________________
કલશ-૧૨૭
૧૭૭
જ નહીં. ૫૨ને તો તે અડતોય નથી, ફક્ત અભિમાન કરે કે – મેં આ કર્યું... ને આ કર્યું. અનાદિથી તેનું વસવું તો પુણ્ય-પાપ વિકાર ભાવમાં જ હતું. શરીરમાં, વાણીમાં, કર્મમાં, મકાનમાં, ૫૨માં એનું વસવું હતું જ નહીં. આહાહા ! તેનો વાસ, વસ્તુનો વાસ... આ વાસ્તુ નથી કરતા ? શું કહેવાય ? ઘ૨નું–મકાનનું વાસ્તુ કરે છે ને ? પચ્ચીસ-પચાસ લાખનું મકાન બનાવ્યું હોય... પછી વાસ્તુ કરે. એમાં રહે તે વાસ્તુ; એમ તેનું અનાદિથી પુણ્ય-પાપ વિકારમાં વાસ્તુ હતું. બાપુ ! આ કોઈની સાથે મેળ ખાય એવું નથી. આમાં વાદ-વિવાદ કરે તો પા૨ પડે એવુંય નથી. વિવાદ કરે તો વિખવાદ પેદા થાય. નિયમસારમાં કુંદકુંદાચાર્યે કહ્યું છે કે – પ્રભુ ! તું કોઈની સાથે વાદવિવાદ કરીશ નહીં... કેમકે આ વસ્તુની જુદી જાત છે. આ વાદ-વિવાદે મેળ ખાય એમ નથી.
“શા કારણથી શુદ્ધની પ્રાપ્તિ થાય છે.” શુદ્ધ સ્વરૂપ પવિત્ર ભગવાન પૂર્ણ દ્રવ્યને અનુસરીને તેને તેની પ્રાપ્તિ થાય છે. પર્યાયમાં તેની પ્રાપ્તિ થાય છે. શુદ્ધની પ્રાપ્તિ થાય છે. “પરપરિગતિરોધાત્” “અશુધ્ધપણાના વિનાશથી.” સંવર અધિકા૨ છે ને ! ૫૨ પરિણતિ અર્થાત્ ૫૨ પર્યાય. પુણ્ય-પાપના ભાવ તે ૫૨-૫રિણતિ છે. શુભ ને અશુભભાવ એ બધી ૫૨ પરિણતિ વિભાવ છે. વિકા૨ છે. ૫૨ પરિણતિ એટલે કે – અશુધ્ધપણું.
(રોધાત્)વિનાશથી, અશુધ્ધપણાનો વિનાશ કઈ રીતે થયો તે કહે છે. અશુધ્ધપણાનો નાશ કર્યો અને શુદ્ધપણાની પયાર્યમાં પ્રગટતા કરી. આહાહા ! ઉત્પાદ–વ્યય-ધ્રુવ અર્થાત્ શુદ્ધને અવલંબીને શુદ્ધને પ્રગટ કર્યું, અશુધ્ધનો વ્યય થયો અને ધ્રુવનું અવલંબન રહ્યું. બાપુ !મારગડા જુદા બહુ! આ કાંઈ વાર્તા કથા નથી. એક-એક પદમાં કેટલી ગંભીરતા ભરી છે. આહાહા ! આવો માર્ગ છે. અશુધ્ધપણાનો વિનાશ કઈ રીતે થાય છે તે કહે છે.
“વિ આત્મા થતિ શુદ્ધમ્ આત્માનમ્ ૩૫તભમાન: આસ્તે” “જો ચેતન દ્રવ્ય કાળલબ્ધિ પામીને સમ્યક્ત્વપર્યાયરૂપ પરિણમતું થકું,” કાળલબ્ધિ તે પુરુષાર્થ. સ્વભાવના પુરુષાર્થને અર્થાત્ કાળલબ્ધિ પામીને..., ૫૨ તરફની, વિકારની જે કાળલબ્ધિ હતી એ હવે સ્વભાવ ત૨ફના પુરુષાર્થની કાળલબ્ધિ પામીને. સમ્યક્ત્વ પર્યાયરૂપ પરિણમતો થકો જીવ. સમ્યક્ત્વ પર્યાયનું પરિણમન થયું... થકું.
“(શુદ્ઘન્) દ્રવ્યકર્મ-ભાવકર્મથી રહિત એવા પોતાના સ્વરૂપને આસ્વાદતું થકું પ્રવર્તે છે.” દ્રવ્યકર્મ એટલે જડ આઠકર્મ, ભાવકર્મ એટલે પુણ્ય-પાપના ભાવ તેનાથી રહિત એવા આત્માને... “પોતાના સ્વરૂપને ‘(સપનમમાન: આસ્તે)' આસ્વાદતું થકું પ્રવર્તે છે.” એક – એક શ્લોકમાં ગજબ વાત છે ને !
“પોતાના સ્વરૂપને આસ્વાદતું થકું પ્રવર્તે છે.” પહેલાં તે રાગ અને પુણ્ય-પાપને આસ્વાદતું હતું. તે દુઃખમાં–ઝેરમાં વર્તતું હતું. એ પોતાના સ્વભાવ સન્મુખ થઈને... પોતાના સ્વભાવને આસ્વાદતું થકું પ્રર્વતે છે.