________________
કલશ-૧૨૩
૧૦૫
પુદ્ગલકર્મપિંડનો અથવા રાગ-દ્વેષ-મોહરૂપ અશુધ્ધ પરિણામોનો (સર્વષ:) મૂળથી ક્ષયકરણશીલ છે. “તંત્રસ્થા: શાન્ત મહ: પશ્યન્તિ” (તંત્રસ્થા: ) શુદ્ધસ્વરૂપ-અનુભવમાં મગ્ર છે જે જીવ, તેઓ (શાન્ત) સર્વ ઉપાધિથી રહિત એવા (મહ:) ચૈતન્યદ્રવ્યને (પશ્યન્તિ ) પ્રત્યક્ષપણે પામે છે. ભાવાર્થ આમ છે કે ૫૨માત્મપદને પ્રાપ્ત થાય છે. કેવું છે ચૈતન્યદ્રવ્ય ? “પૂર્ણ” અસંખ્યાત પ્રદેશે જ્ઞાનરૂપે બિરાજમાન છે. વળી કેવું છે? “જ્ઞાનધનૌધમ્” ચેતનાગુણનો પુંજ છે. વળી કેવું છે ? “ “મ્” સમસ્ત વિકલ્પથી રહિત નિર્વિકલ્પ વસ્તુમાત્ર છે. વળી કેવું છે ? “ અવલં" કર્મનો સંયોગ મટવાથી નિશ્ચલ છે. શું કરીને આવા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે? “સ્વમરીવિશ્વમ્ અચિરાત્ સંહૃત્ય” (સ્વમરીવિશ્વમ્ ) સ્વમરીચિચક્રનો અર્થાત્ જૂઠ છે, ભ્રમ છે જે કર્મની સામગ્રી ઇન્દ્રિય, શરીર, રાગાદિમાં આત્મબુદ્ધિ, તેનો ( અવિરાર્ ) તત્કાળમાત્ર ( સંહૃત્ય )વિનાશ કરીને. કેવું છે મરીચિચક્ર ? “વૃત્તિ: નિયંત્” અનાત્મપદાર્થોમાં ભમે છે. ભાવાર્થ આમ છે કે પરમાત્મપદની પ્રાપ્તિ થતાં સમસ્ત વિકલ્પ મટે છે. ૧૧-૧૨૩.
કળશ નં. ૧૨૩ : ઉ૫૨ પ્રવચન
**
—
પ્રવચન નં. ૧૨૦–૧૨૧
તા. ૧૩-૧૪/૧૦/’૭૭
,,
“તિમિ: નાતુ શુદ્ઘનય: ત્યાન્ય: ન દિ” [ કૃત્તિમિ: ] સમ્યગ્દષ્ટિ જીવો દ્વા૨ા સમ્યગ્દષ્ટિ તેને ‘કૃત્તિમિ:’ કહે છે. સમકિતીએ સંસાર ચક્રનો નાશ કર્યો એટલા માટે[ તિમિ: ] કહે છે. શું કહે છે ? [ કૃત્તિમિ: ] સમ્યગ્દષ્ટિ જીવો દ્વારા' જ્યાં આત્માની દૃષ્ટિ અનુભવ થયો અર્થાત્ સમ્યગ્દર્શન થયું ત્યાં સંસા૨નો અંત છેદ થઈ ગયો. સંસા૨ના કાર્યનો અંત થઈ ગયો. આ નાસ્તિથી કથન કર્યું. અસ્તિથી કહો તો શુદ્ધ ચૈતન્યનું નિર્મળ કાર્ય થયું- સુકૃત થયું અર્થાત્ સુ... કાર્ય થયું. સમજમાં આવ્યું ?
ભગવાન આત્મા આનંદ સ્વરૂપ ચૈતન્યમૂર્તિ પ્રભુ છે, તેની દૃષ્ટિ કરવાથી, તેનો અનુભવ કરવાથી સમ્યગ્દષ્ટિને સંસારનો અંત આવી ગયો. એ શું કહ્યું ? ધર્મી અખંડ (આત્મા ) તેની સિદ્ધિ ક૨ના૨ ધર્મ તેણે કેવું સંવેદન કર્યું ? આચાર્યોએ કેવું સંવેદન કર્યું ? પ્રભુ ! તે તો કાર્ય કર્યું છે. સમ્યગ્દષ્ટિએ શું કાર્ય કર્યું ? કહે છે કે- આત્મા ચિદાનંદ પ્રભુ તેનો અનુભવ અને દૃષ્ટિ કરી.. તો તેને આખા સંસા૨નો અંત કર્યો અને જે સુકાર્ય કરવાનું હતું તે શરૂ કરી દીધું. (બહા૨ની ) વાતો બહુ જાણી બાપુ ! હજુ તો સમ્યગ્દર્શન શું ચીજ છે તેની ખબર નથી.
અહીંયા તો કહે છે કે– સમ્યગ્દષ્ટિ જીવ તેને કહીએ, તેને ધર્મની પહેલી સીઢી અર્થાત્ મોક્ષ મહેલની પહેલી સીઢી પ્રગટી છે, એ વિના જ્ઞાન-ચારિત્ર-મિથ્યા છે. સમ્યગ્દર્શન વિના જ્ઞાન ચારિત્ર મિથ્યા છે. છ ઢાળામાં આવે છે ને...