જયપુર આવ્યા હતા. તેઓ રેલ્વેમાં બેસતા. ક્ષુલ્લકથી રેલ્વેમાં ન બેસાય. અત્યારે તો બહારની ક્રિયા ક્યાં સાચી છે !! અત્યારે તો બહારની ક્રિયાએ ક્યાં સાચી છે.
શ્રોતા- પંચમકાળે ક્ષુલ્લક એવા જ હોય!
ઉત્તર- પંચમકાળના એવા ન હોય. ચોથા કાળે લોટનો શીરો થાય અને પંચમકાળમાં માટીનો થાય એમ હશે? ચોથા આરામાં ઘી નો થાય અને પાંચમા આરામાં પાણીનો થાય?