________________
૧૩૮
કલશામૃત ભાગ-૪
સંવર અધિકાર
સંવર અધિકા૨ એટલે ધર્મની શરૂઆત કેમ થાય ? સંવર કેમ થાય ? કહે છે – સમ્યગ્દર્શન જ્ઞાન શાંતિ ઉત્પન્ન થાય તે સંવર છે, સાથે મિથ્યાશ્રદ્ધા અને રાગ-દ્વેષનો નાશ થાય તે આસ્રવ. એ આસવનું રોકાવું અને પોતાના શુદ્ધભાવનું પ્રગટ થવું. પુણ્ય-પાપ ને મિથ્યાત્વના અશુધ્ધભાવનો નાશ થવો અને પોતાનો શુદ્ધ સ્વરૂપ જે આત્મા તેની પર્યાયમાં શુદ્ધપણું થવું... તેનું નામ સંવર છે. પુણ્ય-પાપના ભાવથી રહિત, શુદ્ધભાવનું ઉત્પન્ન થવું તેનું નામ સંવ૨ છે. તેને ધર્મની પહેલી સીઢી કહે છે. આ અધિકાર બહુ સ૨સ છે.
પ્રશ્ન:- આસ્રવ ભાવથી રહિત તે સંવર છે ?
-
ઉત્ત૨:- હા, એ પુણ્ય-પાપને મિથ્યાત્વથી રહિત છે. પોતાનું સમ્યગ્દર્શન જ્ઞાન ને શાંતિના પરિણામ તે સંવર છે. અતીન્દ્રિય સ્વાદ આવવો, ઉગ્ર સ્વાદ આવવો તેનું નામ સંવ૨. આહાહા ! આ જે રાગ-દ્વેષના સ્વાદ છે તે દુઃખ છે. ભગવાનનો સ્વાદ આવે છે તે સુખ છે. ભગવાન એટલે આત્મા હોં ! સમજમાં આવ્યું ?
કળશ નં.-૧૨૫ : ઉપર પ્રવચન
પ્રવચન નં. ૧૨૩-૧૨૪-૧૨૫
તા. ૧૬–૧૭–૧૮/૧૦/’૭૭
“ચિન્મયમ્ જ્યોતિ: ઇટ્ટમ્મતે” ચેતના, તે જ છે સ્વરૂપ જેનું એવી જ્યોતિ,” ચેતના સ્વરૂપ છે જેનું, ભગવાન આત્મા તો ચેતના સ્વરૂપ છે. જાણવું દેખવું જેનું સ્વરૂપ છે. ચેતન આત્મા તેનો ચેતના સ્વભાવ છે. જાણવું-દેખવું તે તેનો સ્વભાવ છે... તેમાં પુણ્ય પાપના, રાગ-દ્વેષના ભાવ નથી. એ ભાવ તો વિકાર ને અધર્મ છે.
ને
શું કહ્યું ? “ચેતના તે જ છે. (મયમ્) સ્વરૂપ જેનું” અગ્નિનું ઉષ્ણ સ્વરૂપ, સાકરનું મીઠાશ સ્વરૂપ, લવણનું ખારું સ્વરૂપ... એમ ભગવાન આત્માનું ચેતના સ્વરૂપ છે. જાણવુંદેખવું તેનું ત્રિકાળી સ્વરૂપ છે. “વિન્દ્રયમ્” મયપ્નો અર્થ સ્વરૂપ કર્યો.
( જ્યોતિ ) જ્યોતિ અર્થાત્ પ્રકાશ સ્વરૂપ વસ્તુ પ્રગટ થાય છે. જેમ ચંદ્રમાં બીજ ઊગે છે એ ચંદ્રમામાં પૂનમ થાય છે. જેને પૂર્ણિમા કહે છે. શાસ્ત્ર હિસાબે તો પૂર્ણિમાએ પૂર્ણમાસ થાય છે. અમાસ થાય ત્યારે અર્ધમાસ થાય છે. આપણે અમાસને પૂર્ણમાસ કહીએ છીએ તે સિદ્ધાંત વિરુદ્ધ છે. તાત્વિક હિસાબે અમાવાસ એટલે અમ=અર્ધ, વાસ એટલે માસ. પંદર દિવસે અર્ધમાસ થાય અને પૂર્ણિમાએ પૂર્ણમાસ થાય છે. તમારી હિન્દીમાં આવી રીતે છે. એ રીતે આત્મામાં પ્રથમ સમ્યગ્દર્શન બીજ ઊગે છે. સમજમાં આવ્યું? એ ચિન્મય જ્યોતિ–જ્ઞાનમય જ્યોતિ પ્રભુ આત્માની સન્મુખ થઈને પ્રતીતિપૂર્વક જ્ઞાનમાં આનંદના સ્વાદ સહિતની પ્રતીતિ આવવી તેનું નામ બીજ કહે છે. તેનું નામ સમ્યગ્દર્શનરૂપી બીજ છે. જેમ ચંદ્રમામાં બીજ ઊગે છે તેમ આ બીજ છે. બીજ ઊગી તો તેર દિવસે પૂનમ થશે, થશે ને થશે.