________________
૧૬૪
કલશામૃત ભાગ-૪ શુભ અને જડ છે. અહીંયા તો તીર્થકરગોત્ર બાંધે કોણ? તે આવે કોને? સમકિતીને મિથ્યાષ્ટિને એ આવે નહીં. જેણે રાગ ને પુણ્ય ને પાપના ભાવથી ચિદ્રુપ ભિન્ન કર્યો છે તેને એવો વિકલ્પ આવે છે... પણ એ વિકલ્પ અજ્ઞાન છે, તે વિકલ્પ જ્ઞાનનું સ્વરૂપ નથી.
રૂવં ભજ્ઞાનમ તિ” એ રાગમાં અને રાગની રુચિમાં પ્રભુ-આત્મા તેને પરોક્ષ થઈ ગયો છે. રાગની પ્રીતિની આડમાં ચૈતન્ય પરોક્ષ થઈ ગયો છે- આડમાં ઢંકાઈ ગયો છે. તેને રાગની રુચિ છોડીને.. રાગથી ભિન્ન અંદર પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન છે તેને પ્રત્યક્ષ કર એમ કહે છે. તારા મતિ અને શ્રુતજ્ઞાનમાં (પ્રત્યક્ષ કર) મતિધૃતમાં પરની અપેક્ષા કંઈ નથી, ભેદ વિજ્ઞાન કરીને આત્માને સીધો પ્રત્યક્ષ કર,
[૩] એટલે પ્રત્યક્ષ જે મતિ શ્રુતજ્ઞાન છે તેને રાગનું કે મનનું પણ અવલંબન નથી. એ મતિ-શ્રુતજ્ઞાન રાગથી ભિન્ન પડીને પોતાના આત્માને પ્રત્યક્ષ કરે છે. આમ પ્રત્યક્ષ કરે છે. આ આત્મા છે તેમ પ્રત્યક્ષ જાણે છે.
પ્રત્યક્ષ એવું ભેદજ્ઞાન અર્થાત્ જીવના શુદ્ધ સ્વરૂપનો અનુભવ” આ ભેદજ્ઞાનની વ્યાખ્યા કરી. ભગવંત ! તને જે અનાદિથી પુણ્ય ને પાપના, રાગ-દ્વેષના વિકલ્પોનો અનુભવ છે એ દુઃખરૂપ છે, એ સંસારનું વેદન છે. હવે એકવાર રાગથી ભિન્ન પડી અંદર રાગથી જુદા પડવાનું ભેદજ્ઞાન કર...! એ ભેદજ્ઞાન દ્વારા (રાગ ભિન્ન પડતાં આત્મા પ્રત્યક્ષ થાય છે ). ભેદજ્ઞાન એટલે શું? “જીવના શુદ્ધ સ્વરૂપનો અનુભવ” આવા શબ્દો છે બાપુ! આહા... રાગ, પુણ્ય પાપના વિકલ્પો તેનાથી ભિન્ન પાડતાં.. જુદું પાડતાં.. આત્મા જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે. અર્થાત્ શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે... તેનું નામ સંવર અને તેનું નામ ધર્મ છે. ભેદજ્ઞાનની વ્યાખ્યા જ આ કરી– “જીવના શુદ્ધ સ્વરૂપનો અનુભવ”
પ્રભુ તું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જ છે, પવિત્ર જ છે. દ્રવ્ય અને એના ગુણો એ તો પવિત્રનો પિંડ છે. એની પર્યાયમાં હાલતમાં પુણ્ય ને પાપના ભાવ છે, એ ચૈતન્યના સ્વભાવમાં અભાવ
સ્વરૂપ છે. માટે અભાવ સ્વરૂપવાળા રાગનું ચૈતન્ય સ્વરૂપ પ્રભુ... જે ભાવવાળો છે તેનાથી અનુભવ કર. આવું છે ભગવાન અંદર ! તેનું નામ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન છે. સંવર અર્થાત્ વિકારી પરિણમનનું રુંધાઈ જવું.. અટકી જવું અને અવિકારી પરિણમનનું ઉત્પન્ન થવું તેનું નામ સંવર ને ધર્મ છે.
હતિ' પ્રગટ થાય છે. ભાષા કેવી છે! કેમકે અનાદિથી ભેદજ્ઞાન નહોતું. અનાદિથી તો પુષ્ય ને પાપ, મિથ્યાત્વ ભાવમાં (એકત્વ હતું) પરમાં સુખ છે અર્થાત્ શરીરમાં, લક્ષ્મીમાં, આબરૂમાં, કીર્તિમાં પરમાં સુખ છે. એવી જે મિથ્યા શ્રદ્ધા હતી, એવો જે મિથ્યાત્વભાવ હતો તે કાળે મિથ્યાશ્રદ્ધા ને રાગ-દ્વેષનો અનુભવ હતો એટલે કે- દુઃખનો જ અનુભવ હતો. આવી વાત છે ભાઈ !
આ સંવર અધિકાર છે ને! જ્યારે રાગના વિકલ્પથી એટલે કે પર્યાય બુદ્ધિથી ખસી