________________
૧૭૬
કલશામૃત ભાગ-૪ (થાય છે.) એ શુદ્ધ સ્વરૂપ જે પવિત્ર છે તે પુણ્ય-પાપના ભાવથી રહિત છે તેને પામ. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે જે આત્મા, એ પોતાના સ્વરૂપને પુણ્ય-પાપના ભાવથી રહિત થઈને અંદર પામે છે. અંતરજ્ઞાનમાં આવતાં તે પોતાના શુધ્ધ સ્વરૂપને પામે છે. આવું છે! બહારની ધમાધમમાં તું (ખોવાઈ ગયો).
શ્રોતા:- બહાર પ્રભાવના થાય છે.
ઉત્તર- પ્રભાવના બહાર થતી હશે કે અહીં થાય ! અંદરમાં શુભભાવ હોય તો વ્યવહાર પ્રભાવના કહેવાય. નિશ્ચય પ્રભાવના તો તેને કહીએ જે શુદ્ધ સ્વરૂપ અને પુણ્ય-પાપથી રહિત છે. પરિણતિને પવિત્ર કરવી તે પ્રભાવના છે. આહાહા ! આવી વાતો છે!
પ્ર... ભાવના, પ્ર નામ વિશેષે ભાવના, ભગવાન ભાવસ્વરૂપ છે તેની પરિણતિને આનંદ સ્વરૂપ નિર્મળ પ્રગટ કરવી તે પ્રભાવના છે. આહાહા ! વ્યવહાર હોય, રાગાદિ હોય છે... પણ તે હેય તરીકે છે, તે અવલંબન કરવા લાયક નથી. (વ્યવહાર) જાણવા લાયક છે. સમજાણું કાંઈ ?
અરે ચોરાસીના અવતારમાં એને માંડ આવો અવતાર મળ્યો છે. અનંતકાળથી નરક ને નિગોદમાંથી ક્યાં નીકળ્યો તો ભાઈ ! આ તારી અનાદિની સ્થિતિ છે. ચોરાસીની યોનિમાં ભવાબ્ધિમાં અર્થાત્ ભવરૂપી દરિયામાં ડૂબકી મારતો હતો... તેમાં પ્રભુ તને વખત મળ્યો નહીં. હવે મનુષ્યપણાનો અવસર આવ્યો છે તેથી હવે આ કર ને ! આની શ્રદ્ધા તો કર કે – આ કરવા જેવું છે. આહાહા ! એ વિના ધર્મ નથી, એ વિના સંવર નથી, એ વિના વિકારનું રોકાવું નથી.
“કેવો છે આત્મા? કયલાત્મારામ” પ્રગટ થયેલ છે પોતાનું દ્રવ્ય, એવો છે” આહાહા ! કહે છે – ભગવાન આત્મા શક્તિરૂપે તો છે, પણ અહીંયા અંતરંગમાં એકાગ્ર થયો ત્યારે પર્યાયમાં પ્રગટ થાય છે. આત્માનું ભાન થઈ.... પ્રગટ એવો આત્મા, તે પવિત્ર આનંદનો નાથ છે.
પોતાનું દ્રવ્ય એવો છે નિવાસ જેનો, એવો છે.” એ શું કહ્યું? અનાદિ એનો નિવાસ છે. નિ.. વિશેષે વાસ, ટકવું, રહેવું એ. પુણ્ય-પાપના રાગમાં અને પુણ્ય-પાપના ભાવમાં નિવાસ હતો, નિ... વિશેષે. વાસ, તે દુઃખમાં રહેતો. હવે તેનો નિવાસ પલટી ગયો છે. એ ભગવાન આનંદ સ્વરૂપનો અનુભવ એ એનો નિવાસ છે. હવે વસ્તુ ક્યાં વસે છે? પોતાનું દ્રવ્ય એટલે વસ્તુ એવો જે આરામ. “આરામ' આરામ મળ્યો એને... આત્મારામ. “નિજ પદ રમે સો રામ કહીએ.” – રામનો અર્થ – “નિજ પદ રમે સો રામ કહીએ. અને કર્મ કૃષે સો કૃષ્ણ કહીએ.” આ આનંદઘનજીનું પદ છે. વિકારને ટાળે અને સ્વભાવને પ્રગટ કરે તે કૃષ્ણ છે. નિજ પદ રમે સો રામ કહીએ, પુષ્ય ને પાપમાં રમે તે હરામ કહીએ.... હરામ એ રામ નહીં.
આહાહા ! શુદ્ધ સ્વરૂપ પવિત્ર આત્મામાં નિવાસ કરવો. અનાદિથી પરમાં તો નિવાસ છે