________________
કલશ-૧૨૬
૧૬૯ “સમ્યકત્વ, ને સંયમ તથા પૂર્વાગગત સૂત્રો અને
ધર્માધરમ દીક્ષા વળી, બુધ પુરુષ માને જ્ઞાનને.” ધર્મા ધરમ એટલે પુણ્ય-પાપ. પુણ્ય-પાપના ભાવ આત્મામાં છે. તેને આત્મા કહેવામાં આવે છે. કેમકે એ (ભાવો) તેની પર્યાયમાં થાય છે... એના સત્ત્વમાં છે. આહાહા ! પણ જ્યારે પુણ્ય-પાપના ભાવ અને આત્મા એ બન્નેને ભિન્ન કરવા છે ત્યારે એ પુણ્ય-પાપના ભાવ જડમાં છે. એમ કહે છે. જડ જડપણે છે એમ! જડ એટલે રજકણમાં એ ભાવો છે એમ નહીં. પણ જડપણે છે- અજ્ઞાન છે. (૪૦૪ ગાથા) માં જ્ઞાનપણે છે એમ કહ્યું. કેટલી અપેક્ષાઓ આવે..!
સમકિત, સંયમ, ચારિત્ર, સૂત્રઅંગ એટલે કાંઈ પાના એ આત્મા નહીં. સૂત્રમાં જે જ્ઞાન છે તે આત્મા છે. શાસ્ત્રનું જ્ઞાન આત્મામાં છે એ જ્ઞાન પાનામાં નથી. આ પાના તો જડ છે માટી છે. સમ્યગ્દર્શન સંયમ એટલે સ્વરૂપમાં રમણતા અને શાસ્ત્ર સંબંધીનું આગમનું... અંતરમાં પોતાનું જ્ઞાન, પુણ્ય ને પાપના ભાવ અને એ પ્રવજ્યા એટલે ચારિત્ર એ આત્મા છે. એમ કહ્યું. શાસ્ત્ર સંબંધીનું જ્ઞાન... એ બધું જ્ઞાન છે... એટલે કે- તે જ્ઞાન સ્વરૂપ ભગવાનની પર્યાયમાં છે માટે તેને જ્ઞાન છે તેમ કહેવામાં આવ્યું છે. અરે... એક બાજુ આમ કહે અને એક બાજુ આમ કહે. અહીંયા (૪૦૪) માં કહે છે પુષ્ય ને પાપ બન્ને જ્ઞાન છે અને (શ્લોકમાં કહે છે) પુણ્ય ને પાપ બન્ને જડ છે. અપેક્ષાથી સમજવું જોઈએ. સમજાણું કાંઈ?
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, ચારિત્ર તે આત્માની નિર્મળ પર્યાય છે. રાગ થાય છે એ પણ આત્માની પર્યાયમાં છે. પુણ્ય-પાપ પણ આત્માની પર્યાયમાં છે. એ કાંઈ જડમાં, અજીવમાં, કર્મમાં, શરીરમાં થતો નથી એ અપેક્ષાએ તેને આત્મામાં છે એમ કહેવામાં આવે છે.
અહીંયા (શ્લોકમાં) કહે છે કે હવે તેનો ભેદ પાડવો છે. એક બાજુ કાંઈ કહે અને એક બાજુ કાંઈ કહે. એક બાજુ એમ કહે કે- જ્ઞાનીને દુઃખ નથી. બીજી બાજુ કહે કે- છઠ્ઠા ગુણસ્થાન સુધી રાગનો ભાવ દુઃખ છે. કઈ અપેક્ષાએ વાત છે બાપુ! જ્યાં વસ્તુની દૃષ્ટિ અને વસ્તુની અપેક્ષાનું વર્ણન ચાલતું હોય દ્રવ્યદૃષ્ટિએ વર્ણન ચાલતું હોય તો દુઃખને ગૌણ કરીને તેને દુઃખ નથી તેમ કહ્યું છે. અને જ્યારે તેની વાસ્તવિક સ્થિતિનું વર્ણન ચાલે ત્યારે જ્ઞાનીને-મુનિને પણ રાગનો ભાગ તે દુઃખ છે અને તેને વેદે છે... અને તેમને અંતર તરફનું વેદન તેટલો આનંદ છે.
શ્રોતા- રાગ હોય તે દુઃખ જ હોય ને!
ઉત્તરઃ- દુઃખ જ છે, શુભભાવ તે દુઃખ છે. છતાં ત્યાં એમ કહ્યું કે ત્યાં જ્ઞાન છે, એટલે કે- તે જ્ઞાન સ્વરૂપી ભગવાનની પર્યાયમાં છે.
શ્રોતા:- જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનમય છે.
ઉત્તર- એ વળી બીજી વાત, એ તો (જ્ઞાનીને) રાગ થાય છે તેનું પણ તે જ્ઞાન કરે છે. એમ કરીને જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનભાવે છે એમ કહ્યું છે. અહીંયા બીજી વાત છે, અહીંયા