________________
૧૬૦
આત્મા તો અંદર ભગવાન સ્વરૂપે છે.
'
“ઘટ ઘટ અંત૨ જિન વસેને ઘટ ઘટ અંત૨ જૈન, મત મદિરાકે પાનસો મતવાલા સમજે ન”
કલશામૃત ભાગ-૪
સ્વરૂપની દૃષ્ટિ કરીને જેણે રાગને જીત્યો તે ઘટમાં બિરાજે છે... તે જૈન છે. જૈન કોઈ સંપ્રદાય કે વાળો નથી. મતવાલા અર્થાત્ બહા૨માં પુણ્ય ને પાપના મતવાલા અભિમાનીઓ સમજે નહીં. રાગ ને પુણ્યના પૂછનારા અભિમાનીઓ મતવાલા સમજે નહીં કે- આ જિન સ્વરૂપ અંદર છ તે મારી ચીજ છે. ભાષા કેવી લીધી છે... બનારસીદાસે નાટક સમયસારમાં આ શબ્દ લીધા છે.
આહાહા ! જૈન એટલે શું ? ઘટ ઘટ અંતર જૈન વસે અંત૨માં જૈન અર્થાત્ રાગને જીતીને સ્વરૂપનો અનુભવ કરે તે જૈન છે. ઘટ-ઘટમાં જિન વસે છે, શ૨ી૨માં અને બહા૨માં કાંઈ જૈનપણું નથી. જ્યાં જિન છે ત્યાં જૈન છે. જે જિન સ્વરૂપી ભગવાન છે તેનો અનુભવ કર્યો તે જૈન છે. આવી અગમ-ગમની તારી વાતું છે નાથ !
આહાહા ! તું વચનમાં આવે નહીં, તું દયા-દાનના વિકલ્પથી જણાય નહીં, વિકલ્પાતીત, વચનાતીત, શરીરાતીત... એવો જે ભગવાન અંદર છે તેનું અંત૨માં, શુદ્ધ સ્વભાવનું પરિણમન થવું તે જૈન છે ને સમકિતી છે. તેણે આસ્રવને જીત્યો છે.
આહાહા ! ચંડાળનો, હરિજનનો આત્મા હો ! આત્મા ક્યાં હરિજન છે ? આત્મા ક્યાં વાણિયોને-મુસલમાન છે ? એ તો ભગવાન છે... એ અંદર છે, તેનો જેણે અંતર્મુખ થઈ અને બહિર્મુખનો જેણે નાશ કર્યો અર્થાત્ અંતર્મુખ પ્રભુને જેણે ૫૨ખ્યો એ ચંડાળનો આત્મા પણ જૈન છે, જિન ને જૈન છે. કોઈ મોટો રાજા-મહારાજા હોય અને હજારો રાણી છોડી, દિગમ્બર સાધુ થયો હોય પણ જેણે અંદરમાં ભગવાનના ભેટા કર્યા નથી અને દયા-દાન-વ્રતક્રિયામાં ધર્મ માની બેઠા છે એ બધા અજૈનપણે છે. એ (જૈનપણું ) કાંઈ બહારની ચીજથી મળે એવું નથી.
“તેથી શુદ્ધ પ્રકાશ પ્રગટ થાય છે” ભગવાન આત્મા જિન સ્વરૂપી પ્રભુ છે. આત્મા તો વીતરાગની મૂર્તિ જ પ્રભુ છે. વીતરાગ એટલે રાગ રહિતની મૂર્તિ એ છે. એવા ભગવાનને પામીને શુદ્ધ પ્રકાશ પ્રગટ થાય છે. તેને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે તે પર્યાયમાં પ્રગટ દેખાય છે. આ તો શુદ્ધ ચૈતન્ય છે. જે નમૂનો આવ્યો તે આખું તત્ત્વ શુદ્ધ છે. આવી વાતો હવે ! સાધારણ માણસને સાંભળવા મળે નહીં બિચારાને ! અરે... વખત ચાલ્યો જાય છે. જે જે ક્ષણ જાય છે તે દેહ છૂટવાનો સમય નિશ્ચિત છે તેની સમીપ જાય છે. મૃત્યુની સમીપ જાય છે. દેહ છૂટવાનો સમય નિશ્ચિત છે– ભગવાનના જ્ઞાનમાં આ સમયે આમ થશે તે નિર્ણય ( નક્કી ) છે. એની એમાં જેટલી ક્ષણો જાય છે તે બધી મૃત્યુની સમીપ જાય છે... આહાહા ! એમાં જીવના જીવનને તેણે જાણ્યું નહીં. શુદ્ધ ઉપયોગ શુદ્ધ પરિણમન તે જીવનું જીવન છે. તેણે જીવને જીવી જાણ્યો છે.