________________
૧૭૨
કલશામૃત ભાગ-૪ આસ્વાદો! આહાહા ! પ્રભુ એ રાગથી અંદર ભિન્ન પડયો છે ને નાથ! સમ્યગ્દષ્ટિ જીવો આનંદનો સ્વાદ લ્યો અને દુઃખના સ્વાદને અંદરથી છોડી દ્યો સમ્યગ્દર્શનની અપેક્ષાએ (વાત કરી) (સમ્યગ્દષ્ટિને) જેટલો રાગ છે તેનાથી ભિન્ન પડી અને જેટલુ સ્વભાવનું ભાન અને સ્થિરતા છે તેટલી શાંતિ છે પવિત્રતા છે, આનંદ છે તેટલી અનાકુળતા છે. જેટલી પવિત્રતા છે તેટલી શુદ્ધતાનો સ્વાદ છે, રાગ જેટલો બાકી રહી ગયો તેટલી હજુ અશુધ્ધતા છે. પ્રવચન નં. ૧૨૭
તા. ૨૧/૧૦/૭૭ ૧૨૬ શ્લોકની છેલ્લી બે લીટી છે. “સત્ત: અધુના ફુવંશોધ્યમસંતો અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવો વર્તમાન સમયમાં શુદ્ધ જ્ઞાનાનુભવને આસ્વાદો.” બહુ સાર છે છેલ્લો. શરીર ને વાણી, મન તો પર છે પણ પર્યાયમાં રાગ ને દ્વેષ હોવા છતાં, તેની દૃષ્ટિ ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ આનંદ પ્રભુ તેના ઉપર જતાં એનો આસ્વાદ આવે છે. આ છેલ્લામાં છેલ્લી વાત છે. અતીન્દ્રિય આનંદનો સ્વાદ લ્યો... આ ચીજ કરવાની છે.
આહાહા ! પુણ્ય ને પાપ હોવા છતાં તેની હૈયાતિને જ્ઞાન જાણે (છતાં) આસ્વાદમાં તો ચૈતન્ય સ્વરૂપ અખંડ આનંદ પ્રભુ તેનો આસ્વાદ નામ અનુભવ લ્યો. ચેતનની શક્તિરૂપ જે આનંદ છે તે આનંદને પર્યાયમાં આસ્વાદો... એમ કહે છે. સમજાય છે કાંઈ? ઝીણી વાતો છે પ્રભુ!
આહાહા ! અનાદિકાળથી પુણ્ય ને પાપ ને રાગ અને દ્વેષએ આસ્વાદ દુઃખરૂપ હતો. અનાદિકાળથી એટલે નિગોદથી માંડીને સ્વર્ગમાં પણ એ રાગનો જ સ્વાદ લેતો હતો. હવે તો દિશા પલટાવ પ્રભુ! એમ કહે છે. આહાહા ! સહજાત્મ સ્વરૂપ પ્રભુ છે તેની સન્મુખ થઈને.. તેનો સ્વાદ લેવો. હમણાં કહેશે... અતીન્દ્રિય આનંદનું વેદન કરો....! એ એનો ધર્મ અને કર્તવ્ય છે.
“કેવા છે સંતપુરુષો”!! અનુભવ જેનું જીવન છે. “અધ્યાસિતા:” “શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે જેમનું જીવન” કહ્યુંને... અધ્યાસ અર્થાત્ એનું જીવન જ એ છે. ચિદાનંદ પ્રભુ! તેનો અનુભવ એ ધર્મીનું જીવન છે. રાગ ને દ્વેષ એવા જીવન જીવવાં એ બધાં જીવન નહીં. સંવર અધિકાર છે ને!
આહાહા! શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે જીવન જેમનું એવા છે ધર્મી જીવો. “વળી કેવા છે?(દ્વિતીયષ્ણુતા:) હેય વસ્તુને અવલંબતા નથી.” જેટલો રાગ-દ્વેષ હોય, પુણ્ય-પાપના પરિણામ હોય... એ વસ્તુને અવલંબતા નથી. જાણે છે પણ તેનું અવલંબન નથી. એ શું કહ્યું? આત્મા આનંદનો નાથ પ્રભુ સચ્ચિદાનંદ છે. એનું અવલંબન લઈને એનો અનુભવ કરો. બાકી પુણ્ય-પાપના ભાવ હો ! અરે... એક સમયની પર્યાય પણ વ્યક્ત-પ્રગટ હો.... તેનું અવલંબન ન લ્યો.
શ્રોતા:- ગુરુના અવલંબનની ના નથી.. કહી !