________________
કલશ-૧૨૫
૧૪૭
આહાહા ! પ્રભુ! પૂર્ણ સ્વરૂપમાં આવરણ કેવું? આવ૨ણ કેવું અને અશુધ્ધતા કેવી ? અને ઓછપ ( ઉણપ ) કેવી ? એ તો પૂર્ણાનંદનો નાથ પ્રભુ બિરાજે છે. વૈષ્ણવ પંથમાં કહેવાય છે કે– “મારી નજરને આળસે રે મેં દેખ્યા ન નયને હરિ” ‘મારી નજરની આળસે' નજ૨ એટલે
પર્યાય. પર્યાયે આમ (૫૨માં ) નજર કરી છે. ‘મેં દેખ્યા ન નયને હરિ’, હરિ નામ આત્મા. રાગ ને દ્વેષ ને અજ્ઞાનને ઠરે તે ફિર, એને નયનની આળસે ન દેખ્યો.. આહા ! પર્યાયની સમીપમાં નજીકમાં ભગવાન બિરાજે છે. એક સમયની પર્યાયની પાસે જ બિરાજે છે. આહાહા ! ભાઈ ! એ (પર્યાયની ) સમીપમાં મહાપુરુષ પરમાત્મા બિરાજે છે. આહા ! વર્તમાન એક સમયની પર્યાય પાસે બિરાજે છે. તારી નજર ત્યાં ગઈ નથી... ભગવંત! “વળી કેવી છે ? નિનરસપ્રાભારમ્ ચેતન ગુણનો સમૂહ છે.” નિજસ અર્થાત્ ચૈતન્યરસ, ચૈતન્ય શક્તિ, ત્રિકાળી ચૈતન્યરસ. આહાહા !નિજ૨સ તેનો અર્થ કર્યો ચેતનગુણ. ગુણનો અર્થ ચેતન૨સ ત્રિકાળી ચેતન રસ... તેનો સમૂહ છે. અંદર ભગવાન ચૈતન્ય રસનો સમૂહ છે. ભાષા તો સાદી છે.
પ્રભુ તું કોણ છો ? “નિનરસપ્રાભાન્” [નિનરસ] ચેતનગુણનો [પ્રાભારમ્ ] સમૂહ છે.” ભગવાન આત્મા ! પોતાના નિજરસ-ચૈતન્યરસનો સમૂહ છે. આહાહા ! એમાં તો અલ્પજ્ઞતા નથી, અશુધ્ધતા નથી, આવરણ નથી.. એવા દ્રવ્ય ઉ૫૨ દૃષ્ટિ કરવી તેનું નામ સમ્યગ્દર્શન છે. સમજાય છે કાંઈ ?
[નિનર્સ પ્રાભારમ્]નિજ શક્તિના સ્વભાવનો સમૂહ પ્રભુ છે. અનંતજ્ઞાન, અનંત આનંદ, અનંત સ્વચ્છતા, અનંત ઈશ્વરતા, અનંત પ્રભુતા એ બધી શક્તિનો સમૂહ છે. આહાહા ! તેને પામર તરીકે માનવો તે મિથ્યાત્વ છે. એક સમયની પર્યાય ઉપર દૃષ્ટિ રાખીને આત્માને
એવો માન્યો તે મિથ્યાત્વ છે તે જૂદી દૃષ્ટિ છે. આહાહા ! આવો ભગવાન (આત્મા ) નિજ રસની શક્તિઓનો સમૂહ પ્રભુ છે... તેની દૃષ્ટિ કરવી તેનું નામ સત્યદૃષ્ટિ સમ્યક્ દૃષ્ટિ છે. જેવું સ્વરૂપ છે તેવી દૃષ્ટિ થઈ માટે સમ્યગ્દષ્ટિ. ભાષા સમજાય છે? આહા ! ભગવાન તું અંદર પ્રસન્ન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, જેમાં દીનતા નથી, પામરતા નથી વિપરીતતા નથી. આહાહા ! એ ચેતનગુણનો સમૂહ છે. આ અસ્તિથી વાત કરી... હવે નાસ્તિથી વાત ક૨શે.
‘પર્વત: વ્યાવૃત્ત” શેયાકા૨ પરિણમનથી પરાઙમુખ છે. ભાવાર્થ આમ છે કેસકળ શેયવસ્તુને જાણે છે, તદ્રુપ થતી નથી” ઘણી ઝીણી વાત છે. શું કહે છે? પોતાના સિવાય અનંત શેયો છે તેમાંથી કોઈ શેયને ‘આ મારું છે’ તેમ માનતો નથી. સકળ શેયને જાણે છે એટલે કે– શેયવસ્તુને જાણે.... ( પરંતુ ) તદ્રુપ થતું નથી. સકલને જાણે છતાં જ્ઞાન તે શેયરૂપ થતું નથી. આહાહા ! ચેતનનો નૂરનો પૂર પ્રભુ છે. અનંત-અનંત શેયો, અનંત ૫૨મેશ્વો, અનંત નિગોદના જીવો, અનંત રજકણો એ સકળ શેયને, ભગવાન આત્મા પોતાની પર્યાયમાં જાણે છે. છતાં પણ તે જ્ઞાન શેયરૂપે થતું નથી. એ જ્ઞાન સ્વરૂપ પોતાના અસ્તિત્વમાં રહ્યું છે. એ (જ્ઞાન ) શેયને જાણવા માટે શેયના અસ્તિત્વમાં ગયું છે અને જ્ઞેયનું અસ્તિત્વ જ્ઞાનમાં