________________
૧૭૫
કલશ-૧૨૭ કરી ( અનુભવ કરે છે. આહાહા! હજુ જેના જ્ઞાનમાં જૂઠાણું છે... એ અંદરમાં પ્રયોગ નહીં કરી શકે.
“ભયમ માત્મા માત્માનમ” “આ પ્રત્યક્ષ આત્મા આત્માને,” પોતાના સ્વરૂપને, આત્મા આત્માને – એમ છે ને! આહાહા! ભગવાન શુદ્ધ ચૈતન્ય પ્રભુ આત્માને, આત્માને એટલે પોતાના સ્વરૂપને આત્મા આત્માના સ્વરૂપને... આત્માનું સ્વરૂપ આનંદ તેવા સ્વરૂપને.. આત્માને આત્મા (પ્રત્યક્ષ જાણે છે). આવી ઝીણી વાતું છે. અરે ! પ્રભુનો માર્ગ આ છે.
“મયમાત્મા માત્માન...” આત્મા આત્માને, (માત્માનમ) એટલે પોતાના સ્વરૂપને. પોતાનું અતીન્દ્રિય જ્ઞાન આનંદ એ આત્મા... આત્માના સ્વરૂપને. આહાહા ! સમજાય એવું છે ભાઈ ! આત્મા અંદર ભગવાન છે. એને ન સમજાય એમ કેમ કહેવાય? એને એમ ન કહેવાય, એને કલંક લાગે! અઘરૂ (કઠિન ) ભલે હો પણ ન સમજાય એવી ચીજ નથી.
અહીં કહે છે કે – તારે ધર્મ કરવો હોય તો! એટલે કે સંવર કરવો હોય તો! એટલે કે મિથ્યાત્વ ને રાગ-દ્વેષના આસવને રોકવો હોય તો... આ કર. (માત્મા માત્માનન) “પોતાના
સ્વરૂપને (શુદ્ધન) શુદ્ધ અર્થાત્ જેટલાં છે દ્રવ્યકર્મ-ભાવકર્મ તેનાથી રહિત પામે છે.” જડદ્રવ્યકર્મ, પુણ્ય-પાપના ભાવ તે ભાવકર્મ તેનાથી પ્રભુ રહિત છે. વસ્તુ છે તે શુદ્ધ છે. તેથી એમ લીધું કે – “આત્મા આત્માનમ્ શુદ્ધ' એ આત્મા એટલે જીવ પોતાના સ્વરૂપને શુદ્ધ અનુભવે છે. જેટલાં છે દ્રવ્યકર્મ-ભાવકર્મ તેનાથી રહિત (મ્યુપતિ) પામે છે. શુદ્ધને પામે છે. થોડા શબ્દોમાં પણ ઘણું કહ્યું.
શું કહ્યું? આ આત્મા અર્થાત્ પ્રત્યક્ષ પ્રભુ અંદર બિરાજે છે. એ આત્મા.. આત્માના સ્વરૂપને, ત્રિકાળી આનંદને અતીન્દ્રિય જ્ઞાનાદિ સ્વરૂપ તેને અવલંબીને પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે. જેટલા છે રાગ, દયા, દાન, વિકલ્પ તેને છોડીને – એ શુદ્ધ સ્વરૂપને પામે છે. શેઠ! આવું છે. , ક્યાંય સાંભળવા મળે એવું નથી. શેઠને ટાણું આવે ત્યારે બોલાવેને! આવી વાત છે... પ્રભુ શું કરીએ? બહારમાં હા.. હો, હા.. હો.... એ ધમાલમાં મોટા (કહેવાય) એમાં જાણે ધર્મ થઈ જાય. મોટી રથયાત્રા અને મોટી પ્રતિમાને સ્થાપે, મોટા મંદિરો બનાવે અને કરોડો ખર્ચે ને! એ ક્રિયા તો પરની છે બાપુ! એ ક્રિયા તો તારામાં નથી પણ એમાં તને જે રાગભાવ થાય એ પણ તારા સ્વરૂપમાં નથી.
શ્રોતા- આપ તો આવતા નથી. તેથી મંદિર બનાવી આપને બોલાવીએ છીએ.
ઉત્તર-મંદિર બને છે એ પણ પરમાણુંથી બને છે. એ કાંઈ આત્માથી બને છે એમ નથી. તમારે મંદિરની અંદર કંઈક કરવાનું છે ને! શેઠના ઘરે..! કોઈ કહેતું હતું એ વાત સાંભળી હતી. ખરેખર તો તે કાળે પુદ્ગલની પર્યાયનો પરિણમવાનો કાળ હોય ત્યારે થાય છે. કરનારનો ભાવ હોય તો એ શુભભાવ છે. પણ.. શુભભાવથી વસ્તુ બને છે એમ નથી. રાગ હોય, શુભભાવ પણ આવે.. જ્ઞાનીને પણ રાગ આવે છે. તે દુઃખ છે.
અહીં તો કહે છે – પ્રભુ તારે સંવર નામ ધર્મ કરવો હોય તો (નિજ) પ્રભુને અવલંબને