________________
૧૮૪
કલામૃત ભાગ-૪ જ્ઞાન અને શાંતિ એમાં જેની એકાગ્રતા છે. “રતાનાં' શબ્દ પડ્યો છે. “નિગમદિરતાન' રત છે – લીન છે. એમાં જેની એકાગ્રતા છે. “મગ્ન છે જે કોઈ, - તેમને”(શુદ્ધતત્ત્વોપનમ: ભવતિ) તેને પર્યાયમાં પરમાત્મપદ પ્રાપ્ત થશે. સિદ્ધપદ કહો કે પરમાત્મપદ કહો એવો મોક્ષ તેને પ્રાપ્ત થશે. એ જે નિજ મહિમામાં લીન છે તેને પ્રાપ્ત થશે.
પ્રશ્ન- નિજ મહિમા એટલે શું?
ઉત્તર- એ તો કહ્યું ને! આ નિજ પરમાત્મપદ સ્વરૂપ હું છું એવું જેને મહામ્ય આવ્યું છે અને પુણ્ય ને પાપની પર્યાયનું મહાભ્ય જેને છૂટી ગયું છે. મહિમા નામ અધિકતા, અચિંત્યતા, વિશેષતા પરની અધિકતા, વિશેષતા, અચિંત્યતા, આશ્રયતા છૂટી ગઈ છે અને સ્વની અચિંત્યતા,
સ્વભાવની વિશેષતા – અભૂતતા જેની દૃષ્ટિમાં આવી છે. આગળ કહેશે – તેને હજુ રાગ – વૈષ છે. છેલ્લે ત્રીજા પદમાં શબ્દ છે. “સૂરસ્થતાના”
એક બાજુ એમ કહે કે – પુણ્ય ને પાપના ભાવ એ જીવના સત્ત્વમાં છે. જેમ દ્રવ્ય ને ગુણ સત્ત્વ છે તેમ પર્યાય પણ તેનું સત્ત્વ છે. એ પર્યાયમાં જે પુણ્ય - પાપ અને મિથ્યાત્વ છે તે તેની પર્યાયના સત્ત્વમાં છે. તેથી પ્રમાણજ્ઞાનવાળો, શ્રુત પ્રમાણજ્ઞાનવાળો એમ જાણે કે – મારી ચીજ તો ત્રિકાળી શુદ્ધ મહિમાવાની છે અને પર્યાયમાં પુણ્ય ને પાપના ભાવ છે તેને પણ શ્રુતપ્રમાણમાં જાણે. મારામાં છે (તેમ જાણે).
ગઈકાલે કહ્યું હતું ને કે એક બાજુ સમયસાર ૭૩ ગાથામાં એમ કહે કે – પુણ્ય ને પાપના ભાવનો સ્વામી કર્મ છે. બીજી બાજુ એમ કહે કે – પુણ્ય પાપનો સ્વામી આત્મા છે. ગઈકાલે કહ્યું હતું કે – ૪૭ નય શ્રુતપ્રમાણ છે. ત્યાં (આત્માને ) રાગનો અધિષ્ઠાતા કહ્યો છે ને ! અરે પ્રભુની વાણી તો જુઓ! આ અનેકાન્ત છે. એક બાજુ એમ કહે કે – પુણ્ય ને પાપ ભાવ મારા છે તેમ માને તો મિથ્યાત્વ છે. એ પુણ્ય – પાપનો સ્વામી ખરેખર તો કર્મ છે. બીજી બાજુ એમ કહે કે – ધર્મી જીવ પોતાના નિજ મહિનામાં લીન છે તે તો સંવર છે. પણ બાકીના જેટલા રાગ - વૈષ છે તે મારામાં છે, મારાથી છે, તેનો કર્તા અને ભોકતા હું છું.
શ્રોતા-મારી પરિણતિ કલ્માષિત છે.
ઉત્તર- અધિષ્ઠાતા છે એ તો ( પ્રવચનસારમાં) કહ્યું. સમયસારમાં ત્રીજા કળશમાં અમૃતચંદ્રાચાર્ય મુનિરાજ જેને ત્રણ કષાયનો અભાવ છે અને મહાજ્ઞાન (વાન) છે. ચોથા, પાંચમા ગુણસ્થાનથી તો ક્યાંય અંદર વધી ગયા છે એ મુનિરાજ એમ કહે છે – પ્રભુ મને અનાદિની અશુધ્ધતાની કલુષતા છે. એ દુઃખનું વદન મને અનાદિનું છે. અત્યારે હું મુનિ થયો છું, વીતરાગ દશા છે ત્રણ કષાયના અભાવરૂપ, છતાં પણ એ સંજવલનનો રાગ છે તે (કલ્માષિતામ્ ) કલુષિત ભાવ છે. મુનિ શુભભાવમાં હોય છે, તેને અશુભ ભાવ તો હોતો નથી. એ શુભભાવ કલુષિત અને મલિન છે. આહાહા! મુનિ એમ કહે છે કે – મને હજુ પર્યાયમાં કલુષિતતા છે – અહીંયા શ્રુત પ્રમાણમાં આમ કહ્યું. ત્યાં કર્તાકર્મ અધિકારમાં એમ