________________
કલશ-૧૨૫
૧૫૭ એ બન્ને વેરી છે. આસ્રવ અને સંવર પરસ્પર ઘણાં જ વેરી છે. પાછા થોડા (વેરી) એમ નહીં. સંવરમાં કિંચિત્માત્ર આસ્રવ નથી અને આસવમાં કિંચિત્માત્ર સંવર નથી. એ શું કહે છે? જેટલા પુણ્ય ને પાપના ભાવ થયા હોય તેમાં કિંચિત્ સંવર નામ ધર્મ નથી. આત્માના આનંદ સ્વરૂપનો આશ્રય લઈને જે સમ્યગ્દર્શન જ્ઞાન થયું તેમાં કિંચિત્ આસ્રવ નથી. આહાહા! બે પરસ્પર વેરી છે.
આહાહા ! સચ્ચિદાનંદ પ્રભુ આત્મા તેણે અંદરમાં જ્યાં જાગીને જોયું તો પુણ્ય ને પાપના ભાવ વિનાનો નિરાકુળ શાંતરસનો કંદ છે, એવી જ્યાં સમ્યગ્દર્શનની દશા થઈ તે સંવર થયો પુણ્ય-પાપના ભાવ અને પુણ્યમાં ધર્મ માનનારો મિથ્યાત્વભાવ તે આસવ-સંવર તથા આસવ તે ઘણા જ વેરી છે.
“પરસ્પર ઘણાં જ વેરી છે.”
“તેથી અનંતકાળથી સર્વ જીવરાશિ વિભાવ મિથ્યાત્વ પરિણતિરૂપ પરિણમે છે” જુઓ અનંતકાળથી
“મુનિવ્રત ધાર અનંતબેર ગ્રેવેયક ઉપજાયો,
પૈ નિજ આત્મજ્ઞાન વિના સુખ લેશ ના પાયો” હજારો રાણીઓ છોડી મુનિ થયો, દિગમ્બર થયો, પંચ મહાવ્રત ધારણ કર્યા, અઠ્ઠાવીસ મૂળગુણવ્રત પાળ્યા તે તો બધા આસ્રવ છે. પરંતુ “આત્મજ્ઞાન વિના” અર્થાત્ રાગની ક્રિયાથી રહિત પ્રભુ ચૈતન્ય સ્વરૂપ છે એના જ્ઞાનના, આનંદના ભાન વિનાના પંચ મહાવ્રતના પરિણામ પણ દુઃખરૂપ છે. આવી આકરી વાતો બાપા ! લોકોને તત્ત્વની દૃષ્ટિની ખબર નથી અને ઉપરથી ધર્મ કર્યો. ધર્મ કર્યો, ધૂળમાંય ધર્મ નથી.
તેથી અનંતકાળથી સર્વ જીવરાશિ વિભાવ મિથ્યાત્વ પરિણતિરૂપ પરિણમે છે” જુઓ! અનંતકાળથી અનંતજીવો પુણ્યમાં ધર્મ માનીને મિથ્યાત્વથી રોકાયેલા છે. મિથ્યાત્વથી પરિણમેલા છે એમ કહે છે. આપણે સમયસારમાં આવી ગયું હતું. અંતરમાં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું સમ્યગ્દર્શન ન થતા હું રાગવાળો છું તેવું મિથ્યાત્વમાં આવ્યું છતાં (બહારમાં) પુદ્ગલની ક્રિયાનો નાશ ન થયો. પંચ મહાવ્રતના પરિણામ અને તેની ક્રિયા તો એવી ને એવી રહે પરંતુ અંદરમાં મિથ્યાત્વ થઈ ગયું.
એ વાત સમયસારમાં આવી ગઈ છે. ભગવાન આત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય આનંદકંદને ભૂલીને, રાગનો નાનામાં નાનો જે કણ છે તે મારો છે. એમ (માની) મિથ્યાદેષ્ટિ થયો, તેનો આત્મા હણાય ગયો. (બહારમાં) પંચ મહાવ્રતની ક્રિયા, શરીરની ક્રિયા બ્રહ્મચર્ય પાળતો હતો એ બધુંય એનું એ રહ્યું. પુદ્ગલ ન હણાયો. અરે..! શું કહે છે? સમજાય છે કાંઈ?
આહાહા ! અંતર ભગવાન પૂર્ણાનંદ પ્રભુ તેને રાગના કણથી લાભ છે એવું માનીને મિથ્યાષ્ટિ થયો. છતાં સાધુની વ્યવહારની જે ક્રિયા. પંચ મહાવ્રતની તે એમ ને એમ ઊભી