________________
૧૬૨
કલામૃત ભાગ-૪ અશુધ્ધપણાનું સ્વરૂપ. શેના વડે ભિન્નપણું કર્યું? “સત્તાવારોન” (અન્તર્વાણ) અંતરંગ સૂક્ષ્મ અનુભવદેષ્ટિ, એવું છે (કારણેન ) કરવત, તેના વડે. ભાવાર્થ આમ છે કેશુદ્ધજ્ઞાનમાત્ર તથા રાગાદિ અશુધ્ધપણું-એ બંનેનો ભિન્નભિન્નપણે અનુભવ કરવાનું અતિ સૂક્ષ્મ છે, કેમ કે રાગાદિ અશુધ્ધપણું ચેતન જેવું દેખાય છે, તેથી અતિસૂક્ષ્મ દૃષ્ટિથી, જેમ પાણી કાદવ સાથે મળવાથી મેલું થયું છે તોપણ સ્વરૂપનો અનુભવ કરતાં સ્વચ્છતામાત્ર પાણી છે, મેલું છે તે કાદવની ઉપાધિ છે, તેમ રાગાદિ પરિણામના કારણે જ્ઞાન અશુધ્ધ એમ દેખાય છે તોપણ જાણપણામાત્ર જ્ઞાન છે, રાગાદિ અશુધ્ધપણું ઉપાધિ છે. “સત્ત: અધુના ફુવં મોવર્ધ્વમ”(સન્ત:) સંતો અર્થાત્ સમ્યગ્દષ્ટિજીવો (પુના) વર્તમાન સમયમાં (રૂદ્દે મોમ્બમ્) શુદ્ધજ્ઞાનાનુભવને આસ્વાદો. કેવા છે સંતપુરુષો? “અધ્યાસિતા:” શુદ્ધસ્વરૂપનો અનુભવ છે જીવન જેમનું, એવા છે. વળી કેવા છે? “દ્વિતીયભુતા:” હેય વસ્તુને અવલંબતા નથી. ૨-૧૨૬.
કળશ નં.-૧૨૬ : ઉપર પ્રવચન પ્રવચન નં. ૧૨૬-૧૨૭
તા. ૨૦-૨૧/૧૦/'૭૭ ફર્વ એજ્ઞાનન રતિ” પ્રત્યક્ષ એવું ભેદજ્ઞાન અર્થાત્ જીવના શુદ્ધ સ્વરૂપનો અનુભવ પ્રગટ થાય છે.”શું કહે છે? સંવર અધિકાર છે ને આત્મા શુદ્ધ ચૈતન્ય આનંદ રસકંદ પ્રભુ છે, એને પુણ્ય-પાપના જે ભાવ થાય છે તેનાથી ભિન્ન કરવો, તેનાથી ભેદજ્ઞાન કરવું એ સંવર અને ધર્મ છે.
પ્રશ્ન- ક્યારે ભેદજ્ઞાન કરવું? ઉત્તર- સમ્યગ્દર્શન થવાના કાળે જ.
આ આત્મા! ચૈતન્ય સ્વરૂપ જ્ઞાયકમૂર્તિ! એ તો ત્રિકાળી શુદ્ધ અને પવિત્ર જ છે. એની પર્યાયમાં જે પુણ્ય ને પાપના ભાવ થાય તે અજ્ઞાન છે. અજ્ઞાન એટલે તેમાં ચૈતન્ય સ્વરૂપનો અંશ નથી. સૂર્યનો પ્રકાશ હોય તો અંજવાળુ હોય પણ કોલસાની કણી તે કાંઈ સૂર્યનું અંજવાળુ નહીં. તેમ પુણ્ય ને પાપના ભાવ એ તો કોલસાની કણી-મેલ છે. અજ્ઞાન છે, એટલે તેમાં જ્ઞાનના પ્રકાશનો અભાવ છે.
શ્રોતા:- અજ્ઞાન એટલે મિથ્યાજ્ઞાન લેવું.
ઉત્તર-ના, બન્ને પ્રકાર લીધા. ગઈકાલે જરી મગજમાં આવી ગયું હતું. આચાર્ય કહે છે કે- અજ્ઞાન અસ્ત થઈ જાવ. એ તો મુનિ છે, તેમને તો અજ્ઞાન અસ્ત થયેલું છે. એટલે મિથ્યાષ્ટિને પણ એમ કહે છે રાગથી ભિન્ન પડીને અજ્ઞાનનો નાશ કરો. મને તો અંદરમાં એ વખતે તર્ક આવ્યો હતો કે- અમને પણ હજુ શુભરાગ થાય છે... એ અજ્ઞાન છે. અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન એમ નહીં. મિથ્યાજ્ઞાન એમ નહીં.. પણ શુભરાગની વાત છે મુનિને