________________
૧૫૪
કલશામૃત ભાગ-૪ ક્ષયોપશમ થાય. અત્યારે ક્ષાયિક નથી. જે આચાર્ય થયા, મુનિ થયા તેને પણ ક્ષાયિક નથી. તેને ક્ષયોપશમ દશા એવી પ્રગટી છે કે ક્ષાયિક લીધે જ છૂટકો છે.
પાઠમાં [ નિત્ય નિયં] શબ્દ વાપર્યો છે. ઝીણી વાત છે ભાઈ ! “પ્રતિઘનિત્યવિન” શબ્દ પડ્યો છે. જેણે સંવર પ્રગટ કર્યો તેણે નિત્ય વિજય મેળવ્યો. આહાહા ! એ વાત તો એને પહેલાં કરી હતી. બેનને જાતિસ્મરણમાં આવ્યું કે સમકિતના બે પ્રકાર છે. (૧) સીધું ક્ષાયિક (૨) જોડણી ક્ષાયિક. એવું આવ્યું છે. જોડણી ક્ષાયિક એટલે ક્ષયોપશમ સમકિત છે એ ક્ષાયિક થવાનું. એ વાત (અહીં) છે. સમજાય છે કાંઈબેનના જાતિ સ્મરણમાં એમ આવ્યું છે અને ચોપડીમાં લખેલું છે. જોડણી ક્ષાયિક એટલે વર્તમાનમાં ક્ષાયિક નથી પણ અનુભવ થયો એ ક્ષાયિક લીધે છૂટકો એ પડવાનું નથી. જુઓ, અહીંયા એ વાત આવી ને ! સમયસારની ૩૮ ગાથામાં એ વાત આવી અને પ્રવચનસારની ૯૨ ગાથામાં એ વાત આવી છે. અમે આગમ કુશળથી અને અમારા અનુભવથી જે સમ્યગ્દર્શન જ્ઞાન પ્રગટ કર્યું છે તે હવે પડવાનું નથી. પંચમઆરાના સંતોનો પોકાર છે આ. જેમને પરમાત્માના વિરહ હતા. કુંદકુંદાચાર્ય તો વળી ભગવાન પાસે ગયા હતા. આ કળશો (રચનારા) અમૃતચંદ્રાચાર્ય તો અહીંયા હતા. એ કાંઈ ભગવાનને મળ્યા નથી, એને આ (નિજ) ભગવાન મળ્યા. આચાર્ય ભગવાન છે એ ભગવાનને કહે છે પંચ પરમેષ્ઠિની સ્થિતિથી.
અહીંયા તો એકદમ નિત્ય વિજય મેળવ્યો છે. અનાદિથી આમ્રવનો જેવો નિત્ય જય હતો, આસવને ગર્વ થયો હતો. તેને મિથ્યાત્વ ને પુણ્ય પાપના ભાવનો ગર્વ થયો હતો કે- મેં માંધાતાને પાળ્યા છે. પંચ મહાવ્રતને પાળનારા મોટા જૈનના દિગમ્બર સાધુ હો ! પણ એ મહાવ્રત આસવને ધર્મ માનનારા અર્થાત્ આસ્રવથી મને ધર્મ થશે એવા મહાત્માઓને મેં પાડ્યા છે. આસ્રવ હમણાં (આ પાઠમાં) જ કહેશે. આસવને ગર્વ થયો છે એવો અહંકાર કર્યો છે.
આહાહા! મોટા માંધાતા, અગિયાર અંગના ભણનારા, નવ-નવ પૂર્વની જેને લબ્ધિ હોય, પંચ મહાવ્રતને અઠાવીસ મૂળગુણ પાળનારા એવા મહાત્માઓને મેં પાળ્યા છે. રાગની ક્રિયા એ ધર્મ છે... અને અમે ધર્મ કરીએ છીએ. મિથ્યાત્વરૂપી આસ્રવને ગર્વ થયો કે- એવા માંધાતાને મેં મિથ્યાત્વમાં રાખ્યા છે. આહાહા! હમણાં આવશે. અહીંયા નિત્યની સાથે (વિજય) મેળવી અને પછી આ વાત કરશે.
આ ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે. પૂર્ણ શુદ્ધ ચૈતન્યધન એનો અંતર અનુભવ થયો. એ દયા-દાન-વ્રત-ભક્તિ પૂજાના ભાવ એ બધા આસ્રવ છે- મેલ છે, એ ધર્મ નથી. એ આસવ ઉપર મેં જીત મેળવી તેમ સંવર કહે છે.
આહા ! મેં મારા સ્વરૂપનો આશ્રય લીધો છે. જેમાં ભગવાન સચ્ચિદાનંદ નિત્ય ધ્રુવ છે તેનું અવલંબન લઈને મારી દશા પ્રગટી છે તે પણ ધ્રુવ (પણે ) કાયમ રહેનારી છે. ઝીણી વાતો