________________
કલશ-૧૨૫
૧૫૧ શબ્દમાં ગંભીરતા પડી છે. આ તો ત્રિલોકીનાથ દેવાધિદેવ તીર્થકરોના વચનો છે. સંતો તીર્થકરોનો માલ આડતીયા થઈને દુનિયાને આપે છે. બાપુ! માલ તો આ છે. એક-એક કડીમાં બાર અંગનો સાર ભરી ધે છે. આ સિદ્ધાંત ને આ શાસ્ત્ર (અજોડ છે).
“સંવરમ સમ્પાવત” સંવરને સમ્પાદયત્ન કરે છે એટલે? આમ્રવને રોકે છે. [ સમ્પાયત] તેનો કરણશીલ છે. સંવરનો સ્વભાવ જ એવો છે એમ કહે છે. ભગવાન આત્મા રાગથી ભિન્ન પડી, પછી તે દયાદાન-વ્રત-ભક્તિના પરિણામ હો એ આસ્રવ છે, આકુળતા છે, તેનાથી ભિન્ન પડી સંવર અર્થાત્ ધર્મની પરિણતિ છે તે આસવને રોકવાના સ્વભાવવાળી છે. “કરણશીલ રોકવાના સ્વભાવવાળી ચીજ છે. આહાહા! કેવા શબ્દાર્થ કર્યા છે... રાજમલ્લજીએ ! બનારસીદાસે આમાંથી નાટક સમયસાર બનાવ્યું છે.
અરે! ઘરમાં ચીજ અને ઘરમાં જોવાની ફુરસદ નહીં. આહાહા ! બહારમાં ભમ્યા કરે છે. પુણ્ય ને પાપ, પુણ્ય-પાપના બંધન એ બંધને ધૂળનાં બહારના ફળ તેને બહારમાં જોયા કરે છે. જે ચીજ અંદરમાં નથી. અને જે ચીજ અંદરમાં છે તેને જોવાની ફુરસદ નથી.
બેનના પુસ્તકમાં એ શબ્દ છે- લોકાગ્રે જવું હોય તો લોકનો સંગ છોડ! લોકોના પરના સંગથી તને શું (લાભ) છે એમાં? આહા ! તારે લોકાગ્રે એકલું રહેવું છે. સિદ્ધ થઈને તો એકલું રહેવું છે લોકાગ્રે તેથી લોકનો સંગ છોડ તો લોકાગ્રે જઈ શકીશ. ભગવાન અસંગી પ્રભુ તેનો સંગ કર તો એકાગ્ર થઈને લોકાગ્રે જઈ શકીશ. એને ઝીણું લાગે પ્રભુ! કઠણ લાગે પણ માર્ગ તો આ છે. પહેલું જ્ઞાન તો કરે! સમજણમાં તો ત્યે કે- માર્ગ તો આ છે. સાચા જ્ઞાન વિના એ જાશે ક્યાં? ક્યાં જવું છે અને ક્યાંથી ખસવું છે એનું જ્યાં જ્ઞાન જ નથી?
શું કહ્યું?[ સચાયત]આવતા આવરણોને રોકવાનો જેનો સ્વભાવ છે. “કરણશીલ” રોકવાનુ કરવાનો સ્વભાવ છે... પર્યાયમાં સંવર નામ ધર્મ પ્રગટાવવો. સમ્યગ્દર્શન જ્ઞાન, સ્વરૂપની પ્રતીતિ-રમણતા આદિ અંશ પ્રગટયો છે... એનો એ આવરણોને રોકવાના કરવાનો સ્વભાવ છે. આ સંવરની પહેલી ગાથા છે.
“ભાવાર્થ આમ છે કે અહીંથી માંડીને સંવરનું સ્વરૂપ કહે છે.” આત્માના આશ્રયે સમ્યગ્દર્શન શાન ચારિત્ર તે સંવરનું સ્વરૂપ છે. હવે તેનું સ્વરૂપ કહે છે. “કેવો છે સંવર? “તિનધ્ધનિત્યવિન” પ્રાપ્ત કરી છે શાશ્વત જીત જેણે” જુઓ, ‘જીત' તો પ્રાપ્ત કરી છે પરંતુ નિત્ય જીત' “નિત્ય' શબ્દ ઉપર વજન છે.
આહાહા! ભગવાન આત્મા! પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ જેની શ્રદ્ધા જ્ઞાનને રમણતામાં આવ્યો છે તેણે વિજય પ્રાપ્ત કર્યો છે. એ પરિણતિ હવે પાછી ફરવાની નથી. એમ કહે છે. સંતોની વાણી તો જુઓ! અમને જે દશા પ્રગટ થઈ તે નિત્ય રહેવાની છે. હવે અમે પડીને મિથ્યાત્વના રાગ-દ્વેષમાં આવીએ એવું હવે અમારે રહ્યું નથી. પર્યાયમાં નિત્ય વિજય મેળવ્યો છે. વસ્તુ તો નિત્ય છે જ.. આહાહા! એવી ચીજને જ્યાં અંદરમાં... શુભ અશુભના