________________
કલશ-૧૨૬
૧૬૩
અશુભરાગ તો છે નહીં.
ચોથે ગુણસ્થાને સમ્યગ્દષ્ટિ, પાંચમે સાચા શ્રાવક તેને તો હજુ આર્તધ્યાન પણ હોય અને રૌદ્રધ્યાનેય હોય અને હોય અને અશુભભાવ પણ હોય અને શુભભાવની વાત પણ હોય, પણ મુનિને તો અશુભભાવ હોતો નથી. ત્રણ કષાયના અભાવથી આનંદ સ્વરૂપ ભગવાન ચૈતન્ય શક્તિનો વિકાસ અંદર થયો છે. અનંતગુણની પાંખડીએ આત્મા જ્યાં ખીલી નીકળ્યો છે. જેમ ગુલાબની કળી ખીલી નીકળે તેમ ભગવાન આત્મામાં અનંત ગુણ છે તેમાં તે ખીલી નીકળ્યા છે તે તેનું સત્ત્વ છે. એ અનંતગુણની દૃષ્ટિ ને સ્થિરતા દ્વારા મુનિને ચારિત્રપણું છે. અનંતગુણની શક્તિની પર્યાયમાં ખીલવટ થઈ ગઈ છે- વિકાસ થઈ ગયો છે. છતાં તેમને હજુ શુભરાગ છે અને તે દુઃખ છે. તો (મુનિ) કહે છે- એ શુભરાગ. અજ્ઞાન છે તે અસ્ત થઈ જાવ. અમે તો જ્ઞાન સ્વરૂપનો પ્રકાશ કરીએ છીએ.
આત્મા અંદર છે (તેનાથી ભિન્ન) રાગ ને પુણ્ય પાપના ભાવ વિકલ્પ છે તેને અહીંયા જડ કહેશે. પાઠમાં છે. આ ચૈતન્ય પ્રભુ જ્ઞાનાનંદ છે. જ્ઞાનનો ચિદ્ધન-પ્રજ્ઞાબ્રહ્ય સ્વરૂપ ભગવાન છે. પ્રજ્ઞાબ્રહ્મ એટલે જ્ઞાન ને આનંદ સ્વરૂપ જ ત્રિકાળી છે. (એની) પર્યાયમાં જે શુભભાવ થાય કે અશુભભાવ થાય (તે જડ છે). મિથ્યાષ્ટિને તો પુણ્ય-પાપના ભાવ તે હું છું તે દૃષ્ટિ મિથ્યા છે. પણ ભેદજ્ઞાન કરીને, એ પુણ્ય ને પાપના વિકલ્પો રાગ-અંધકાર છે. અંદર આત્મા છે તે ચૈતન્ય પ્રકાશનું પૂર છે. એમ રાગથી ભિન્ન પડી અને જેણે ભેદજ્ઞાન અંતરમાં પ્રગટ કર્યું તેનું નામ પ્રથમ સમ્યગ્દર્શન જ્ઞાન તેને સંવર દશા કહેવામાં આવે છે. શાંતિભાઈ ! અહીંયા છે અંદર શાંત, શાંતિનો સાગર આત્મા અંદર છે. જેટલા પુણ્ય-પાપના ભાવ થાય તે અશાંત છે. આત્મા શાંતિ ને સાગર બન્ને છે.
અહીંયા પરમાત્મા કહે છે એ જ સંતો આડતીયા થઈને જગતને જાહેર કરે છે. “ફર્વ મેજ્ઞાનમ તિ” [ટુવં] નામ પ્રત્યક્ષ. રાગથી ભિન્ન પડે ત્યારે પ્રભુ આત્મા પ્રત્યક્ષ થાય છે. માર્ગ ઝીણો, સૂક્ષ્મ ઘણો પ્રભુ!
શ્રોતા- જલ્દી સમજાય એવો નથી.
ઉત્તર- જલ્દી સમજાય એવી જ આ રીત છે. પણ અનંત કાળથી આ અભ્યાસ નહીં... અને (પેલો) અધ્યાસ અનાદિનો.
અહીંયા કહે છે- એકવાર પ્રભુ તું (સાંભળ!) એ પુણ્ય ને પાપના વિકલ્પો... રાગ એ જડ છે. જડ છે એટલે ? તે રજકણ છે અને તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે તેમ નહીં. એ શુભ અશુભ ભાવો જડ છે એટલે એમાં રજકણ છે, એમાં રંગ, ગંધ, વર્ણ, સ્પર્શ છે. એમ જડનો અર્થ નથી. જડ છે એટલે તેમાં ચૈતન્યના તેજના પ્રકાશના નૂરનો અભાવ છે. ભાષા તો સાદી છે બાપુ!
આહાહા! (આત્મા) ભગવત્ સ્વરૂપ છે. તેને જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ