________________
૧૪૪
કલશામૃત ભાગ-૪
વ્યવહા૨ છે. પોતાનું અને ૫૨નું જ્ઞાન પોતાનામાં પોતાથી જ્ઞાનાકાર જ્ઞાન થાય છે. ૫૨ ચીજ તો તેમાં આવતી નથી. તેથી ૫૨ને કા૨ણે જ્ઞાન થયું એમ છે નહીં.
આત્માનું નામ અસ્તિત્વ કહેવામાં આવે છે. તારું અસ્તિત્વ એટલું છે, તારી હૈયાતિ, મૌજુદગી, ભગવાન આત્માની હૈયાતિની સત્તા આટલી છે. રાગને ૫૨ ચીજ તો તારી છે જ નહીં. તે તા૨ા દ્રવ્ય-ગુણમાં તો છે જ નહીં... પણ તારી પર્યાયમાં છે નહીં. પર્યાયમાં તેનું જ્ઞાન થાય છે. એમ કહેવું એમ પણ નથી. આહાહા ! એ તો પોતાના જ્ઞાનમાં પોતાનું ને ૫૨નું સ્વપર પ્રકાશક જ્ઞાન થાય છે. એ નિજ૨સની શક્તિ પોતાનામાં છે. આવી વાતો છે.
આહાહા ! બહારમાં પૈસા ને બહા૨માં બે-પાંચ લાખ પેદા થાય એ તો આકાશમાં પાટુ મારે છે... જાણે કે શું થઈ ગયું ? ત્યાં પડી જાય ? અહીંયા મફતનો પડી જાય. આહાહા ! અહીંયા કહે છે કે – ૫૨ વસ્તુ તો પોતાનામાં છે નહીં, પ્રભુ ચેતન૨સથી ભર્યો છે. રાગ-દયા-દાનવિકલ્પ એ તો પોતાનામાં છે જ નહીં પણ તેનું જ્ઞાન કહેવું એ પણ છે નહીં, તેનું જ્ઞાન નથી. પોતાના જ્ઞાનમાં પોતાના સ્વપ૨પ્રકાશકના સામર્થ્યથી પ૨ને અને સ્વને જાણે છે તે પોતાની શક્તિથી છે. તેનું નામ સંવ૨ છે, તેનું નામ ધર્મ છે, તેનું નામ મોક્ષનો માર્ગ છે. આટલી ચીજ સંવર અધિકા૨માં મૂકી છે. આવું માંગલિક કર્યું.
પ્રવચન નં. ૧૨૪
તા. ૧૭/૧૦/’૭૭
કળશ ટીકા, (તેનો ) તે સંવ૨ અધિકાર ચાલે છે. ૫૨મ અધ્યાત્મ તરંગિણીમાં આ અધિકાર શરૂ કરતાં પહેલાં ‘ઓમ નમઃ’ લીધું છે. “ઓમ... નમઃ” એમ કહીને આ અધિકા૨ શરૂ કર્યો છે. સંવ૨ અધિકાર એટલે ભેદજ્ઞાન.
શરીર, મન, વાણીથી તો આત્મા જુદો છે, દયા-દાન-વ્રત-ભક્તિ, કામ-ક્રોધનો વિકલ્પને રાગનો વિકલ્પ તેનાથી પ્રભુ અંદર ભિન્ન નામ જુદો છે. એ રાગથી ચૈતન્ય સ્વભાવનું ભેદજ્ઞાન કરવું તે સંવર નામ મોક્ષનો મારગ છે. ‘ભેદજ્ઞાન સિદ્ધા' એ શ્લોક આ અધિકારમાં આવશે. અત્યાર સુધી જેટલા સિદ્ધ થયા એ બધા ભેદજ્ઞાનથી સિદ્ધ થયા છે.
આહાહા ! રાગ અર્થાત્ પુણ્ય ને પાપનો ભાવ હોય પણ તેનાથી પ્રભુ ચૈતન્ય દળ... અતીન્દ્રિય આનંદ સહજાત્મદળ ભિન્ન છે. રાગથી ચૈતન્યદળ ભિન્ન છે. જ્યાં સુધી (પૂર્ણ) વીતરાગ ન હોય ત્યાં સુધી રાગ હોય, પરંતુ ધર્મી જીવ એ રાગથી પોતાનો સ્વભાવ... ચૈતન્યદળ, અસ્તિ માને મોજૂદ છે. તે જ્ઞાનચેતના ૨સથી ભર્યો છે. ભગવાન આત્મા મોજૂદ ચીજ છે... આહા ! એનું તો રાગથી ભિન્ન પડીને જ્ઞાન કરવાનું છે. આ ભેદજ્ઞાનની વાત છે. રાગની આકુળતાથી પ્રભુ અનાકુળ આનંદ ભિન્ન છે. એવું ભાન થતાં... અનાકુળ અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. જે સહજાત્મ સ્વરૂપ... સહજાનંદ સ્વરૂપ છે તેનો અતીન્દ્રિય આનંદનો સ્વાદ પર્યાયમાં આવે છે... તેને સંવ૨ કહે છે. આહાહા ! માર્ગ અલૌકિક છે ભાઈ !