________________
કલશ-૧૨૮
સ્વભાવ, શુદ્ધ સ્વભાવ એની સન્મુખમાં – એમાં મગ્ન છે એ ‘નિજમહિમરતાનાં' છે. પ્રશ્ન:- મગ્ન એટલે ?
૧૮૩
ઉત્ત૨:- મગ્ન એટલે એકાગ્ર – લીન છે. જોડે રાગ – દ્વેષ હોવા છતાં, તેનાથી પૃથક થઈ અને નિજ સ્વરૂપ આનંદકંદ પ્રભુ એમાં રત – લીન છે એકાગ્ર છે. તેનું નામ સંવ૨ અને ધર્મ કહેવાય છે. આનંદ કહો કે સંવ૨ કહો બધી એક જ વાત છે ભાષા ફેર છે. આવી વાત છે.
–
“નિનમહિમરતાનાં” ભગવાન આત્મા શરીર વાણીથી તો ભિન્ન છે નામ જુદો છે. તો પણ દયા-દાન–વ્રત – ભક્તિના પરિણામ અને કામ – ક્રોધના ભાવ તેનાથી ભગવાન અંદર ભિન્ન છે. એની પર્યાય જે છે તેને નિજ ૫૨માત્મ સ્વરૂપમાં લીન કરવી તે આનંદનો અનુભવ છે. સંવ૨ કહો, કે – આનંદનો અનુભવ કહો કે – સમ્યગ્દર્શન કહો, કે –જ્ઞાનનો અનુભવ કહો કે – મોક્ષમાર્ગ કહો એક જ વાત છે. ઝીણી વાત છે. લોકો ( બહારની ક્રિયા )માં સંવર માને છે. ત્યાં જામનગરમાં બહુ ચાલે છે. આઠમ – ચૌદશના સામાયિક પોષા કરે તો સંવર થઈ ગયો. બાપુ ! એ સંવરનું (સ્વરૂપ ) નથી.
આત્મા તો એક સેકન્ડના અસંખ્યાત ભાગમાં પૂર્ણ શુદ્ધ ચિદાનંદઘન છે. તે એકલો જ્ઞાન૨સ અને આનંદ૨સનું રૂપ છે તે વસ્તુ નિજ છે. તેમાં પુણ્ય – પાપ છે એ કાંઈ નિજ ચીજ નથી. શ૨ી૨, મન, વાણી એ તો ૫૨ છે, તે તો ક્યાંય દૂર છે.
‘નિનમદિમતાનાં' પહેલો શબ્દ આ છે. એ આનંદઘન પ્રભુ... સત્ ચિદાનંદ, સત્ શાશ્વત ચિદાનંદ જ્ઞાન ને આનંદનું પૂર છે. એમાં જે એકાગ્ર થાય છે એટલે કે લીન થાય છે એટલે કે તેના સ્વભાવ સન્મુખમાં.... અતીન્દ્રિય આનંદનો સ્વાદ લ્યે છે... તેને સંવ૨ કહેવામાં આવે છે, તેને ધર્મ કહેવામાં આવે છે. ધર્મી એવો જે આત્મા – વસ્તુ ! એનો જે ધર્મ અનાદિ આનંદ, શાંતિ, સ્વચ્છતા એનો ધર્મ નામ સ્વભાવ તેની સન્મુખ થઈ અને જે આનંદ, શાંતિની પર્યાય થાય એ ‘નિજમહિમ૨તાનાં ' તેને સંવ૨ અને ધર્મ કહે છે. આહાહા ! આવી વાતો છે.
,
‘નિનમહિમરતાનાં’ પહેલો શબ્દ આ છે. અનાદિ કાળથી રાગ અને દ્વેષ, પુણ્ય અને પાપભાવ એ મારું સ્વરૂપ છે એમ માની ને એમાં લીન છે તે મિથ્યાર્દષ્ટિ દુઃખના વેદનારા છે. ભગવાન આત્મા !ચિન... સચિદાનંદ સત્.. સત્ શાશ્વત વસ્તુ એક સમયમાં ધ્રુવ છે, તેમાં અનંતજ્ઞાન, અનંતઆનંદ, અનંતબળ, અનંતવીર્ય આદિ પડયા છે. અનંત શક્તિ સ્વરૂપ (પ્રભુ ) તેની સન્મુખ થઈને... અને રાગ – દ્વેષના પરિણામથી વિમુખ થઈને, આનંદઘન પ્રભુમાં લીન થવું.
‘નિન’ શબ્દમાં ૫૨માત્મ સ્વરૂપ છે. ૫૨માત્મા ૫૨મ આત્મા, ૫૨મ સ્વરૂપ તેનું પૂર્ણ સ્વરૂપ તેમાં જે લીન છે. જેણે પુણ્ય ને પાપના ભાવની દશાની દિશા ફેરવી નાખી છે કેમકે એ દશા વિકારી છે... તેથી તેની દિશા ફેરવી નાખી છે, ગુંલાટ મારી છે, જેણે પલટો માર્યો છે. ‘નિનમહિમરતાનાં’ એવો જે સ્વભાવ... ત્રિકાળી પ્રભુ ચૈતન્યનો સ્વભાવ, આનંદ,