________________
૧૫૬
કલશામૃત ભાગ-૪ ષમાં ગર્વ થયો છે. અહંકાર કર્યો છે.. ને ! “મારા જેવો ત્રણ લોકમાં કોઈ નથી” એવો ગર્વ થયો છે. “એવો થયો છે ગર્વ જેને એવું ધારાપ્રવાહ રૂપ કર્મનું આગમન” આમ્રવને આવો ગર્વ થયો છે. કહો શેઠ! વાંચવું કઠણ પડે એવું છે, તમારા ચોપડા કરતાં કઠણ છે. નિવૃત્તિ લેવી પડશે. પહેલાં સમજવું તો પડશેને ! એ વિના આવો માર્ગ હાથ નહીં લાગે.
આહાહા! ભગવાન અંદર દેહ મંદિરમાં છે. આ દેહ મંદિરમાં ચૈતન્ય પ્રભુ છે. દેહાલયમાં દેવ-પ્રભુ બિરાજે છે. આહાહા ! એ તો અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે. અનાકુળ શાંતિનો રસકંદ છે. જેમ સકકરકંદ હોય છે ને! સમજો છો? વૈષ્ણવલોકો મહામહિનામાં ખાય છે. શિવરાત્રીના દિવસે સકકર કંદને શેકીને ખાય છે. એ સકકરકંદમાં ઉપરની છાલ લાલ છે બાકીનો આખો સકકરકંદ મીઠાશનો પિંડ છે. સકકરકંદનો અર્થ-સાકરની મિઠાશનો પિંડ છે, તેમ આ ભગવાન આત્મા! પુણ્ય-પાપ અને મિથ્યાત્વની છાલ સિવાયનો સકકરકંદ આનંદનો કંદ છે. આહાહા! દાંતની વાત બેસે, આ વાત બેસવી જરા કઠણ છે. સમજમાં આવ્યું?
શરીર, વાણી, મન તે તો માટી-જડ-ધૂળ-અજીવ છે, અંદરમાં દયા-દાન-વ્રત-ભક્તિપૂજાનો ભાવ, હિંસા-જૂઠ ચોરી-વિષયનો ભાવ તે બન્ને લાલ છાલ જેવા, ફોતરાં જેવા છે. છાલને તમારે શું કહેવાય? છિલકા છાલની પાછળ અંદર સકકરકંદ છે એટલે સાકરની મીઠાશનો (પિંડ) છે તેમ અહીંયા પુણ્ય-પાપના આસ્રવની અંદર અતીન્દ્રિય આનંદકંદનું દળ પડયું છે. અનાદિના પુણ્ય પાપના ભાવ છે તેને આસ્રવ કહે છે. (આસ્રવ કહે છે કે અમે બધાને જીત્યા છે, કોઈને અંદરમાં જવા દીધા નથી. બહારની ક્રિયાકાંડમાં રોકીને અમે જીત મેળવી છે. તેના ઉપરની જીતને લીધે.. , મારાથી મોટો ત્રણ લોકમાં કોઈ નથી. તેવો તેને મોટો ગર્વ છે.
“ધારાપ્રવાહરૂપ કર્મનું આગમન, તેને દૂર કરવારૂપ માનભંગના કારણથી” કર્મનું આગમન એટલે આસ્રવ તેને હવે સંવરે દૂર કર્યો. આસવનો માનભંગ થઈ ગયો. પુણ્ય ને પાપના ભાવનો માનભંગ થઈ ગયો. હું આત્મા, શુદ્ધ ચૈતન્યધન આનંદકંદમાં પુણ્ય ને પાપના વિકલ્પનો ત્રિકાળ અભાવ છે; એવા સમ્યગ્દર્શનરૂપી સંવરે આસ્રવ ઉપર જીત મેળવી છે. જેને ગર્વ થયો હતો તેના ઉપર જીત મેળવી. આવી વાતો છે.
દુનિયામાં બહારમાં વ્રત લીધા ને ઉપવાસ કર્યા ને જાત્રા કરી ને ભક્તિ કરી થઈ ગયો ધર્મ! બાપુ.... તને ખબર નથી, એ તો રાગની ક્રિયા છે. એ પુણ્ય, વિકલ્પ અને આસ્રવ છે. આસવને અભિમાન થયું કે મેં મોટા માંધાતાને નીચે પાડ્યા છે. શાસ્ત્રના ભણનારાઓને ક્રિયાકાંડ કરીને અમે ધર્મ મનાવીએ છીએ. એમ મહા મિથ્યાત્વથી આસ્રવ કહે છે. અમે બીજાને પાડી નાખ્યા છે એવા ગર્વવાળો આસ્રવ તેને દૂર કરવારૂપ માન ભંગના કારણથી.
ભાવાર્થ આમ છે કે- આસવ તથા સંવર પરસ્પર ઘણા જ વેરી છે” આહાહા ! ભગવાન ચૈતન્ય સ્વરૂપનું અવલંબન લઈને જે કંઈ શુદ્ધતા, પવિત્રતા, અનાકુળ જ્ઞાનને અનાકુળ શાંતિ પ્રગટ થયા તે સંવર નામ ધર્મ છે. એ સંવર અને પુણ્ય-પાપના ભાવ આસવ