________________
કલશ-૧૨૫
૧૫૩ પર્યાય હોં !! દ્રવ્ય તો નિત્ય છે.
દ્રવ્ય એટલે વસ્તુ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ! તેના ગુણ ને દ્રવ્ય નિત્ય-શાશ્વત જ છે. પરંતુ એનું અવલંબન લઈને જેણે સમ્યગ્દર્શન જ્ઞાન ને સ્વરૂપાચરણ સ્થિરતારૂપ એવો જેણે સંવર પ્રગટ કર્યો એ સંવર નિત્ય રહેશે.
પ્રશ્ન:- શાસ્ત્રમાં આવે છે ને કે પહેલું ઉપશમ સમકિત થાય છે.
ઉત્તરઃ- એ ઉપશમ થાય તેની અત્યારે વાત જ નથી. ઉપશમ થાય તો પણ એમ ને એમ રહેશે એમ અહીંયા કહેવું છે. શાસ્ત્રમાં એવું આવે છે કે પ્રથમ ઉપશમ થાય અને પેલો પડી પણ જાય એવો એક અધિકાર આવે છે. અને બીજો એક અધિકાર એવો આવે છે કે- પડે નહીં.. એમ આવે છે. અહીંયા તો આ વાત એકદમ લીધી છે. અંદર શાશ્વત પ્રભુ છે તેને જ્યાં દૃષ્ટિમાં ને અનુભવમાં લીધો એ સંવરદશા શાશ્વત એમ ને એમ રહેવાની છે. એમ કહે છે. આકરી વાત છે પ્રભુ!
આહાહા ! સંવર એટલે આમ બહારથી હાથ જોડીને બેઠા હોય અને આસ્રવ રોકાય એમ વાત નથી. અંતરમાં અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ છે. તેનો જેણે આશ્રય ને અવલંબન લીધું, એ આશ્રય અને અવલંબનમાં જે દશા સમ્યગ્દર્શન, જ્ઞાન, શાંતિ આદિની અંશે પ્રગટ થઈ તે સંવરની શરૂઆત થઈ.
આહાહા! ભાઈ અહીંયા તો અપ્રતિહત (દશા) ની વાત છે. થાય અને પછી પડે એની વાત અહીંયા નથી. ઈ પડે એ તો એક જાણવાની ચીજ માટે બતાવ્યું છે. અહીંયા તો આચાર્યનો પોકાર દરેક ગાથામાં છે. (સમયસાર) ૩૮ ગાથામાં (પ્રવચનસાર) ૯૨ ગાથામાં છે. અમે જે આત્મજ્ઞાન સમ્યગ્દર્શન જ્ઞાન પ્રગટ કર્યું છે તે હવે પડવાનું નથી. એટલું અપ્રતિહત સમ્યગ્દર્શન પ્રગટયું છે. ભલે હજુ વેદનમાં આસ્રવ છે પરંતુ અમને પ્રગટેલી દશા છે એ હવે ખસવાની નથી. એ આગળ કહેશે કે વેદનમાં અમને બે પ્રકાર છે. વસ્તુના આશ્રયથી અમને આનંદ આવ્યો તે પ્રગટ છે. જેટલી અશુધ્ધતા છે એ પણ વેદનમાં છે. પણ જે દશા પ્રગટી તે હવે પાછી પડવાની નથી. પ્રવચનસાર ગાથા ૯૨, સમયસાર ગાથા ૩૮ માં એ જ કહ્યું છે.
અહીંયા તો અપ્રતિહત સમ્યગ્દર્શન અને જ્ઞાનની વ્યાખ્યા કરી છે. આવ્યું એ હવે જાય નહીં. કેમકે જેણે ચેતન દ્રવ્ય નિત્યાનંદ પ્રભુને પકડયો, તો જેમ નિત્ય વસ્તુ છે તેમ પકડ પણ નિત્ય રહેવાની છે. આવી વાત છે. દિગમ્બર સંતો અપ્રતિહતની વાત કરે છે. આ તો હજુ છે ક્ષયોપશમ ભાવ. શું કહ્યું? આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે. તેની પ્રતીતિ (પૂર્વક) સમ્યક અનુભવ થયો એ હજુ ક્ષાયિકભાવ નથી. કેમકે પંચમઆરામાં અત્યારે ક્ષાયિકભાવ પ્રગટ ન થાય. તેને થાય ક્ષયોપશમ પણ એ ક્ષયોપશમ એવો થયો છે કે તે શાશ્વત-ક્ષાયિકને લેશે. સમજાય છે કાંઈ ?
ક્ષયોપશમ અને ક્ષાયિક હજુ શું તેની ખબર ન હોય ! ઉપશમ સમકિત થાય પછી તરત