________________
૧૪)
કલામૃત ભાગ-૪ વિજય પ્રાપ્ત કર્યો છે. તેણે વિજયના ડંકા માર્યા છે. મારો વિજય છે અને તારો પરાજય છે. પુણ્ય-પાપના આસવનો પરાજય છે અને શુદ્ધ પર્યાયનો જય-વિજય નિત્ય રહેશે. અરે, આવી વાતો! આમાં સમજવું શું?
પેલા કહે છે કે – રાત્રે ચોવીઆર કરવો, આહાર-પાણી ન લેવા. છ પરબી ખાવું, કંદમૂળ ન ખાવું, પરથી બ્રહ્મચર્ય પાળવું એવું સમજાવે પરંતુ એમાં શું સમજવું હતું? ધૂળ? એ બધી તો રાગની ક્રિયાની વાતો છે.
અહીંયા તો ભગવાન ચિન્મય જ્યોતિ પ્રગટી એમ આવ્યું ને! વસ્તુ સર્વકાળે પ્રગટ છે... અને જે (નિર્મળ) પર્યાય પ્રગટી તે નિત્ય- કાયમ રહેશે. આહાહા ! જેણે ત્રિલોકનાથ આત્માનો આશ્રય લીધો તો જે સમ્યગ્દર્શન જ્ઞાનની ક્રિયા થઈ તેવી અનંત કાળમાં કદીયે કરી ન હતી. સાધુ પણ અનંતવાર થયો, પંચ મહાવ્રત પાળ્યા પણ તેણે કદી સમ્યગ્દર્શન કર્યું નહીં. એ સમ્યગ્દર્શને નિત્ય વિજય મેળવ્યો છે.
વળી કેવી છે?agવનં કર્મકલંકથી રહિત છે.” ભગવાન શુદ્ધ ચિદાનંદ પ્રભુ ત્રિકાળી દ્રવ્ય, કર્મકલંકથી રહિત છે અને સમ્યગ્દર્શન થયું તે પણ કર્મકલંકથી રહિત છે. અરે ! આવો ઉપદેશ આ તે શું! આખો દિવસ બિચારા ધંધામાં રચ્યા-પચ્યા હોય એમાં આવી ભાષા અને આવું (તત્ત્વ )!! અરે. રે! સંસારી દુઃખી પ્રાણી ચારગતિમાં રખડતા-રઝળતા દુઃખી – હેરાન છે.
અહીંયા પ્રભુ કહે છે – જેણે ચિન્મય જ્યોતિ દ્રવ્ય સ્વભાવના આશ્રયે જેણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું તેણે નિત્ય વિજય મેળવ્યો – પુણ્ય-પાપ ઉપર વિજય મેળવ્યો. પુણ્ય-પાપ તે હું નહીં, આ પુણ્ય-પાપના ફળમાં ધૂળ-પૈસા બે-પાંચ કરોડ મળે એ તો ધૂળ-માટી છે... એ ક્યાં તારા છે! એ તો જડ-માટી–ધૂળ છે. અહીંયા સમ્યગ્દર્શન થયું તો તેણે પુણ્ય-પાપ ઉપર જય મેળવ્યો છે અને આસવનો પરાજય કરી દીધો છે. આહાહા! હું અગ્રેસર છું. અર્થાત્ શુદ્ધ ચિદાનંદ સ્વરૂપનો અનુભવ દૃષ્ટિ એ અગ્રેસર છે. બાપુ! સાધુપણું એ તો કંઈ જુદી જ ચીજ છે. એ તો અત્યારે લોકોને નજરે પડે એવી વાત નથી.
અહીંયા તો સમ્યગ્દર્શન અર્થાત્ સંવર પ્રગટ થયો એ. “સર્વકાળ પ્રગટ અને કર્મકલંકથી રહિત છે. વળી કેવી છે? “નિરસપ્રામારમ” ચેતનગુણનો સમૂહ છે.” નિજરસ એટલે ચૈતન્યરસ-જ્ઞાન આનંદ રસ તેનો સમૂહ છે. આત્મપ્રભુ તો ચૈતન્ય રસનો સમૂહ છે, તેમાં શરીર, મન, વાણી નથી. આ શરીર તો ધૂળ છે માટી. લોકમાં પણ કહે છે ને – ખીલી વાગી હોય તો કહે કે – મારી માટી પાકણી છે, તેને પાણી ન અડાડે. એક બાજુ કહે માટી અને બીજી બાજુ કહે મારી ! પાગલ છે કાંઈ ! આ માટી તો ધૂળ મસાણની રાખ થશે. શરીરના રજકણધૂળ મસાણની રાખ થશે.
ભગવાન આત્મા શરીરથી ભિન્ન અને પુણ્ય-પાપના, દયા-દાન-વ્રતના પરિણામથી