________________
૧૫૨
કલશામૃત ભાગ-૪ રાગથી ભિન્ન (શ્રદ્ધી). સ્વભાવની એકતા અને વિભાવની પૃથકતા એવું જ્યાં અંદર પ્રગટ થયું તો નિત્ય વિજય થયો છે. અમારી દશા હવે પોતાનો નિત્ય વિજય કરશે. રાગનો પરાજય કરશે અને સંવરનો વિજય કરશે. પ્રવચન નં. ૧૨૫
તા. ૧૮/૧૦/'૭૭ શ્રી કળશ ટીકા તેનો સંવર અધિકાર ભાવાર્થની નીચેથી ચોથી લીટી.
“ભાવાર્થ આમ છે કે- અહીંથી માંડીને સંવરનું સ્વરૂપ કહે છે” આત્મા સચ્ચિદાનંદ પ્રભુ! શુદ્ધ જ્ઞાન ને આનંદ સ્વરૂપનું જ્યાં અંતરમાં પુણ્ય ને પાપના રાગથી ભિન્ન પડીને અનુભવ થયો. તે પુણ્ય ને પાપ આસ્રવ છે, મિથ્યાશ્રદ્ધા તે આસ્રવ છે. વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ છે તેનાથી વિપરીત માન્યતા તે મિથ્યાત્વ છે. અને અનુકૂળ-પ્રતિકૂળતામાં રાગ-દ્વેષ કરવો એ પણ મિથ્યાત્વ સાથેના અનંતાનુબંધીનો વિકાર છે. શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિ કરીને એ બેને એટલે પુણ્ય-પાપના અને મિથ્યાત્વના આસ્રવને શરૂઆતમાં જેણે રોક્યો- રુંધન કર્યું તેને અંદર સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સ્વરૂપાચરણરૂપ સંવર થયો. અહીંયાથી એટલે ચોથે ગુણસ્થાનેથી સંવરની શરૂઆત થાય છે તેમ કહે છે.
ભગવાન આત્મા! પૂર્ણાનંદ, પૂર્ણજ્ઞાન અને પૂર્ણશાંતિના સાગરનો સ્વભાવ છે, તેની સન્મુખ થઈને; નિમિત્ત, રાગ અને એક સમયની પર્યાય તરફથી પણ વલણ છોડી દઈને.. શુદ્ધ ચૈતન્યઘન નિત્યાનંદ પ્રભુનો જેણે આશ્રય લીધો તેને સમ્યગ્દર્શન જ્ઞાન ને સ્વરૂપ આચરણ થાય તે સંવર છે. તેને હવે મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ-દ્વેષનો આસ્રવ રોકાયો છે. અસ્થિરતાના બીજા આસ્રવ છે. પણ શરૂઆત અહીંયાથી થાય છે.
“અહીંથી માંડીને” એમ પાઠમાં છે ને? “સંવરનું સ્વરૂપ કહે છે. કેવો છે સંવર? “પુતિન સ્થનિત્યવિન” પ્રાપ્ત કરી છે શાશ્વત જીત જેણે એવો છે” આહાહા ! ચૈતન્ય દ્રવ્ય વસ્તુ તેની જેણે અંતરમાં દૃષ્ટિ પ્રાપ્ત કરી છે તેણે આસવ ઉપર શાશ્વત જીત મેળવી છે. જે જીત થઈ તે હવે કદી પરાજિત થાય નહીં એમ કહે છે.
ફરીને....! અહીંયા ( પાઠમાં) “નિત્ય' શબ્દ પડ્યો છે. [ નિત્યવિનયં] જેમ અનાદિથી મિથ્યા શ્રદ્ધા અને રાગ-દ્વેષનો જય હતો અને સંવરનો પરાજ્ય હતો, ધર્મ દશાનો પરાજ્ય હતો. આ આત્મા પૂર્ણાનંદ સ્વરૂપને જ્યાં દષ્ટિમાં લીધો અને જ્ઞાનમાં તેને શેય બનાવ્યો અને તેના સ્વરૂપમાં ( સ્થિર થતાં) સ્વરૂપાચરણરૂપી ચારિત્ર પણ પ્રગટ્યું એ સંવરની શરૂઆત થતાં તેણે આસ્રવ ઉપર શાશ્વત જીત મેળવી. આહાહા ! આત્મા જેમ નિત્ય અને ધ્રુવ છે એમ જેણે નિત્ય અને ધ્રુવનો આશ્રય લઈ જેણે નિર્મળ પરિણતિમાં સંવર પ્રગટ કર્યો. તે હવે કર્યો તે કર્યો હવે નિત્ય રહેશે એમ કહે છે. આહાહા! જેમ વસ્તુ નિત્ય રહે છે, પ્રભુ ! છે તેનો આશ્રય લઈને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રનો અંશ પ્રગટ કર્યો એ પણ નિત્ય રહેશે.