________________
કલશ-૧૨૬
૧૬૫
જઈને, શુભ-અશુભ રાગ એ પર્યાયમાં વિકલ્પ દશા છે તેના પ્રેમમાંથી રુચિમાંથી ખસી જઈ અને ભગવાન શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિ ને રુચિમાં આવે તો તને આત્માના આનંદનો અનુભવ થશે. અનાદિથી જે વિકારનો-દુઃખનો અનુભવ છે તેનાથી ભિન્ન પાડતાં તને સુખનો અનુભવ થશે. આહા! સમજાય એવું છે. ભાષા એવી કઠણ નથી કાંઈ ! આહાહા ! માર્ગ તો છે ઈ છે બાપા!
શ્રોતા- કઠણ છે. ઉત્તરઃ- કઠણ છે એ અણઅભ્યાસે કઠણ છે, અભ્યાસે નહીં. એના ઘરની ચીજ છે ને!
“પ્રગટ થાય છે” એમ કહ્યું છે. એ પુણ્ય ને પાપ અને મિથ્યાત્વભાવ પ્રગટ હતો. અનાદિથી સંસારમાં એને વેદન છે તે એકાન્ત દુઃખનું વેદન છે. રાગથી, પુણ્યથી ભિન્ન ભગવાન અંદર પૂર્ણ સ્વરૂપ છે અને આ પુણ્ય પાપ તો કૃત્રિમ, ક્ષણિક અને ચૈતન્યના સ્વભાવના અભાવ સ્વરૂપ છે. ચેતનાના સ્વભાવભાવ સ્વરૂપ પ્રભુ છે તેને રાગથી ભિન્ન પાડતાં, ભેદજ્ઞાન એટલે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ પ્રગટ થાય છે. આહાહા! આવી વાત અને આટલી શરતું.
કેવું છે એ ભેદજ્ઞાન?[ નિર્મન] રાગ-દ્વેષ-મોહરૂપ અશુધ્ધ પરિણતિથી રહિત છે” રાગ-દ્વેષ-મોહ અર્થાત્ પરમાં સાવધાની તેનાથી અનુભવ દશા-સમ્યગ્દર્શન અર્થાત્ ભેદજ્ઞાન તે રાગ-દ્વેષ-મોહથી રહિત છે. રાગ-દ્વેષ-મોહરૂપી અશુધ્ધ પરિણતિ, મલિન દશા તેનાથી ભેદજ્ઞાન રહિત છે.
વળી કેવું છે? શુદ્ધજ્ઞાન નૌઘમ શુદ્ધજ્ઞાન] શુદ્ધ સ્વરૂપનું ગ્રાહક જ્ઞાન, તેના (ઘન) સમૂહનો પૂંજ છે” પુણ્ય-પાપનો ભાવ ને મિથ્યાત્વનો ભાવ છે... એ તો એક સમય પૂરતી વિકૃત-ક્ષણિક દશા હતી. અને આ તો ત્રિકાળી ભગવાન છે. (એ રાગાદિથી) ભિન્ન પડતાં.. એ તો શુદ્ધ જ્ઞાનનો પૂંજ છે. એ જ્ઞાનનો ઢગલો છે. ઢગલો એટલે પુંજ છે.
આહાહા! એ શુદ્ધ સ્વરૂપનું ગ્રાહક જ્ઞાન, જે રાગથી ભિન્ન પડીને પર્યાયમાં ચૈતન્ય મૂર્તિનું જ્ઞાન કર્યું.. તો એ વસ્તુ કેવી છે? તે કહે છે.
શુદ્ધ સ્વરૂપનું ગ્રાહક જ્ઞાન, તેના સમૂહનો પૂંજ છે... એવો પર્યાયમાં ખ્યાલ આવ્યો. એ પણ વિકલ્પથી કે આ પણ આખી ચીજ જ આનંદઘનનો પુંજ છે. જ્ઞાનની પર્યાયમાં, પુણ્યપાપના રાગથી ભિન્ન પડીને.. શુદ્ધ ચૈતન્યનો અનુભવ થયો. એ અનુભવની પર્યાય તો વર્તમાન ક્ષણિક છે. પણ તેનો વિષય ) વસ્તુ છે તે શુદ્ધ જ્ઞાનનો પિંડ છે. દ્રવ્ય જે વસ્તુ છે. વસ્તુ..
આહાહા ! શુદ્ધ સ્વરૂપનું ગ્રાહક જ્ઞાન એના સમૂહનો પૂંજ છે, એની પર્યાયના સમૂહનો પુંજ છે. પર્યાય તો ક્ષણિક અનુભવમાં આવે છે. જ્યારે વસ્તુ તો તેનો આખો પુંજ છે. અહીંયા તો માલની વાતું ચાલે છે. પ્રભુ! તું આવો છે!
“વળી કેવું છે તે જ્ઞાન? “મ” સમસ્ત ભેદવિકલ્પથી રહિત છે.” જે ઉપજેલું સમ્યજ્ઞાન ( પ્રગટ) થયું એ તો સમસ્ત ભેદ વિકલ્પથી રાગથી જુદું છે. (ભેદ વિકલ્પથી) રહિત છે.