________________
૧૪૨
કલશામૃત ભાગ-૪ રોવે છે. એ મરીને ક્યાં ગયો એની ક્યાં પડી છે એને !! ઢોર (તિર્યંચ) માં ગયો હોય તો એ જાણે અમારે શું છે! આહા! ગજબ છે ને! અમારા બાપા દુકાન ચલાવતા, દુકાનમાં મજૂરની પેઠે કામ કરતા. એના માટે રોવે છે. લ્યો, અમારા શેઠ કહે છે – સાચી વાત છે.
શ્રોતા:- અનુભવ સિદ્ધ છે.
ઉત્તર- બધું અનુભવ સિદ્ધ જ છે. અમને તો અહીંયા ૮૮ વર્ષ થયા. અહીંયા તો પહેલેથી નિવૃત્તિ છે. ૬૪ વર્ષ તો દીક્ષાને થયા. પિતાજીની દુકાન હતી પાલેજમાં, ઘરની દુકાન તેથી નિવૃત્તિ હતી. કોઈ દિ' નોકરી કરી નથી, કોઈ ધંધો કર્યો નથી, ત્યાં દુકાન પર હું તો શાસ્ત્ર વાંચતો, ૧૭ વર્ષની ઉંમરથી વાંચતો તે અત્યારે શરીરને ૮૮ થયા. બહારથી શરીર કોમળ લાગે પણ ૯૦ માં બે ઓછા છે. બધું ઘણું જોયું છે અને ઘણું સાંભળ્યું છે બાપા! મોટા મોટા શહેર પણ જોયા મુંબઈ આદિ.
અહીંયા શું આવ્યું? અહીંયા પ્રભુ કહે છે – આ આત્મામાં નિજરસ છે. “નિજરસ' શબ્દ આવ્યો છે ને! આનંદ, જ્ઞાન, શાંતિ એવો નિજગુણ રસ પડ્યો છે. રસનો અર્થ ગુણ કર્યો. નિજ ચેતનગુણ એટલે ચેતનરસ. તેનો સમૂહ આત્મા છે. જેમ સાકર ગળપણનો પિંડ છે, લવણ નામ મીઠું ખારપનો પિંડ છે તેમ ભગવાન ચૈતન્ય રસનો પિંડ છે. આ તો સંવર અધિકારની શરૂઆત છે. આવા ચેતનને જેણે અનુભવ્યો. એમ કહે છે.
વળી કેવી છે?“પૂરજીપત: વ્યાવૃત” શેયાકાર પરિણમનથી પરાડમુખ છે.”શું કહે છે? પોતાના નિજરસ જ્ઞાનગુણથી પરિપૂર્ણ છે. પોતાના જ્ઞાનમાં જે પરવસ્તુ જાણવામાં આવે છે. દયા-દાન-વ્રત-ભક્તિના વિકલ્પ, શરીર-વાણી-મન-આહાર એ યાકાર અને અહીંયા જે જ્ઞાન થાય છે તે પરના કારણે થતું નથી. અહીંયા સ્વના જાણવાપણે અને પરના જાણવાપણે... પોતાની જ્ઞાન પરિણતિ આવી પ્રગટ થાય છે. સમજમાં આવ્યું?
ભાવાર્થ આમ છે કે – સકળ શેય વસ્તુને જાણે છે, તદ્રુપ થતી નથી, પોતાના સ્વરૂપે રહે છે.”શું કહે છે? જ્ઞાન સ્વરૂપી ભગવાન, આ જડ શરીરને જાણે કે – આ શરીર જડ છે. અંદર દયા-દાન-વ્રતનો રાગ આવે છે તેને જ્ઞાનરસ જાણે કે – આ રાગ છે. તો પણ ચીજ રાગરૂપે થતી નથી. સમજમાં આવ્યું?
આ શરીર તો માટી–ધૂળ-જડ છે તેને ખબર નથી કે (શરીરની) મસાણમાં રાખ થશે. રાખ આટલી (વધારે) નહીં થાય, આટલી (થોડી) થશે... અને પવન આવશે તો તે રજકણો ઊડીને ચાલ્યા જશે. એ ક્યાં તારી ચીજ છે, તારામાં છે!
અહીંયા કહે છે – પુણ્ય ને પાપના ભાવને જ્ઞાન જાણે છે. એમ કહેવું તે વ્યવહાર છે. એને જ્ઞાનનું જ્ઞાન થાય છે. એ જ્ઞાન રાગને લઈને થયું નથી, એ તો પોતાના જ્ઞાન સ્વભાવને કારણે ચૈતન્ય રસને કારણે જ્ઞાનનું જ્ઞાન તથા રાગનું જ્ઞાન પોતાને પોતાનાથી થાય છે. આવી વાતો! મુંબઈ મોહનગરી છે. શ્રીમદ્જીએ તેને મોહનગરી કહી. વળી કોઈ તેને અજંપાનગરી