________________
૧૫૮
કલશામૃત ભાગ-૪ રહી. પુદ્ગલ તો એમ ને એમ રહ્યા. (આત્મા) અંદર હણાય ગયો છે. જો અંદર ન હણાયું હોય તો સમ્યગ્દર્શન જ્ઞાન થાય તો પુદ્ગલ હણાય જાય, અર્થાત્ વ્રતના પરિણામ રહે નહીં, શરીરની ક્રિયા રહે નહીં, કેમકે એ તો સ્વતંત્ર જડની ક્રિયા છે. એ આવી ગયું છે.
અત્યારે નોરતા ચાલે છે. ઘડો કાંણાવાળો છેદવાનો હોય, તે ઘડામાં દીવો રાખે તેને ગરબો કહે છે, અમારે કાંણાવાળા ઘડામાં અંદર દીવો હોય, તો અહીં કહે છે કે દીવો ઓલવાય (બુઝાઈ ) જાય તો ઘડો તૂટે નહીં. ઘડો તૂટે તો દીવો ઓલવાતો નથી- બે ચીજ ભિન્ન છે. ઘટ ફૂટી જાય તો દીવો તો અંદર છે અને દીવો ઓલવાઈ જાય તો પણ ઘટ એવો ને એવો રહે. તેમ પુણ્ય ને પાપની ક્રિયા, દેહની ક્રિયા એવી ને એવી રહે પરંતુ ચૈતન્ય દીવામાં, રાગ મારો છે તેમ માને તો મિથ્યાત્વ થઈ જાય છે. અર્થાત્ દીવો ઓલવાઈ ગયો. ઓલવાઈ ગયો તેને તમારે શું કહે છે? દીપક બૂઝ ગયા.
ઘટ એવો ને એવો રહ્યો... અંદર દીપક બુઝાઈ ગયો. આહાહા! અંતરમાં રાગની, મહાવ્રત આદિની ક્રિયા એ ધર્મ છે– સંવર છે એ મિથ્યાત્વભાવ થયો. ત્યાં ચૈતન્ય હણાય ગયો. દીવો હણાય ગયો, ઘટ એવો ને એવો રહ્યો. મહાવ્રતની ક્રિયા, શરીરની ક્રિયા, શરીરથી બ્રહ્મચર્ય પાળે તેને દીવો બુઝાઈ ગયો. ઘટ ફૂટી જાય છતાં દીવો એવો ને એવો રહે છે અંદર. મહાવ્રતની ક્રિયા, દેહની ક્રિયા ન રહે, શરીર નાશ થઈ જાય, મહાવ્રતના પરિણામ છૂટી જાય તો પણ અંદર આત્મા આનંદ સ્વરૂપ છે એ તો એવો ને એવો રહે. આવી વાતું છે.
અહીંયા કહે છે- “અનંત કાળથી સર્વ જીવરાશિ સર્વ જીવરાશિ' નવમી રૈવેયક ગયો. દિગમ્બર જૈન મિથ્યાદેષ્ટિ સાધુ થઈને. દેહની ક્રિયા, આ દયા-દાન-વ્રતના પરિણામ તે મારા છે; તેનાથી મને ધર્મ થાય છે એ મિથ્યાત્વથી હણાય ગયો છે. આહાહા! આવી વાતો છે.
અનંત કાળથી સર્વ જીવરાશિ વિભાવ મિથ્યાત્વ” એક તો વિભાવમાં મિથ્યાત્વ લીધું... એટલે વિપરીત માન્યતા. મને પુણ્યના ભાવમાં સુખ છે, પાપના પરિણામ વિષયવાસના, ક્રોધ-માન-માયામાં મને મજા છે એવો જે મિથ્યાત્વભાવ તેનાથી આખું સર્વ જગત હણાય ગયું છે.
“સર્વ જીવરાશિ વિભાવ મિથ્યાત્વ પરિણતિરૂપ પરિણમે છે, તેથી શુદ્ધજ્ઞાનનો પ્રકાશ નથી;” અંદર ચૈતન્યના પ્રકાશનું પૂર પ્રભુ... એ પ્રકાશ ત્યાં નથી કેમકે મિથ્યાત્વથી હણાય ગયો છે. શુદ્ધ ચૈતન્ય પ્રભુ એકલો અનઈન્દ્રિય જ્ઞાન ને અનઇન્દ્રિય આનંદકંદ પ્રભુ છે તેનો પ્રકાશ મિથ્યાત્વના પરિણામમાં નથી.
“તેથી આસવના સહારે સર્વ જીવ છે” મિથ્યા શ્રદ્ધા અને પુણ્ય-પાપના ભાવ તે આસવરૂપ મલિન પરિણામના સહારે બધા અર્થાત્ સર્વ જીવ છે. “કાળલબ્ધિ પામીને” કાળલબ્ધિ પામીને એટલે પોતાના સ્વભાવના પુરુષાર્થના બળે. સ્વરૂપ તરફનો પુરુષાર્થ થાય એ કાળલબ્ધિ. ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ એ તરફનો ઝુકાવ થઈને. પુરુષાર્થ થઈને..