________________
૧૭૮
કલશામૃત ભાગ-૪ આ વળી ભારે! આત્માનો આસ્વાદ નામ સ્વાદ કેવો? સ્વાદ તો આ દાળનો, ભાતનો, મરચાંનો, લીંબુનો.. તેનો સ્વાદ કહેવાય, ગળપણનો – સાકરનો, મીઠાનો એનો સ્વાદ હોય ? અરે એ તો જડ છે. તેનો સ્વાદ ક્યાં છે? જીવને એનો સ્વાદ આવતો જ નથી. અજ્ઞાનનું તેમાં લક્ષ જતાં. તેમાં રાગ કરે અને દ્વેષ કરે તેનો તેને સ્વાદ આવે છે. અહીં કહે છે – એને ( રાગ-દ્વેષના સ્વાદને) છોડીને આત્માનો સ્વાદ કરે છે.
વિષયની રમતમાં પણ આત્મા કાંઈ શરીરને અડતો પણ નથી. આ ઠીક છે તેવો ફક્ત રાગ કરે છે. અને રાગના સ્વાદને લ્ય છે, તે શરીરનો નહીં. શરીર તો હાડકાં, ચામડાં, માટીધૂળ છે. વિષયની રમતું પણ રાગમાં રમે છે.. પરમાં નહીં. હવે કહે છે કે – સ્વ વિષયની રમતમાં એટલે આનંદના સ્વાદમાં રમ હવે. પાઠમાં મૂળ શબ્દો હવે આવશે – “શા વડે? (વોઇનેન) ભાવશ્રુતજ્ઞાન વડે” આસ્વાદતો થકો. એકલું શાસ્ત્રનું જ્ઞાન તેના વડે નહીં. અંતરમાં આત્મા તરફ વળેલું જે ભાવશ્રુતજ્ઞાન, જેમાં રાગની અપેક્ષા નથી એવા નિર્મળ ભાવશ્રુતજ્ઞાન વડે આત્માને અનુભવતો... એમ કહે છે.
કેવું છે(ભાવશ્રુતજ્ઞાન)? “ધારાવાદિના' અખંડિતધારા પ્રવાહરૂપ નિરંતર પ્રવર્તે છે.” ખરો અર્થ હવે અહીંયા છેલ્લે છે. અખંડિત અને ધારાવાહી એમ બે શબ્દ લીધા છે તેના બે પ્રકારે, અર્થ છે. એક... તો... આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવમાં ઉપયોગ અંદર વર્તતો હોય.. તેને ધારાવાહી કહે છે. એમાંથી નીકળવું નહીં તેને ધારાવાહી કહે છે. બીજું ધારાવાહી એ કે – સ્વરૂપનો અનુભવ થયો છે. પણ ઉપયોગ અંદરમાં નથી જોડાતો, શુદ્ધતાની પરિણતિ પ્રગટ થઈ છે તેને ધારાવાહી કહે છે. (ઉપયોગ) ભલે વિકલ્પમાં આવ્યો પણ પેલી શુદ્ધ પરિણતિ છે તે ધારાવાહી રહે છે.
શું કહ્યું? ફરીને , અંદરમાં એક ઉપયોગ રહી ગયો છે. ધ્યાતા, ધ્યાન ને ધ્યેય તેવા ત્રણ (ભેદને) છોડી દઈને.. એકલો આનંદનો નાથ.. તેને અનુભવું છું તેવો પણ ત્યાં ભેદ નથી. ઉપયોગ અંદરમાં- ચૈતન્યમાં એકાકાર થઈ ગયો છે. જેને હવે બુદ્ધિપૂર્વક વિકલ્પ રહ્યો નથી... અબુદ્ધિપૂર્વક રહ્યો તે પરમાં જાય છે. અંદરમાં આનંદમાં શુદ્ધઉપયોગ જામી ગયો છે અને એમાં ને એમાં અખંડ રહેવું છે.. બહાર વિકલ્પમાં આવવું જ નહીં તેનું પહેલાં નંબરનું ધારાવાહિક છે.
બીજું ધારાવાહિક એ કે – શુદ્ધ સ્વરૂપ પ્રભુનો આનંદ સ્વાદ આવ્યો. ઉપયોગ અંદરમાં હતો પણ હવે તે ઉપયોગ વિકલ્પમાં આવી ગયો છે. પેલી શુદ્ધ પરિણતિ છે તે ધારાવાહિક રહે છે. છેદમસ્થ છે, વિકલ્પમાં હજુ આવે છે... કેમકે હજુ વીતરાગ થયા નથી, છતાં જે શુદ્ધ ચૈતન્યની શ્રદ્ધા, જ્ઞાન ને રમણતાની જે પરિણતિ થઈ છે એ ધારાવાહી કાયમ રહે છે. સમજાણું કાંઈ ?
ફરીને.... શુદ્ધ જ્ઞાનમ્ ધારાવાહી પ્રવર્તે છે. આપણે ક્યાં કાંઈ પુનરુક્તિ લાગતી નથી.