________________
૧૬૬
કલશામૃત ભાગ-૪ ભેદજ્ઞાન કઈ રીતે થાય છે તે કહે છે- “જ્ઞાનસ્થ રાસ્ય ૨ કયો: વિમા પુરત: કૃત્વા” જ્ઞાનગુણમાત્ર અને અશુધ્ધ પરિણતિ તે બન્નેનું ભિન્ન ભિન્નપણે એકબીજાથી કરીને ભેદજ્ઞાન પ્રગટ થાય છે.”
જ્ઞાનનો પુંજ પ્રભુ એક બાજુ અને રાગ, વિકલ્પ બીજી બાજુ એ બે માંથી... રાગથી ભિન્ન પડીને... ભેદજ્ઞાન પ્રગટ થાય છે. પુણ્ય-પાપની અશુધ્ધ પરિણતિ છે એ પર્યાય છે. શુભ ને અશુભ ભાવ તે બન્ને અશુધ્ધ દશા છે, તેનાથી જ્ઞાનગુણમાત્ર આત્મા (ભિન્ન છે). અશુધ્ધ પરિણતિ અને જ્ઞાનગુણમાત્ર આત્મા એ બન્નેનું ભિન્ન-ભિન્નપણું એક બીજાથી કરીને અર્થાત્ પુણ્ય-પાપથી જ્ઞાનપુંજ ભિન્ન અને જ્ઞાનપુંજથી વિકાર ભિન્ન છે. આવી શરતું છે! લોકો ધર્મને સહેલો માનીને બેઠા હતા કે- દયા પાળવી, વ્રત-ઉપવાસ કરવા. અરે.. બાપુ! ધર્મ જુદી ચીજ છે ભાઈ ! એ ધર્મની સન્મુખના મુખ જુદા છે.
અહીં કહે છે કે પ્રભુ, એક બાજુ જ્ઞાનગુણ અને બીજી બાજુ પુણ્ય-પાપના રાગ તે બન્નેનું એક-બીજાને ભિન્ન-ભિન્નપણું છે. એક બીજાથી કરીને ભેદજ્ઞાન પ્રગટ થાય છે.
કેવાં છે તે બન્ને? વૈદ્રયં નહપતાં જ વધતો:” કોણ બન્ને? ચિદ્રુપ-જ્ઞાનકુંજ આત્મા અને પુણ્ય-પાપના વિકલ્પ રાગ એ બન્ને કેવા છે? બહુ સરસ શ્લોક આવ્યો છે. ભગવાન તો “વૈદ્રષ્ય નહપતાં જ વધતોઃ” ચૈતન્યમાત્ર જીવનું સ્વરૂપ છે.” એ તો ચેતના માત્ર છે. ચિધન-ચેતના સ્વભાવ માત્ર ભગવાન આત્મા તો છે.. એ જીવનું સ્વરૂપ છે. ચેતના અર્થાત્ જાણવા-દેખવાના સ્વભાવનો પુંજ પ્રભુ એ આત્મા છે. “જડત્વમાત્ર અશુધ્ધપણાનું સ્વરૂપ” જુઓ, એ પુણ્ય ને પાપના ભાવ અશુધ્ધ છે તે જડ છે.
એથી આચાર્યે કહ્યું અને મને એ વખતે વિચાર આવ્યો કે- અજ્ઞાનનો નાશ છે મુનિને તો! એ તો સમકિતી-જ્ઞાની ને અનુભવી છે. પણ તેને પેલો હજુ (સંજવલનનો ) શુભરાગ છે ને! કલમાષિત છે તેટલું દુઃખ છે; એટલું અજ્ઞાન છે. અજ્ઞાન છે અર્થાત એ રાગમાં જ્ઞાનનો અભાવ છે; રાગ જડ છે. એ રાગનો નાશ થઈને મારો ચૈતન્ય પૂર્ણ પ્રકાશિત થાવ.
ભાષા જોઈ? “વૈદ્રચંડપતાં વ વધતો, ચૈતન્યમાત્ર જીવનું સ્વરૂપ છે” શાંત... શાંત.. અકષાય વીતરાગ સ્વરૂ૫ની મૂર્તિ પ્રભુ છે. પુણ્ય ને પાપ-રાગ ને વિકાર તે જડ, અજ્ઞાન સ્વરૂપ છે. વૈદ્રષ્ય નહેરુપતાં વધતો” ભાષા તો જુઓ!દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ થાય... મુનિને પણ થાય... પણ છે તો જડ તેમ કહે છે. (સાધકે) પ્રથમ ભેદજ્ઞાન તો કર્યું છે. સમ્યગ્દર્શનશાન થયું છે, પણ.... હવે જે બાકી રહ્યો રાગ છે તેનાથી ભિન્ન પડીને સ્થિરતા રમણતા કરવી છે. સમજાણું કાંઈ?
સમયસારના (૧) અજીવ અધિકારમાં પુણ્ય-પાપના ભાવને અજીવ કહ્યાં છે. (૨) પુણ્ય-પાપ અધિકારમાં-એ શુભાશુભ ભાવને અજ્ઞાન કહ્યાં છે. (૩) સંવર અધિકારમાં એ રાગાદિને જડ કહ્યો છે. આહાહા! બધી વાત એક જ છે. આહાહા! શુભ કે અશુભભાવ, દયા