________________
૧૪૮
કલશામૃત ભાગ-૪
આવ્યું છે એમ નથી. આવો માર્ગ છે!
‘પરપત: વ્યાવૃત્ત” શેયાકા૨ પરિણમનથી પરાઙમુખ છે.” ૫૨રૂપથી વ્યાવૃત્તની વ્યાખ્યા આટલી બધી કરી. “ભાવાર્થ આમ છે કે- સકળ શેયવસ્તુને જાણે છે, તદ્રુપ થતી નથી.” અનંત કેવળીઓને પણ જ્ઞાનની પર્યાય જાણે... છતાં પણ જ્ઞાન ૫૨રૂપ થતું નથી. સ્વરૂપમાં સ્વક્ષેત્રના સ્વભાવમાં રહીને ૫૨ને જાણે છે... એમ કહેવું એ પણ વ્યવહા૨ છે. એ તો પોતાના ક્ષેત્રમાં રહીને પોતે પોતાને પૂર્ણ જાણે છે. આહા ! ( આવું ) સાંભળ્યું નથી ભાઈ !
તું કોણ છો ? અંદર ભગવત્ સ્વરૂપ છો. એ જ્ઞાનવસ્તુ ચેતન૨સ સ્વભાવી પ્રભુ છે. તે પોતાના સિવાય ૫૨ અનંત શેયો તેને જાણે છે એમ કહેવું એ પણ વ્યવહા૨ છે. કેમકે એ ચીજને એની પર્યાય અડતી નથી. તેમ તે શેયો જ્ઞાનની પર્યાયને અડતા નથી. અધિકાર બહુ સારો આવ્યો છે. ભાગ્યશાળીને તો કાને પડે એવી વાત છે. અરે.. બાપુ ! વ્યાવૃત્ત શબ્દનો અર્થેય એવો કર્યો.
66
ભગવાન શાન સ્વરૂપી બિંબ પ્રભુ છે. એ વસ્તુ તો વસ્તુ છે... પણ એ ( જ્ઞાન ) રાગથી ભિન્ન પડયું અને એ સ્વરૂપની પર્યાય પ્રગટ થઈ એ ૫૨વસ્તુને જાણે કહીએ તો પણ ૫૨વસ્તુના કોઈપણ અંશને જાણતાં તેને અડતી નથી. તે અનંત શેયોને અહીંયા (જ્ઞાનમાં ) જાણે છતાં તે અનંત શેયો જ્ઞાનની પર્યાયને અડતા નથી. ભાષા તો સમજાય છે ને ભાઈ ! બધા ભગવાન છે ને બાપુ ! આમાં કોણ (વિરોધી છે ). દ્રવ્યે તો બધા ભગવાન છે- સાધર્મી છે. જેવો આત્મા પોતાનો જાણ્યો એવો આત્મા પણ બીજાનો છે. બધા આત્માઓ સાધર્મી સ્વરૂપે જ છે. આહાહા ! પોતે અનંત શેયોને જાણતાં છતાં તે શેયરૂપ થયો નથી... અને તે શેયો જ્ઞાનમાં આવતા નથી.... પણ, એ જ્ઞેય સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાથી પ્રગટેલું છે. પ્રભુનો માર્ગ આવો છે ભાઈ !
આ દેહને ન જો, વાણીને ન જો, કર્મને ન જો, રાગને ન જો.., બધા ભગવાન આત્માઓ પૂર્ણાનંદના નાથ પણે બિરાજે છે. આહાહા ! ( અજ્ઞાનીનો) આત્મા પણ ૫૨શેયને જાણતાં ૫૨શેયને અડતો નથી, ૫૨જ્ઞેય જ્ઞાનમાં આવતું નથી... એવો ચૈતન્ય બિંબ બધામાં ભગવાનપણે બિરાજે છે. આમાં કોની સાથે મૈત્રી અને કોની સાથે વિરોધ ?
આહાહા ! આચાર્યોએ દિગમ્બર સંતો એ તો કેવળજ્ઞાનના કેડાયતો છે. એમણે આત્માની વ્યાખ્યા બહુ થોડા શબ્દોમાં ઘણી ગંભી૨ કરી છે... એવી તારી ચીજ છે. અહીં સંવરનો અધિકાર છે. એટલે કે રાગથી માંડીને બધી ચીજો શેય છે અને ભગવાન શાનશક્તિવાળું તત્ત્વ છે, પણ જ્યારે રાગથી ભિન્ન પડીને જ્ઞાનની દશા પ્રગટ થઈ જેમાં શાંતિ આવી, આનંદ આવ્યો અને જે પ્રગટ શક્તિ હતી તે પ્રગટ પર્યાયમાં આવી, તે પર્યાય સંવરૂપ છે- ધર્મરૂપ છે. એ પર્યાય સર્વ શેયને જાણવા છતાં તે શેયરૂપ થતી નથી અને તે શેયો જ્ઞાનરૂપ થતાં નથી. સમજાણું કાંઈ ? આવી વાત છે!! આવો ઉપદેશ કેવો ? બાપુ... નાથ ! તારો માર્ગ છે આ.