________________
કલશ-૧૨૪
૧૩૧ પરંતુ તે તે પરમાણુ પ્રત્યેક કાળે પોતાની પર્યાય સહિત છે. આહાહા! તેને જ્યાં આત્માનું ભાન થયું; પૂર્ણ આસ્રવ રહિતનું ભાન થયું તો આસ્રવ રહિત થઈ ગયો.
તેમને પોતામાં પ્રતિબિંબિત કરતું થયું” પોતાના જ્ઞાન સ્વભાવમાં પ્રતિબિંબિત કરતો થકો. પ્રત્યેક ચીજ જ્યાં જેવી છે. એવી અહીંયા જાણવામાં આવે છે. જેવું બિંબ છે એવું પ્રતિબિંબિત થાય છે. એ પ્રકારની પર્યાય અહીંયા જ્ઞાનમાં આવી જાય છે અર્થાત્ તે પ્રકારનું જ્ઞાન આવી જાય છે. તે પર્યાય આવી જતી નથી. આવું બહુ ઝીણું.
- અહીંયા કહે છે કે – શરીર જે છે તે પોતાની પર્યાય સહિત છે. પોતાનું જ્ઞાન (શરીરને) પર તરીકે જાણે છે, અને પોતાને તે પોતાની પર્યાયથી સહિત છે તેમ જાણે છે. જ્યાં પૂર્ણ જ્ઞાન છે તે ત્રણે કાળના દ્રવ્યોને ત્રણેકાળની પર્યાય સહિત છે તેમ જાણે છે. ભવિષ્યની પર્યાય હજુ થઈ નથી. પરંતુ એ પર્યાય એ દ્રવ્યથી સહિત થશે તેમ અહીંયા જાણે છે.
આહાહા ! જ્ઞાનનો સ્વભાવ અચિંત્ય છે. પરનો સ્પર્શ કર્યા વિના, પરનું લક્ષ ને અવલંબન કર્યા વિના જે જ્ઞાન પોતાના આશ્રયથી ઉત્પન્ન થયું તેમાં ત્રણ કાળની પર્યાયો સહિતનું દ્રવ્ય જ્ઞાનમાં જાણવામાં આવે છે.
અરિહંત જે થાય છે તેની ભવિષ્યમાં કેવળજ્ઞાન થવાની પર્યાય અત્યારે છે. એ કેવળજ્ઞાન પર્યાય (પ્રગટી) અને ક્ષય થઈ ગઈ. અનંતા કેવળીઓ જે છે, સિદ્ધો છે તે દરેક પોતાની પર્યાય સહિત છે. તેને આ કેવળજ્ઞાન છે તે દરેક પર્યાયને જાણે છે. સમજમાં આવ્યું? અરે... આવું યાદ ક્યારે રાખવું? આખો દિ' બહારમાં પડ્યો હોય. આ માર્ગ જ જુદો છે ભાઈ !
આહાહા ! તારી જ્ઞાનની શક્તિ એટલી છે જે પર્યાયમાં પ્રગટ થાય છે. જ્યારે તે આસ્રવ રહિત થાય છે ત્યારે એ પર્યાયમાં કેવળજ્ઞાન હોય છે. દ્રવ્યના ત્રણકાળના પર્યાયો સહિત (દ્રવ્ય) જ્ઞાનમાં જાણવામાં આવે છે. પર જાણવામાં આવે છે એમ કહેવું તે પણ વ્યવહાર છે. પોતાની પર્યાયની તાકાતમાં ત્રણકાળની પર્યાય સહિતનું દ્રવ્ય... પર્યાયના સામર્થ્યમાં જાણવામાં આવી જાય છે
કોના વડે? સ્વરસવિસરે ચિતૂપ ગુણ, તેની અનંત શક્તિ, તેના વડે.” “સંદૂક” શબ્દ મૂક્યો છે. સંસ્કૃતમાં “સંલૌ' એટલે પટારો. સંદૂક એટલે પેટી–ભગવાન જ્ઞાનની પેટી છે. પોતાનો જ્ઞાન પટારો એવો છે કે – અનંત... અનંત. અનંત બધું જાણે એવી શક્તિ અંદરમાં પડી છે. તેમાં કોઈનું કરવું એવું છે પણ નહીં. શેઠ! સાઈકલ ઉપર ફરવું, ચારે બાજુ (ગ્રાહક ) બનાવવાં. તે ક્રિયા (ને આત્મા) કરી શકતો નથી. એમ કહે છે.
શ્રોતા:- કાંઈક તો કરવું જોઈશે ને!
ઉત્તર- કરે છે ને રાગ. શેઠ! પહેલાં ઘરાક બનાવતા હતાં એવું સાંભળ્યું છે. આપણે ક્યાં જોવા ગયા છીએ. શેઠ! ચક્કર મારવા જતા હતા પણ ત્યાં કરતા હતા શું? સાઈકલની ક્રિયા તો જડની છે એના ગુણ-પર્યાય સહિત દ્રવ્ય છે. એ પર્યાયને આત્મા કરે એમ તો છે નહીં.