________________
૧૬૭
દાન-વ્રત-ભક્તિ-પૂજાના એ ભાવ ! સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને આવે, મુનિને આવે, એના યોગ્ય એના પ્રમાણમાં આવે... પણ છે તો એ અજીવ અને જડ છે. એ દુઃખરૂપ અને આકુળતાજન્ય છે.
ભગવાન આત્મા ! એ સુખરૂપ, જ્ઞાનરૂપ, આનંદરૂપ ચેતન સ્વભાવની મૂર્તિ પ્રભુ છે. બન્નેને ૫૨૫૨ ભિન્નતા છે. ૫૨સ્પ૨ એટલે ? ચૈતન્ય સ્વરૂપથી વિકાર ભિન્ન છે અને વિકા૨થી ચૈતન્ય સ્વરૂપ ભિન્ન છે. આહાહા ! જીવનું સ્વરૂપ ચૈતન્યમાત્ર અને રાગનું સ્વરૂપ જડત્વમાત્ર. પરંતુ જડત્વનો અર્થ એવો નથી કે- પુણ્ય-પાપના ભાવમાં વર્ણ, ગંધ, સ્પર્શ, રસ છે. ( રાગને ) પુદ્ગલના પરિણામ કહ્યાં છે... પણ તેમાં વર્ણ, ગંધ, ૨સ, સ્પર્શ છે એમ નથી. પરંતુ એ શુભઅશુભમાં ચૈતન્યના પ્રકાશનો, જ્ઞાનના અંશનો અભાવ છે. તે અંધકાર છે, જડ છે, અજીવ છે. માટે તેને અજ્ઞાન કહેવામાં આવ્યું છે. આહાહા ! આવું સાંભળવું મુશ્કેલ પડે..! પણ
માર્ગ આવો છે.
કલશ-૧૨૬
"
“શેના વડે ભિન્નપણું કર્યું ? “અન્નવારુંળવાળેન” અંતરંગ સૂક્ષ્મ અનુભવ દૃષ્ટિ, એવું છે ક૨વત, તેના વડે.” જોયું ? ( કહે છે) શેના વડે (ભિન્ન ) કર્યું ? સાધન શું ? સૂક્ષ્મ અનુભવની દૃષ્ટિ અર્થાત્ ભગવાન આનંદ સ્વરૂપ છે એવા શુદ્ધની અંતર દૃષ્ટિ-અનુભવ દૃષ્ટિ અતીન્દ્રિય આનંદપ્રભુ સચ્ચિદાનંદ છે એના અનુભવની શુદ્ધ દૃષ્ટિ વડે. એ અનુભવ દૃષ્ટિ કેવી છે? એ તો ક૨વત છે. જેમ લાકડાના ક૨વત બે કટકા કરે છે એમ અંતરદૃષ્ટિ, રાગને (અને આત્માને ) અનુભવ કરવત વડે બે જુદા પાડી નાખે છે. આવો માર્ગ છે.
“અંતરંગ સૂક્ષ્મ અનુભવ દૃષ્ટિ” ઘણો જ ઉપયોગ સૂક્ષ્મ થઈ જાય છે... ત્યારે તે આત્માને રાગથી ભિન્ન અનુભવે છે. એ કરવત છે. અંદર... અંતર સૂક્ષ્મ (અનુભવ દૃષ્ટિ ) રાગનો ભાવ, પુણ્ય, પાપનો ભાવ તો સ્થૂળ, સ્થૂળ... અજીવ છે– જડ છે. ભગવાનનો ઉપયોગ સૂક્ષ્મ છે. જીવને, ચૈતન્ય આનંદ ને તેની દૃષ્ટિ વડે, રાગ અને ભગવાનને બન્નેને, જેમ કરવત જુદા પાડે તેમ જુદા પાડી નાખ્યા છે.
શ્રોતા:- ક૨વતથી શરીરના ટુકડા થાય તેમ ?
ઉત્ત૨:- શ૨ી૨ના ટૂંકડા ન થાય શરીર.. શરીરમાં રહે ને. રાગ રાગમાં રહે ને ભગવાન આનંદમાં ૨હે. બે વચ્ચે સૂક્ષ્મ અંતરદૃષ્ટિથી અર્થાત્ કરવતથી બેયને જુદા પાડયા. અંતર સૂક્ષ્મ દૃષ્ટિ તે પ્રજ્ઞાછીણી. (૧૮૧ કળશમાં ) પ્રજ્ઞાછીણી કહીને ! પ્રજ્ઞારૂપી છીણી દ્વારા બન્નેને જુદા પાડે છે. ભેદવિજ્ઞાન કહો કે પ્રજ્ઞાછીણી કહો કે સાધન કહો ! રાગ છે તે જુદું પાડવાનું સાધન નથી. પ્રજ્ઞાછીણી અર્થાત્ સમ્યગ્નાનની દશા જે અંત૨માં વળી તે રાગથી ભિન્ન કરવામાં સાધન છે, સમજાય છે કાંઈ ? હળવે... હળવે તો વાત ચાલે છે. આ માર્ગ તો એવો છે બાપુ ! જિનેન્દ્ર-સર્વજ્ઞ ૫૨મેશ્વ૨ ૫૨માત્માનો આ હુકમ છે. ૫૨માત્માને પામવાની આ રીત ને વિધિ છે.
ભાવાર્થ આમ છે કે- શુદ્ધજ્ઞાન માત્ર તથા રાગાદિ અશુધ્ધપણું એ બન્નેનો ભિન્નભિન્નપણે અનુભવ ક૨વાનું અતિ સૂક્ષ્મ છે; રાગાદિને ઉ૫૨ જડ કહ્યું હતું તેને હવે અશુધ્ધ