________________
૧૫O
કલશામૃત ભાગ-૪ અજ્ઞાનીની તો શું વાત કરવી? પણ જેને સંવર ઉત્પન્ન થયો છે તેની પર્યાયની નિર્મળતાની પણ હવે મર્યાદા નથી. એવી દશા છે હજુ પૂર્ણ દશા પ્રગટી નથી છતાં આવી દશા છે. હવે રાગ જે બાકી રહ્યો તેની મર્યાદામાં છે. ત્યાંથી (પર્યાયમાંથી) રાગ ખસી જશે. અરે! એના ઘરની વાતો તેણે સાંભળી નથી. નિજઘરમાં કેવી સૃદ્ધિ છે અને પરઘરમાં વિકાર ને દુઃખ છે તેની ખબર નથી. સમ્યગ્દષ્ટિ જ્ઞાની શુભભાવમાં આવે પણ તે તેને દુઃખરૂપ લાગે છે, તેને તેની હદ છે. આમ વસ્તુ શક્તિએ અને સ્વભાવે અક્ષય ને અમેય તો છે જ પરંતુ તેનું જ્ઞાન, શ્રદ્ધાન અને સ્થિરતા થતાં પર્યાયમાં અક્ષય ને અમેયપણું આવી જાય છે. આવી વાતો છે બાપુ! આવો તે ઉપદેશ કઈ જાતનો? દયા પાળવી ને વ્રત પાળવા ને બાપુ! એ બધા વિકલ્પ છે, રાગ છે, એ આત્મા નહીં.
સ્વરૂપે સચ નિયમિતે” જીવના શુદ્ધસ્વરૂપમાં [સભ્ય] જેવી છે તેવી ગાઢપણે સ્થાપિત છે” અંતરમાં ગાઢ ઘુ. વપને સ્થિર છે. એનું ભાન થયું તે પણ ગાઢપણે સ્થાપિત છે.
“વળી કેવી છે? “સંવરમ સમ્પાય” સંવર અર્થાત્ ધારાપ્રવાહરૂપ આવે છે જ્ઞાનાવરણાદિ કર્મ તેનો નિરોધ તેની કરણશીલ છે.” તે પર્યાય હોં? આહાહા! શુદ્ધ ચૈતન્યઘન ભગવાન સત્ ચિદાનંદપ્રભુ સત્ નામ શાશ્વત ચિદ નામ જ્ઞાન ને આનંદનો કંદ એનો અનુભવ થયો. એ વસ્તુ છે એને અનુસરીને ભવવું થવું. જે રાગને અનુસરીને વિકારનું થવું એ તો દુઃખ હતું. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદ ને જ્ઞાનની મૂર્તિ તેને અનુસરીને અનુભવશીલ થયો.. તે ધારાપ્રવાહરૂ૫ આસ્રવે છે. તે આવરણને રોકે છે. અંદરમાં જે ધારાપ્રવાહરૂપ આસ્રવે છે. તે આવરણને રોકે છે. અંદરમાં જે ધારાપ્રવાહરૂપ કર્મ આવતાં હતાં અને પરિણામ પણ વિકારના થતાં હતા, હવે તે અંદરમાં જતાં કર્મ અને વિકારને રોકે છે. એટલા ઉત્પન્ન નથી. જેટલો આત્મા આનંદ સ્વરૂપમાં લીન થાય છે તેટલાં આસ્રવ પુણ્ય પાપ ઉત્પન્ન થતાં નથી. તેથી તેનો નાશ કરે છે તેમ કહેવામાં આવે છે. આવી વાત છે બાપુ! આ તો સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગદેવ ત્રિલોકીનાથ સિવાય ક્યાંય છે નહીં.
સંવરની વ્યાખ્યા કરી કે- ધારાપ્રવાહ આસૂવે છે જે પુણ્ય-પાપના ભાવ, આવરણો તેનો નિરોધ તેની કરણશીલ છે. કોણ? જે શુદ્ધ ધ્રુવ સ્વરૂપ ભગવાન તેનો જ્યાં રાગથી ભિન્ન પડીને અનુભવ થયો, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ થયા તે ધારાવાહી આવરણને રોકે છે. આવું છે! ધ્રુવને ધારે ધારણામાં... જેને ધ્રુવના ધ્યાનથી ધ્યેયને ધ્યાનમાં લઈને જે દૃષ્ટિ પ્રગટી જે જ્ઞાન આદિ પ્રગટયું એ નિર્મળ શુદ્ધજ્ઞાન તે નવા કર્મને રોકે છે. રોકે એનું નામ આવતા નથી તેને રોકે છે તેમ કહેવાય છે. નવા આવવા રોકાય ગયા. આવે છે ને રોકે છે એમ નહીં. પહેલાં આવતાં હતાં એ અત્યારે રોકે છે એટલે નથી આવતા.. એમ તેનો અર્થ છે. આમ આવતા હતા અને રોકાયા એમ નથી. સમજાણું કાંઈ? આ તો અધ્યાત્મનું શાસ્ત્ર છે. એના એક-એક