________________
૧૭૦
કલશામૃત ભાગ-૪ ત્રીજી વાત છે. (એકજ શ્લોકમાં ઉપર-નીચેના પેરેગ્રાફ હિસાબે)
જ્યારે સમ્યગ્દર્શન સહિત જ્ઞાનની મુખ્યતાથી વાત ચાલે ત્યારે તેને જ્ઞાન પ્રકાશ તેનો સ્વભાવ છે અને રાગાદિ તેનો સ્વભાવ નથી. એ રાગ-દુઃખને ગૌણ કરી દઈને, જ્ઞાનાનંદની મુખ્યતાથી વાત કરી હોય ત્યારે એમ કહે. હવે જ્યારે આત્માની પર્યાયને પરથી ભિન્ન કરવી છે તો પરની સાથે કર્મની સાથે, શરીરની સાથે કોઈ સંબંધ નથી. ભગવાન આત્મા પોતાના સ્વરૂપની શ્રદ્ધા કરે, સમકિત કરે અને જ્ઞાન કરે, ચારિત્ર કરે એ પણ આત્મા અને અંદર પુણ્યપાપના ભાવ થાય તે પણ આત્મા. સમજાણું કાંઈ? આમાં કેટલું યાદ રાખવું. ભાઈ ! આ તો મારગડા અલૌકિક છે. આ તો અનેકાન્તમાર્ગ છે. કોઈ એકાન્ત માર્ગ ખેંચી બેસે તો માર્ગ એમ નથી.
ત્યાં એમ કહ્યું કે- પુણ્ય પાપના રોદ્રધ્યાન હો! વિષય વાસના હો... પણ તેને જ્ઞાન કહ્યું. એની પર્યાયમાં થાય છે માટે જ્યાં જ્ઞાનીને જ્ઞાન જ થાય છે. એમ કહ્યું ત્યાં રાગનું પણ જ્ઞાન અને જ્ઞાનનું પણ જ્ઞાન. ત્યાં એમ કહ્યું કે- જ્ઞાન થાય છે અને અહીંયા કહે છે કે- રાગ એની પર્યાયમાં થાય છે. હવે તેને જુદું પાડવા માટે કહે છે- રાગ તારું સ્વરૂપ નથી, તારું સ્વરૂપ ચૈતન્ય છે. સમજાણું કાંઈ?
એક બાજુ એમ કહે કે પ્રભુ તો આનંદ સ્વરૂપ છે, એમાં દુઃખ છે જ નહીં. વસ્તુમાં દુઃખ છે જ નહીં. બીજી રીતે કહે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટયું, સમ્યજ્ઞાની થયો પણ જેટલો તેને શુભરાગ-અશુભરાગ છે એટલું દુઃખ છે. એ દુઃખ નથી એમ માને તો એકાન્ત મિથ્યાદૃષ્ટિ છે અને એ દુઃખ મારી ચીજ છે એમ અંદરમાં માને તોય એકાંત મિથ્યાષ્ટિ છે. આરે.. આવી વાતો છે. આમાં અભ્યાસ જોઈએ, આમાં લગની લાગવી જોઈએ.
- જ્યારે આ શ્લોક વાંચતો ત્યારે મગજમાં ન્યાય આવ્યો કે- બે વાત કરે છે (૧) મિથ્યાષ્ટિનું અજ્ઞાન અસ્ત થાય છે, (૨) ચારિત્ર અપેક્ષાએ પૂર્ણતા થતાં અજ્ઞાન અસ્ત થઈ જાય છે. અમે તો જ્ઞાન સ્વરૂપ છીએ. પ્રભુ! તમારે અજ્ઞાન તો નથી !! મુનિ છો તેથી અજ્ઞાન નથી. શુભભાવ છે એ અજ્ઞાન છે. અમને હજુ રાગ છે તે દોષ અને દુઃખ છે. તે અજ્ઞાન હવે અસ્ત થઈ જાવ, નાશ થઈ જાવ. ચૈતન્ય સૂર્ય આખો પ્રગટ થઈ જાવ. સમજાણું કાંઈ?
કહે છે- અતિ સૂક્ષ્મ કેમ છે? પુણ્ય ને પાપનું અશુધ્ધપણું એ ચૈતન્ય જેવું ચેતનાભાસ જેવું છે માટે એ ચૈતન્ય જેવા દેખાય છે. તેથી એને જુદા પાડવા એ અતિ સૂક્ષ્મ છે. કર્મ, શરીર, વાણી એ તો જડ છે તેથી એ તો જુદાં જ છે, એટલે તેને જુદા પાડવા એ કાંઈ અતિ સૂક્ષ્મ નથી. આ (શરીર) તો-ધૂળ તો જુદેજુદી ચીજ છે. પરંતુ પેલા વિકારના પરિણામ એની પર્યાયમાં છે. આ શરીર તો એની પર્યાયમાંય નથી, આ શરીર, વાણી કર્મ એના દ્રવ્ય, ગુણ, પર્યાય એ તો તદ્દન જુદા છે. એ આત્માની પર્યાયમાં નથી. શરીર નથી, કર્મય નથી, વાણીએય નથી, પણ.. એની પર્યાયમાં પુણ્ય-પાપના ભાવ છે, તેથી તેનાથી જુદું પાડવું એ અતિસૂક્ષ્મ છે.