________________
કલશ-૧૨૫
૧૪૩ કહે છે – જંપ ન મળે. મોટરું હાલાહાલ, ધમાધમ, હો હા સાતમે માળે સૂતો હોય ત્યાં મોટરુંના ભૂગરા સંભળાય.
અહીંયા તો કહે છે કે – પ્રભુ આનંદમયી નગરી છે. આહાહા ! તારી નગરીમાં તો આનંદ ને શાંતિનો રસ પડ્યો છે ને પ્રભુ! “શેયાકાર પરિણમનથી” શું કહે છે? સૂક્ષ્મ વાત છે ભાઈ ! સમ્યગ્દર્શનમાં જ્ઞાન સ્વરૂપ પ્રભુનું ભાન થયું પછી દયા-દાન આદિનો રાગ થાય છે તે શેયનું અહીંયા જ્ઞાન થાય છે. એ શેયના શેયાકાર થવું એ પણ વ્યવહાર છે. જ્ઞાન શેયાકાર થતું જ નથી જ્ઞાન તો પોતાના આકારે થાય છે. આવી વાતું હવે ક્યાં સાંભળવા મળે?
કહે છે? “mયાકાર પરિણમનથી પરાડમુખ છે.” પરથી તો પરાડમુખ છે જ પણ જે ભગવાન જ્ઞાનસ્વરૂપ છે એમાં જે આ... રાગ-દયા-દાન-વ્રત-શરીર-મન-વાણી-લક્ષ્મી (આદિ) શેયોનું અહીંયા જ્ઞાન થાય છે, તે શેયાકાર જ્ઞાન થયું. તેને પણ વ્યવહાર કહેવામાં આવે છે. ખરેખર શેયરૂપ જ્ઞાન ત્યાં થતું નથી, શેયના કારણથી જ્ઞાન થતું નથી, પોતાના કારણે પોતાનાં સ્વપરનું જ્ઞાન થાય છે. એ જ્ઞાનાકાર પોતાની ચીજ છે તે શેયાકાર છે જ નહીં.
આહાહા! પોતાના જ્ઞાન સ્વરૂપમાં પોતાનું જ્ઞાન અને રાગ-શરીર-વાણીનું જ્ઞાન કહેવું તે વ્યવહારે કહેવું છે. ખરેખર સ્વપરનું જ્ઞાન તે પોતાની પર્યાયનું સામર્થ્ય છે. આહાહા ! એ પર્યાયનું સામર્થ્ય શું છે? આ તો જૈનદર્શનનો એકડો છે તેની હજુ ખબર ન મળે!
અહીંયા તો પ્રભુ એમ કહે છે – પ્રભુ! તારી શક્તિ નિજરસ.... જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાનગુણજ્ઞાન સ્વભાવ.. જ્ઞાન જાણવું... જાણવું... જાણવું તારું રૂપ છે – શક્તિ છે. એમાં જે રાગાદિ અને પરસંબંધીનું જ્ઞાન થાય છે તે શેયાકાર જ્ઞાન થયું છે તેમ કહેવું તે વ્યવહાર છે. કેમકે શેય જ્ઞાનમાં આવતા નથી. રાગનું જ્ઞાન થાય છે તો રાગ કાંઈ જ્ઞાનમાં આવતો નથી. રાગ સંબંધી પોતાની પર્યાયમાં પોતાનું સ્વપરપ્રકાશક જ્ઞાન આવે છે. આહાહા ! એક કલાકમાં કેટલી વાતું યાદ રાખવી ભાઈ ! આવો માર્ગ છે બાપુ!
વીતરાગ જિનેન્દ્રદેવ, ત્રિલોકનાથ પરમેશ્વર અરિહંતદેવનો પોકાર છે. ભાઈ ! તેં સાંભળ્યું નથી. આહાહા ! તારા ઘરમાં ચીજની કેટલી તાકાત છે... એ તાકાતવાળી ચીજ કઈ છે તેની તને ખબર નથી. અહીંયા કહે છે – શરીર, વાણી, રાગ આદિ પર (શેયો) પોતામાં તો આવતા નથી પરંતુ, તે સંબંધી જે જ્ઞાન થયું તે શેયાકાર જ્ઞાન થયું એમ પણ નથી, ત્યાં તો પોતાના જ્ઞાનાકારપણે જ્ઞાન થયું છે. પરને જ્ઞાન જાણે તે જ્ઞાન પોતાના જ્ઞાનાકાર થયું છે. ઝીણી વાતો બાપુ!જિનેશ્વર સિવાય વીતરાગમાર્ગ ક્યાંય છે નહીં. જિનેશ્વર સિવાય આવી વાત ક્યાંય છે નહીં. અત્યારે તો વાડામાંય નથી તો બીજે ક્યાં હોય ! બધે ગરબડ ગોટા ઊઠાવ્યા છે.
અહીં સંવરનું માંગલિક કરે છે. સંવર અધિકાર અર્થાત્ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર રૂપના શુદ્ધ પરિણામ. પુણ્ય-પાપના ભાવ તે અશુધ્ધ પરિણામ છે. સંવરના પરિણામ તે શુદ્ધભાવ, શુદ્ધોપયોગ છે. એ શુદ્ધ પરિણામમાં રાગાદિકનું અને પરનું જ્ઞાન થાય છે એમ કહેવું તે