________________
૧૩૨
કલશામૃત ભાગ-૪ ત્યાં વિકલ્પ ને રાગ કરતા હતા.
અહીં કહે છે – “સ્વરસંવિસર:” પોતાના રાગથી ગોદામ ભર્યું પડયું છે. ચિતૂપ ગુણ છે તેની અનંત શક્તિ છે. અંદર અનંતગુણનું ધામ ભગવાન છે. તેમાં અનંત શક્તિ છે. આહાહા! કેવળજ્ઞાનની પર્યાય પણ અનંતગુણને અને અનંતદ્રવ્યને જાણે એવો પટારો છે. તેની એક પર્યાય જાણે એવો સંદૂક-પટારો ભર્યો પડયો છે. તેના સ્વભાવની શું વાત કરવી? પર્યાય ભલે એક સમયની હો ! પણ જેનો સ્વભાવ સ્વતઃ સ્વરૂપે છે. શક્તિ સ્વતઃ છે અને પર્યાયમાં અનંતી શક્તિ છે. લોકાલોક જાણવાની અનંત શક્તિ છે.
“કેવી છે તે? “®IRારે ” અનંત શક્તિ તેનાથી પણ અનંતાનંતગણી છે.” આહાહા ! એક એક પર્યાયમાં અનંત શક્તિ છે, એવી એવી અનંતાગણી એવા અનંતગુણપર્યાયમાં જાણવામાં આવે છે. એવી અનંતી પર્યાયને પર્યાયમાં જાણે છે.
ભાવાર્થ આમ છે કે – “દ્રવ્યો અનંત છે, તેમનાથી પર્યાયભેદ અનંતગણા છે. તે સમસ્ત શેયોથી જ્ઞાનની અનંતગણી શક્તિ છે.” આહાહા! કેવળજ્ઞાનની એક સમયની પર્યાયમાં (અનંતને જાણવાની તાકાત છે) સર્વ શેયોની જેટલી તાકાત છે, તેનાથી અનંતગુણી તાકાત છે. એનાથી પણ અનંતગણું હોય તો પણ જ્ઞાનની પર્યાય ( જાણી લ્ય.) જ્ઞાનની પર્યાય આવડો મોટો પટારો છે. દ્રવ્યનો પટારો એટલો મોટો છે; તો દ્રવ્યના અને ગુણના પટારાની તો શું વાત કરવી? “એવો દ્રવ્યનો સ્વભાવ છે.” આહાહા ! દ્રવ્યનો સ્વભાવ છે અને પર્યાયનો સ્વભાવ આવો છે – એમ કહે છે. પ્રવચન નં. ૧૨૩
તા. ૧૬/૧૦/'૭૭ કળશટીકા છે. ૧૨૪ કળશના ભાવાર્થની છેલ્લી ચાર-પાંચ લીટી બાકી છે. શું અધિકાર છે...આત્મા જે છે તે શુદ્ધ ચિદાનંદની મૂર્તિ પ્રભુ છે , મિથ્યાશ્રદ્ધા અને શુભ-અશુભભાવ તેને આસ્રવ કહે છે. મિથ્યાશ્રદ્ધા અર્થાત્ પરમાં સુખ છે, પર પદાર્થથી મને લાભ છે, પાપ પરિણામોમાં મીઠાશ છે, શુભભાવમાં ધર્મ છે એવી માન્યતા મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ મહાપાપ-મહાઆસ્રવ છે. એ મિથ્યાત્વની સાથે શુભ કે અશુભભાવ થવા, તે આસ્રવ છે. દયાદાન-વ્રત-ભક્તિ આદિ ભાવ એ પુણ્ય આસ્રવ શુભ આસ્રવ છે – મલિન પરિણામ છે. હિંસાજૂઠ-ચોરી, વિષય-વાસના, કામધંધાના પરિણામ એ બધા પાપ છે. એ પાપના ભાવ, પુણ્યના ભાવ અને મિથ્યાત્વ ભાવ એ ત્રણેય મલિન પરિણામ છે, અને તે ત્રણેય બંધનું કારણ છે. તે ત્રણેયને આસ્રવ કહે છે... તેથી નવા જડ આસ્રવને બાંધે છે.
“એવો દ્રવ્યનો સ્વભાવ છે.”શું કહે છે? પોતાના આનંદ સ્વરૂપનું ભાન થયું કે – આ આત્મા આનંદ સ્વરૂપ છે... એવા આનંદના વેદનનો અનુભવ થતાં, પુણ્ય-પાપ અને મિથ્યાત્વ આસ્રવ રોકાય જાય છે. અને આત્માનો દ્રવ્ય સ્વભાવ પ્રગટ થાય છે. આવી ભાષા છે. આવું