________________
કલશ-૧૨૫
૧૫૫
બાપુ! આ દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા-જાત્રા એ બધા ભાવ કાંઈ ધર્મ નથી, એ તો રાગ છેઆસ્રવ છે આસવને ગર્વ થયો કે મેં મોટા માંધાતાઓને આસવમાં ધર્મ મનાવ્યો છે. એ લીટી હમણાં આવશે.
અહીંયા સંવર કહે છે કે આસવને જીતીને તેનો નાશ કરીને, મારા સ્વરૂપના અનુભવની દશા પ્રગટ થઈ છે. એ મારો જય થયો છે, તે હવે કદી પરાજ્ય નહીં થાય. એ. મેરૂ હવે નહીં હલે. સચ્ચિદાનંદ પ્રભુ અંદર વસ્તુ છે, એ દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાના ભાવથી પણ ભિન્ન છે, કેમકે એ આસ્રવ રાગ છે. એ રાગને સંવર કહે છે મારો પ્રભુ વીતરાગ મૂર્તિ, જિન સ્વરૂપી આત્મા તેનો મેં આશ્રય લીધો, તેનો મેં ભેટો કર્યો, હું મહાપ્રભુની પડખે ચઢયો, એ બાજુ હવે મારી નહીં ખસે, અનાદિથી પુણ્ય ને પાપના મિથ્યાત્વના પડખે અર્થાત્ બાજુએ હું ચઢી ગયેલો તે મારી ભૂલ હતી. “જેણે શાશ્વત જીત મેળવી છે” એટલા શબ્દોએ તો ગજબ
કર્યું છે.
આ તો દિગમ્બર સંતોના શાસ્ત્રો છે. કેવળીના કેડાયતો કહે છે કે જે આત્મા શાંત અને આનંદની મૂર્તિ પ્રભુ છે તેનો અમને અનુભવ થયો છે. અનુભવ થયો એ સંવરદશા છે. કોઈ ક્રિયાકાંડ, દયા-દાન, વ્રત-ભક્તિ-પૂજા એ કાંઈ સંવર-ધર્મ નથી.
શ્રોતા:- શાંતિ તો મળે છે.
ઉત્તર:- ધૂળેય શાંતિ મળતી નથી, એ માને છે. રાગમાત્ર આકુળતા છે. શુભરાગ હોય કે અશુભ રાગ હોય બન્ને આકુળતા છે, બન્ને દુઃખ છે. ભગવાન આનંદ સ્વરૂપ છે એના લક્ષ આનંદ આવશે.
એ કહ્યું ને! “કેવો છે સંવર? પ્રાપ્ત કરી છે શાશ્વત જીત જેણે” આહાહા! ગજબ કર્યું છે ને! મારો નાથ આનંદ સ્વરૂપ પ્રભુ છે. અનાકુળ અતીન્દ્રિય અને અનાકુળ શાંત અણઇન્દ્રિય અને અનાકુળ શાંતિ અને અનાકુળ આનંદ એ મારી ચીજ છે. એ ચીજને મેં મેળવીને ભેટો કર્યો છે એમ કહે છે. આસ્રવના ઉપર મેં જીત મેળવી છે. શા કારણથી વિજય મેળવીને સંવર એવો છે?
શા કારણથી એવો છે?“સંસારવિરોધિસંવરનÀાન્તા-વતિશાસ્ત્રવચક્ષIRIત અનંત કાળથી માંડીને વેરી છે એવો જે નિગોદ અર્થાત્ એકેન્દ્રિય જીવ ત્યાંથી માંડીને વેરી છે. અનંતકાળથી સંવર આસવનો વેરી છે. પુષ્ય ને પાપના ભાવ આસવ તે સંવરના વેરી છે. આવી વાત છે પ્રભુ!
અનંતકાળથી માંડીને વેરી છે એવો જે (સંવર) બધ્યમાન કર્મનો નિરોધ” જે આસવને રોકનાર “તેના ઉપરની જીતને લીધે” જોયું? સંવરની જીતને લીધે ! આસવ ગર્વમાં આવી ગયો છે તે કહે છે- “મારાથી મોટો ત્રણલોકમાં કોઈ નથી” પુણ્ય કરતાંકરતાં, દયા-દાન-વ્રત-ભક્તિ કરતાં-કરતાં ધર્મ થશે એવી જે મિથ્યાશ્રદ્ધા. તેને રાગમાં ને