________________
કલશ-૧૨૫
૧૩૯ તેમ સમ્યગ્દર્શનરૂપી બીજ જેને પ્રગટ થઈ તેને થોડા જ કાળમાં કેવળજ્ઞાનરૂપી પૂર્ણિમા પ્રગટ થશે. જગતથી જુદી જાત બહુ બાપુ! અત્યારે તો સંપ્રદાયમાં બધે બહુ ગરબડ ચાલે છે. વ્રત કરો ને તપ કરો ને ભક્તિ કરો ને પૂજા કરો એ ધર્મ છે. એમ માને છે, એ તો બધો આસ્રવ – રાગ છે. ભાઈ ! તને ખબર નથી. આવી રાગની ક્રિયા તો અનંતવાર તે કરી છે, એ કોઈ નવીન ચીજ નથી.
ભગવાન આત્મા, ચૈતન્ય ચંદ્ર-જિનચંદ્ર જિનસ્વરૂપી વીતરાગ સ્વરૂપી પ્રભુ આત્મા છે. એ વીતરાગ જિનચંદ્ર શીતળતાનો પિંડ છે. આવી ચિન્મય જ્યોતિ અનુભવ કરતાં કરતાં પ્રકાશમાન થયો છે. પ્રકાશરૂપ વસ્તુ પ્રગટ થાય છે. ભાઈ ! આ તો અધ્યાત્મની ઝીણી વાત છે. અત્યારે તો એ સાંભળવા મળતી નથી. આખો દિવસ જગતના પાપ-ધંધા, બાયડી, છોકરાં, કુટુંબમાં રચ્યોપચ્યો રહે વીસથી બાવીસ કલાક, તેમાં એક-બે કલાક સાંભળવા જાય તો તેમાંય વળી પાછું સાંભળવા મળે કે વ્રત કરો ને અપવાસ કરો, દાન કરો તો તમને ધર્મ થશે. મારી નાખ્યા એણે; લૂંટી નાખ્યા એને.
અહીંયા તો જિનેન્દ્રદેવ પરમાત્મા એમ કહે છે કે – પુણ્ય-પાપના પરિણામ આસ્રવ છે, મલિન પરિણામ છે, દુઃખદાયક છે, જેનું ફળ સંસાર છે. તેનાથી રહિત ચિન્મય જ્યોતિ પ્રભુ અંદર છે. આવી વાતો હવે! આવો તે ઉપદેશ કેવો? કાંઈ સૂઝ પડે નહીં... (અમારે) શું કરવું?
ભગવાન શું કહીએ! પરમાત્મા પોકાર કરે છે. ભાઈ! તારી ચૈતન્ય જ્યોતિ વસ્તુ અંદર પડી છે ને! પૂર્ણઆનંદ ને પૂર્ણજ્ઞાનથી ચૈતન્યવસ્તુ અંદર પડી છે. પ્રભુ તારી નજરું ત્યાં નથી. જ્યાં તારી નજર છે ત્યાં તો અલ્પજ્ઞતા અને પુણ્ય-પાપના ભાવ છે. અનાદિથી તારી નજર ત્યાં છે. તારી નજરમાં અલ્પજ્ઞપણું અને પુણ્ય-પાપના ફળ આવે છે, એ તારી ચીજ નથી. તારી ચીજ અંદરમાં છે ત્યાં વર્તમાન દશામાં ચિન્મય જ્યોતિ પ્રકાશમાન થાય છે એમ કહે છે. જ્ઞાતા-દેષ્ટા એવી દશા પર્યાયમાં પ્રગટ થાય છે એમ કહે છે.
કેવી છે જ્યોતિ? (ર) સર્વ કાળે પ્રગટ છે.” વસ્તુ તો આત્મા સર્વ કાળે પ્રગટ જ છે. પરંતુ અનુભવ થતાં જે પ્રગટ થયું તે પણ સર્વકાળ રહેશે... એવી ને એવી (દશા રહેશે). અહીંયા તો ઘણું કહે છે. “નિજ' શબ્દ અહીંયા ક્યાંક આવશે. (નિત્ય) શાશ્વત (વિનય) જીત. ટીકામાં નીચે છે. (શ્લોકમાં) બીજા પદમાં છે. (નિત્ય વિનય) એમાં એવું કહેવું છે. આચાર્યો; સંતો; દિગમ્બર મુનિઓની ગજબવાત છે. સર્વશે કહેલી કથની છે. એવો શાશ્વત નિત્ય છે અંદર પરંતુ અહીં બીજું કહેવું છે.
અહીંયા આત્મા ચૈતન્ય જ્યોતિ... ચૈતન્ય ચમત્કાર પ્રભુ અંદર પડયો છે. તેનો જેને અનુભવ- સમ્યગ્દર્શન થયું તો તેને કેવળજ્ઞાન આદિની દશા થાય છે. અરે ! જે સમ્યગ્દર્શન થયું તે હવે નિત્ય કાયમ રહેશે. એમ કહે છે. (નિત્ય વિનયં) પુણ્ય પાપના ભાવ ઉપર નિત્ય વિજય જેણે લીધો છે. અને આત્માનું સંવર અર્થાત્ સમ્યગ્દર્શન જ્ઞાન પ્રગટ કર્યું તેણે નિત્ય