________________
૧૭૪
કલશામૃત ભાગ-૪ વડે? “વોઇને” ભાવશ્રુતજ્ઞાન વડે. કેવું છે (ભાવશ્રુતજ્ઞાન)? “ઘારાવાદિની” અખંડિતધારાપ્રવાહરૂપ નિરંતર પ્રવર્તે છે. “ઘુવમ” આ વાત નિશ્ચિત છે. ૩-૧૨૭.
કળશ નં.-૧૨૭ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૨૭
- તા. ૨૧/૧૦/૭૭ “તત મયમ માત્મા માત્માનમ શુદ્ધમ મ્યુતિ” સંવર છે ને! સંવર એટલે ધર્મની દશા, શુધ્ધોપયોગ. પુણ્ય-પાપ એટલે અશુધ્ધોપયોગ. શુભભાવ ચાહે તો દયા-દાન-વ્રતભક્તિ પૂજા આદિના કે દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધાના... એ પણ એક વિકલ્પ ને રાગ છે. એ પરદ્રવ્ય છે ને!
“તત ભયમ માત્મા માત્માનમ શુદ્ધમ કપુપૈતિ” “તે કારણથી (શયમ માત્મા) આ પ્રત્યક્ષ આત્મા.” આહાહા ! પર્યાયમાં રાગાદિ હોય એનું લક્ષ છોડી દે! અને તેના અવલંબન વિના સીધું ચૈતન્યનું અવલંબન (લેતાં) જ્ઞાનમાં પ્રત્યક્ષપણું થાય છે. ઝીણી વાત છે.
આહાહા ! સચ્ચિદાનંદ પ્રભુ ધ્રુવ અંદર શાશ્વત નિત્ય બિરાજે છે. તેને ( જ્ઞાનમાં ) પ્રત્યક્ષ (કર). મન ને રાગનું અવલંબન છોડી દઈ, જ્ઞાનની વર્તમાન પર્યાયને પરની અપેક્ષા રહિત કરી. એ જ્ઞાન આત્માને પ્રત્યક્ષ રીતે જાણે તેનું નામ સંવર છે. આહા ! આવો માર્ગ છે. (જયમ્) શબ્દ પડયો છે ને ! “યમ” એટલે પ્રત્યક્ષ. આ... મય.. આ... આ... આ.. પ્રભુ અંદર છે.... એ આ છે. રાગ ને પર્યાયનું લક્ષ છોડી દે! એનું અવલંબન નામ આશ્રય નહીં.
આહાહા! “આ પ્રત્યક્ષ આત્મા” અર્થાત્ જીવ. પેલા વેદાંતવાળા કહે કે – આત્મા નિર્મળ છે અને જીવ મલિન છે એમ નહીં, જીવ કહો કે આત્મા કહો બધું એકનું એક છે. આત્મા અને જીવ તેના બે અર્થ કરવા પડ્યા તેમ વેદાંતવાદિ (માને છે). રાગાદિ મલિનતા સહિત છે તે જીવ છે, આત્મા તો તદ્ન નિર્મળ છે તેમ બે અર્થ કરવા પડયા. અહીં કહે છે – ભગવાન આત્મા કહો કે – જીવ કહો... ચીજ એની એ છે. માર્ગ આવો છે ભાઈ !
આહાહા! નરકમાં અને નિગોદમાં પિલાય ગયો છે. એ રાગ ને દ્વેષના દુઃખમાં તેણે અનાદિથી આનંદને પીલી નાખ્યો છે. અનાદિથી (આત્માને) ભીસીને પીલી નાખ્યો છે. ભાઈ પ્રભુ! એકવાર હવે પડખું ફેરવને ! કરવત ફેરવ. કરવત આમ છે તેને આમ કરી નાખ. ભાષા તો સાદી છે. – પણ વસ્તુ તો આ છે.
શુભચંદ્રઆચાર્યો (કળશ ટીકામાં) લખ્યું છે. સંસ્કૃત ટીકામાં બહુ ઠેકાણે આવે છે. “ધ્યાન વિષયી ક્રિયા:” વર્તમાન ધ્યાનની પર્યાયમાં ધ્રુવને વિષય બનાવ. એટલે શું? વર્તમાન જ્ઞાનની પર્યાય જે રાગને, પુણ્યને ધ્યેય બનાવીને ત્યાં અટકેલું જે જ્ઞાન છે, તે જ્ઞાનની પર્યાયમાં વર્તમાન ત્રિકાળી ચીજ છે તેને ધ્યેય બનાવ, તેને વિષય બનાવ. માર્ગ આવો છે! પહેલું જ્ઞાન તો કરવું પડશે ને! કે – માર્ગ આમ છે. બીજો નથી, અને પછી પ્રયોગ