________________
૧૮૦
કલશામૃત ભાગ-૪ એ લોકો એમ કહે કે સોનગઢવાળા એકલા નિશ્ચયની જ વાતો કરે છે. પણ... બાપુ! નિશ્ચય એટલે સત્ય. આ તો અનુભવની પર્યાય છે એ સત્ય છે. રાગ આવે છે પણ તે અસત્ય છે. સ્વમાનથી વિરુદ્ધ છે. બહાર માથા ફરી ગયા હોય છે... અને ભ્રમણામાં ભમી ગયો... બહિરાત્મા થયો. બહિર્ અર્થાત્ પોતાના શુદ્ધ આનંદ સ્વરૂપને છોડી અને પુણ્ય-પાપના નિમિત્તો છે તેના લક્ષે વિકાર વાસમાં વસી રહ્યો છે. એ પણ અનાદિથી ધારાવાહી વસે છે. એમાં વચ્ચે શુદ્ધતા આવવા દેતો નથી.
આત્મામાં, અંદર શુદ્ધ સ્વરૂપ આનંદનો નાથ પ્રભુ છે જે ૫૨માત્મ સ્વરૂપે જ પ્રભુ આત્મા છે. એના શક્તિ અને સ્વભાવ ૫૨માત્મા સ્વરૂપ જ છે. એવા ૫૨માત્મ સ્વરૂપને દૃષ્ટિમાં–જ્ઞાનમાં પ્રત્યક્ષપણે પામીને... તેની પ્રતીત થઈ છે. એ પ્રતીતને જે પ્રત્યક્ષ જ્ઞાનનું વેદન થાય છે તે કાયમ રહે છે. ભલે વિકલ્પ આવ્યો, શુભ આવ્યો કે અશુભ આવ્યો હોય ! સમકિતી ગૃહસ્થાશ્રમમાં છે તો અશુભરાગ પણ ૨ળવાનો-કમાવાનો એવો પણ ભાવ થાય છતાં પેલી જે શુદ્ઘ દ્રવ્યદૃષ્ટિ અંદર પ્રગટ થઈ છે તે પવિત્રતા કોઈ દિવસ ખંડિત થતી નથી. એ કાયમ છે. સમજાણું કાંઈ ? આજનો શ્લોક ઝીણો છે.
બાપુ ! ભગવાન તારું સ્વરૂપ જ અલૌકિક છે. કહે છે કે – વિકલ્પમાં આવ્યો તે દુઃખના વેદનમાં આવ્યો. છતાં જે શક્તિની વ્યક્તિ પ્રગટ થઈ છે તે તો અંદર ધારાવાહી રહે છે. આમાં સમજાય છે?
“(વોધનેન) ભાવશ્રુતજ્ઞાન વડે. કેવું છે” (ભાવશ્રુતજ્ઞાન ?) ધારાવાહિક છે... ભાવશ્રુત હોં ! દ્રવ્યશ્રુત-શાસ્ત્રનું જ્ઞાન એની આ વાત નથી. શાસ્ત્રનું જ્ઞાન તે કંઈ જ્ઞાન નથી. એ તો ૫૨લક્ષી છે. અંત૨માં જ્ઞાનનો નાથ... મહા સરોવર – સાગર એને અંદર સ્પર્શીને જે જ્ઞાન થાય તેને જ્ઞાન કહેવાય છે. પછી તે અગિયાર અંગને નવપૂર્વની લબ્ધિ હોય છતાં તે જ્ઞાન નહીં...... એ ભાવશ્રુત નહીં. ભાવશ્રુતજ્ઞાન તો ભગવાન જ્ઞાનબિંબ ચૈતન્યમૂર્તિ પ્રભુ તેને લક્ષે જે જ્ઞાન થાય તે જ્ઞાન. જ્ઞાન સ્વભાવી સાગર તેની શ્રદ્ધા ને જ્ઞાનને સ્પર્શીને જે જ્ઞાન થયું તે જ્ઞાનને અહીંયા ભાવશ્રુતજ્ઞાન કહે છે. એ ભાવશ્રુતજ્ઞાનને ધારાવાહિક રાખવું.
ધારાવાહિકના બે પ્રકા૨ છે. અંદરમાં ઉપયોગ જામી ગયો, બહાર ન આવે તેને પણ ધારાવાહિક કહે છે. (ત્રિકાળ સ્વભાવ ) એનાથી ઉપયોગ ખસી ગયો પણ ભાવજ્ઞાન દ્વારા પ્રતીતને અનુભવ થયો છે, એ પવિત્રતા કાયમ લબ્ધરૂપે રહે છે તેને પણ ધારાવાહિક કહે છે. સમજાણું કાંઈ ?
આહાહા ! સમ્યગ્દષ્ટિ ચક્રવર્તી હોય, છન્નુ હજાર તો જેને રાણીઓ હોય, છન્નુ કરોડ પાયદળ, છન્નુ કરોડ ગામ અને તેને ભોગવું એવો ભાવેય આવે, એ કાળે સમકિતી જ્ઞાનીને અંદર જે શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન નિર્મળતા પ્રગટ થઈ છે તેને હવે આવરણ નથી. સમજાય છે ? આરે... તે ભગવાન છે બાપા !